________________
સુગંધના પ્રભાવે જેમ પુષ્પ અને સ્વાદના પ્રભાવે જેમ ખીર પ્રશંસાને પામે છે વળી સ્નિગ્ધતાના યોગે દૂધ અને કંઠમાધુર્યના યોગે જેમ કોયલ પ્રશંસાપાત્ર બને છે તથા વેગથી જેમ અશ્વની શ્રેણી અને દુઃસાધ્ય રોગનો રોધ કરવાથી જેમ ઔષધિરસ (રસાયણ) પ્રશંસનીય બને છે તેમ પુણ્ય-પ્રભાવના ઉદયથી મનુષ્ય લોકોમાં અત્યંત પ્રશંસાને પામે છે. I૪ll
વરસાદના પાણીથી જેમ સરોવર સંપૂર્ણ ભરાય છે. સૂર્યના કિરણોથી જેમ આ જગત સદા પ્રકાશિત થાય છે અને તેલથી જેમ ઘરનો દીવો અખંડ તેજવાળો થાય છે તેમ આ જગતમાં આત્મા પુણ્યયોગે અભંગ વૈભવથી સુશોભિત થાય છે. પા.
ઘણા પુષ્યને ઉપાર્જન કરવા માટે યોગ્ય આ માનવભવમાં જેઓએ પુણ્યકાર્ય કર્યું નથી. તેઓએ વાંછિતને આપનાર કલ્પવૃક્ષ ઘર આંગણે આવવા છતાં નિર્ધન રહેવા જેવું કર્યું છે. ૬ાા