________________
दुःषमोपनिषद्
१५९ ज्ञाने पुनः पुनः स्मरणविरहे विस्मृतिप्रसक्तेः, प्रस्तुतग्रन्थकर्तृभिः प्रतिप्रभुसूरिभिः कालचक्रस्य गाथाः - सुषमसुषमाद्यरनिर्मिताध्वरथाङ्गप्रतिपादिका आर्याः, समासेन - सक्षेपतः, तद्रुचिसत्त्वानुग्रहार्थत्वात्प्रयासस्य, उद्धृताः - मूलस्थानाविसंवादितयाऽऽगमतः पृथगवस्थापिताः । मिथ्याऽस्तु दुःसन्हब्धं मम । कृतकृपाः शोधयन्तु बहुश्रुताः ।
જ્ઞાન હોવા છતાં પણ ફરી ફરી સ્મરણ ન કરાય તો વિસ્મરણ થઈ જવાની આપત્તિ આવે. પ્રસ્તુત ગ્રંથના કર્તા પ્રતિપ્રભસૂરિજીએ કાલચક્રની ગાથા = સુષમસુષમા વગેરે આરા દ્વારા બનેલ સમયચક્રનું પ્રતિપાદન કરનારી ગાથા, સમાસથી = સંક્ષેપથી, કારણ કે પ્રસ્તુત ગ્રંથરચનાનો પ્રયાસ સંક્ષેપરુચિ જીવો પર અનુગ્રહ કરવા માટે કર્યો છે. ઉદ્ધત કરી = મૂળ સ્થાન સાથે વિસંવાદ ન આવે એ રીતે આગમથી અલગ વ્યવસ્થાપિત કરી. મેં . દોષયુક્ત ગ્રંથગુંફન કર્યું હોય તો તે મિથ્યા થાઓ. કૃપા કરીને બહુશ્રુતો આનું સંશોધન કરે.