________________
१४६
दुःषमगण्डिका सुटुतरागं पुज्जीही समणसंघेणं - इति (तीर्थोद्गालौ ८३२૮૩૪) !
स च पर्यन्तेऽष्टमभक्तेन सौधर्मे कल्पे सागरकः, सागरनाम्नि विमान उत्पत्स्यते, तथा च्युत्वा भरते सेत्स्यति, मनुजजन्मावाप्यापुनरागतिं गतिं गमिष्यतीत्यर्थः, तदाह - उववज्जिही विमाणे सागरनामम्मि सो य सोहम्मे । तत्तो य चइत्ताणं सिज्झीही नीरजो धीरो - इति (तीर्थोद्गालौ ८६०)।
ननु सागरोपमं तत्र तदायुरित्येव तात्पर्य भविष्यति, न तु सागरसञविमानोत्पत्ताविति चेत् ? न, शास्त्रान्तरविरोधात्,
લોકો દશપૂર્વીની જેમ પૂજશે અને શ્રમણ સંઘ તો તેમને વધુ સારી રીતે પૂજશે. (તીર્થોદ્ગાલિ ૮૩૨-૮૩૪)
અને તેઓ અંતસમયે અઠ્ઠમ તપ કરવા સાથે સૌધર્મ કલ્પમાં સાગરક = સાગર નામના વિમાનમાં ઉત્પન્ન થશે. તથા ચ્યવીને ભારતમાં સિદ્ધ થશે = મનુષ્યજન્મ પામીને જ્યાંથી ફરી પાછા આવવાનું નથી તેવી ગતિમાં જશે. કહ્યું પણ છે... (ઉપર મુજબ સમજવું)
શંકા - દેવલોકમાં તેમનું આયુષ્ય એક સાગરોપમ હશે - એવું કહેવાનું તાત્પર્ય હશે, સાગર નામના વિમાનમાં ઉત્પન્ન થશે, એવું તાત્પર્ય નહીં હોય.