________________
VIP
જે પોતાનું રક્ષણ કરનારને વિવિધ જાતિના તેજસ્વી મોતી-સુવર્ણ-પરવાળા-મણિ-ધન રૂપી અખૂટ છાણને આપે છે. ક્ષીરસાગરની મનોહર લહેરો જેવા ઉજ્વલ યશના સમૂહરૂપી અખૂટ દુધને આપે છે તથા સમસ્ત માનવજાતિને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિરૂપી અવિનાશી વાછરડાને આપે છે એવી દયારૂપી કામધેનૂનું રક્ષણ કરો. I૧૩૩ો.
જે બુદ્ધિહીન માનવી જીવહિંસાથી ધર્મને ઈચ્છે છે. તે અસ્તાચલ પર્વત પાસેથી સૂર્યના ઉદયને ઈચ્છે છે. મીઠા પાસેથી મીઠાશને ઈચ્છે છે.સર્પના મુખમાંથી અમૃતને ઈચ્છે છે. અમાવસ્યા પાસેથી ચન્દ્રને ઈચ્છે છે. અપથ્ય ભોજનથી સ્વાશ્યને ઈચ્છે છે. ચાંડાલ પાસેથી પવિત્રતાને ઈચ્છે છે. રાત્રી પાસેથી દિવસને ઈચ્છે છે. લક્ષ્મીના સંગ્રહથી દીક્ષાને ઈચ્છે છે તથા જંગલ પાસેથી નગરને ઈચ્છે છે. ૧૩૪ો.
જે ધર્મનો ભંડાર છે. યશનું આશ્રય સ્થાન છે. લક્ષ્મીની સંભોગભૂમિ છે. મહત્તાનું વિશ્રામ સ્થાન છે. સુખની ભૂમિ છે. ભવસાગરમાં નાવ છે. સન્મતિરૂપી લતાનું મૂળ છે તથા સ્વર્ગ અને મોક્ષરૂપી લક્ષ્મીની પ્રિય સખી છે એવી દયારૂપી પત્ની ધન્ય પુરુષોની થાઓ બીજા બધા પત્નીજન્ય ફ્લેશોથી સર્યું. ૧૩પવા
5) C (
.