________________
७८
दुःषमगण्डिका गुज्जरं भंजिउं तओ चलंतो पत्तो सच्चउरे दससयइक्कासीए विक्रमवरिसे मिच्छराओ । दिटुं तत्थ मणोहरं वीरभवणं । पविट्ठो हणहणत्ति । तओ गयउरजुत्तित्ता वीरसामी ताणि उ लेसमित्तं पि न चलिओ सट्टाणाओ । तओ बइल्लेसु जुत्तिएसु पुव्वभवरागेणं बंभसंतिणा अंगुलचउक्कं चालिओ । सयं हक्कते वि गज्जणवइम्मि निब्बलीहोउं ठिओ जगनाहो जाओ (?) । विलक्खो मिलक्खुनाहो । तओ घणघाएहिं ताडिओ सामी । लग्गंति घाया ओरोहसुंदरीणं । तओ खग्गपहारेसु विहलीभूएसु
ત્યાંથી ચાલતો વિ.સં. અગિયારસો એક્યાશીમાં સત્યપુરમાં પહોંચ્યો. ત્યાં તેણે મનોહર મહાવીરસ્વામિચૈત્ય જોયું. “હણો હણો' કરતો અંદર પ્રવેશ્યો. પછી તેમણે હાથીઓ જોડ્યા તો ય શ્રી વીરસ્વામી પોતાના સ્થાનથી જરા પણ ચલાયમાન ન થયા. પછી બળદો જોડ્યા ત્યારે પૂર્વભવના રાગથી બ્રહ્મશાંતિ યક્ષે ચાર અંગુલ જેટલા ચલિત કર્યા. (બ્રહ્મશાંતિયક્ષ = શ્રીવીર પ્રતિબોધિત શૂલપાણિયક્ષ, જે પૂર્વ ભવમાં બળદ હતો.) સ્વયં ગર્જનપતિ હાંકતો હોવા છતાં પણ (બળદ) નિર્બળ થઈને ઊભા રહ્યા. મ્લેચ્છ રાજા વીલો પડી ગયો. પછી ઘણના ઘા વડે સ્વામીને માર્યા, તો તે ઘા અંતઃપુરની સુંદરીઓને લાગવા માંડ્યા. પછી તલવારના પ્રહારો પણ