________________
જેમ અતિભારથી ભારે થયેલી નાવ ભીષણ સમુદ્રમાં નીચે નીચે ડુબે છે તેમ પરિગ્રહયુક્ત પ્રાણીઓનો સમૂહ સંસારમાં નીચે નીચે (દુર્ગતિમાં) જાય છે તેથી મુક્તિ રૂપી સ્ત્રીમાં આસક્ત થયેલા પ્રાણીઓ જપ, તપ, ચારિત્ર અને પવિત્રતાની બુદ્ધિને તથા શુદ્ધ યાનરૂપી ચન્દ્રને ગ્રસિત કરવામાં રાહુ ગ્રહ સમાન તે પરિગ્રહથી મુક્ત થવા માટે ઈચ્છે છે. ૧૫૧ાા
આ પરિગ્રહ દ્વેષના ભાઈ જેવો છે. કજીયાના સાગર જેવો છે. પ્રમાદથી પુષ્ટ થયેલો છે. કુમતનો મુસાફર છે. ઉદ્ધતાઈનો હેતુ છે. ધીરજને બાળવા માટે અગ્નિ જેવો છે અને પાપરુપી વૃક્ષને સીંચવા માટે જલ જેવો છે. ll૧૫રા.
મરેલો માણસ જેમ ચૈતન્યને છોડે તેમ પરિગ્રહથી પ્રેરાયેલી માનસિકતાવાળો માનવી માત-પિતાની સેવાને, સુકૃતના ઉપદેશને, વિદ્વાનો સાથેના સત્સંગને તથા ગુણવાનો પ્રત્યેના રાગને છોડે છે. ૧૫૩ી .