________________
१६३
दुःषमोपनिषद् પાંચમા આરામાં જિનધર્મની સ્થિતિનું કાળમાન वासाण वीससहस्सा, नव सय छम्मास पंचदिण पहरा । इक्का घडिया दो पल, अक्खर अडयाल जिणधम्मो ॥८४॥
અર્થ : પાંચમા દુષમ આરામાં વીશ હજાર ને નવસો વર્ષ, છ માસ, પાંચ દિવસ, એક પહોર, એક ઘડી, બે પળ અને અડતાળીશ અક્ષર (વિપળ) એટલો વખત જિનધર્મ રહેશે. (૮૪) (આ પ્રમાણેના કાળપ્રમાણનો હેતુ સમજાતો નથી. કેમ કે સામાન્ય રીતે ૨૧OOO વર્ષ પર્યત જૈનધર્મ રહેશે એમ ક્ષેત્ર માસમાં પણ કહેલ છે.) આ ગાથા દીવાળી કલ્પની છે, એમ ૩૫૦ ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજી મહારાજ લખે છે. જુઓ તેની ઢાળ ૧૬મી ગાથા ૧૭મી.
ગૌતમ તથા સુધમાં સ્વામીનો નિર્વાણ સમય वीरजिणे सिद्धिगए, बारसवरिसेहि गोयमो सिद्धो । तह वीराओ सोहम्मो, वीसवरिसेहि सिद्धिगओ ॥२६६॥
અર્થ : શ્રી મહાવીર જિનેશ્વર મોક્ષે ગયા ત્યારપછી બાર વર્ષે ગૌતમ સ્વામી મોક્ષે ગયા, તથા મહાવીર