________________
११०
दुःषमगण्डिका पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसी य चक्की य' - इति गाथां भणन्तीं याकिनी नाम महत्तरिकां तदर्थपरिज्ञानाय पृष्टवान्, सा च तं स्वाचार्यपार्श्वे नीत्वाऽदीक्षयत् । तत्र सोऽखिलं समयमध्यगमत् । हंसपरमहंसनामानौ च शिष्यावदीक्षयत् । तौ च प्रमाणशास्त्राधिजिगांसया बौद्धेषु गतौ, तत्र जैनाविति ज्ञातौ मारितौ। ततः क्रुद्धेन हरिभद्रसूरिणा अग्नावाहोतुं सपरिवारो बौद्धाचार्य
યાકિની નામના મહત્તરાના મુખે એક ગાથા સાંભળી – બે ચક્રી, પાંચ વાસુદેવ, પાંચ ચક્રી, વાસુદેવ, ચક્રી, વાસુદેવ, ચક્રી, વાસુદેવ, બે ચક્રી, વાસુદેવ અને ચક્રી. (૧ર ચક્રવર્તી અને નવ વાસુદેવો જે ક્રમથી થાય છે, તેનું આ ગાથામાં વર્ણન છે.) હરિભદ્ર બ્રાહ્મણે મહત્તરાને આ ગાથાનો અર્થ જાણવા માટે પૂછ્યું. તેમણે પોતાના આચાર્ય પાસે લઈ જઈ તેમને દીક્ષા અપાવી. ત્યાં (ગુરુ પાસે) તેમણે સર્વ સિદ્ધાન્તનું અધ્યયન કર્યું. હંસ અને પરમહંસ નામના શિષ્યોને દીક્ષા આપી. તે શિષ્યો પ્રમાણશાસ્ત્ર ભણવા માટે બૌદ્ધો પાસે ગયા. ત્યાં તેઓ જૈન છે, એમ ઓળખાતા મારી નખાયા. તેથી ગુસ્સે થયેલા હરિભદ્રસૂરિજી મંત્રબળથી સપરિવાર બૌદ્ધાચાર્યને