________________
સત્યવચન બોલવાથી અગ્નિ શાંત થાય છે. સાગર મર્યાદાને મૂકતો નથી.રોગોનો સમૂહ નાશ પામે છે. હાથીનું ભયંકર ટોળું તેની પાસે આવતુ નથી. સિંહ શિથિલ બને છે. સાપ પણ નજીક આવતો નથી અને ચોર તથા યુદ્ધનો ભય તરત દૂરથી જ ભાગી જાય છે. ।।૧૩૯૫
જેના મુખમાંથી હિમાલયપર્વતના મુખમાંથી નીકળતી ગંગાની જેમ સત્યવાણી નીકળે છે. તેનાથી ગરુડથી જેમ સર્પશ્રેણી દૂર ભાગે તેમ વૈર દૂર ભાગે છે. સૂર્યથી જેમ અંધકાર નાશ પામે તેમ કારણ વિના થયેલો ક્લેશ નાશ પામે છે તથા બરફથી જેમ કમલિની નાશ પામે તેમ તેનાથી ભય નાશ પામે છે. ।।૧૪૦।।
દ્વેષરુપી સૂર્યના ઉદય માટે પૂર્વાચલ પર્વત સમાન, ધર્મ-અર્થ-કામ પુરુષાર્થરૂપી (સૂર્યવિકાસી) કમળોના સમૂહ માટે ચન્દ્ર સમાન, સ્વર્ગપુરી અને મોક્ષપુરીના માર્ગે જતા અટકાવનારા સુભટ સમાન તેમજ કીર્તિરુપી વેલડીને છેદવા માટે કુહાડી સમાન ચોરીનો હે પ્રાણીઓ ! તમે તિરસ્કાર કરો. ।।૧૪૧||