________________
પરિશિષ્ટ-૧)
શ્રી હર્ષનિધાનસૂરિકૃત રત્નસંચય પ્રકરણ અંતર્ગત દુઃષમારસ્વરૂપ
પાંચમા આરાને અંતે રહેવાનો સંઘ વગેરે दुप्पसहो फग्गुसिरी, नाइलसड्डो अ सच्चसिरिसड्डी । तह विमलवाहणनिवो, सुमुहो अपच्छिमो मंती ॥८०॥
અર્થ : દુષ્કસભ નામના સૂરિ, ફલ્ગશ્રી નામની સાધ્વી, નાગિલ નામનો શ્રાવક, સત્યશ્રી નામની શ્રાવિકા તથા વિમલવાહન નામનો રાજા અને સુમુખ નામનો મંત્રી – આટલા જણ પાંચમા આરાને છેડે છેલ્લા થવાના છે. (0)
દુપ્રભસૂરિનું જ્ઞાન તથા ગતિ વગેરે दसविआलियधारी, वीसवरिसाऊ हत्थदुगदेही । छठुस्स तवो य तहा, बारसवरिसेहि सामन्नं ॥८१॥
અર્થ : દુષ્યસભસૂરિ દશવૈકાલિક સૂત્રના જાણનાર થશે, તેનું વીશ વર્ષનું આયુષ્ય અને બે હાથનું શરીર