________________
९३
दुःषमोपनिषद्
तस्स य गद्दभिल्लस्स एक्का विज्जा गद्दहिरूवधारिणी अत्थि, सा य एगम्मि अट्टालगे परथलाभिमुहा ठविया । ताहे परमे अवकम्पे गद्दभिल्लो राया अट्ठमभत्तोववासी तं अववारेइ, ताहे सा गद्दभी महंतेण सद्देण णादति । तिरिओ मणुओ वा जो परबलठिओ सदं सुणेति, स सव्वो रुहिरं वमंतो भयविब्भलो गट्ठसेणो धरणितलं निवडइ । कालगज्जो य गद्दभिल्लं अट्ठमभत्तोववासिणं सव्वविधाणदक्खाणं अट्ठसतं जोहाण णिरूवेति, जाहे एस गद्दभी मुहं विडंसेति, जाव य सदं ण करेति, ताव जमगसमगएण मुहं पूरेज्जा । तेहिं
તે ગર્દભિલ્લની એક વિદ્યા હતી જે ગધેડીનું રૂપ ધારણ કરતી હતી. તે એક અટારીમાં ઉપરના ભાગે શત્રુસેનાની સામે રાખી. ત્યારે પરમ અવકલ્પમાં (?) ગર્દભિલ્લ રાજા અઠ્ઠમ તપ કરીને તેનું અપવારણ (?) કરે છે. ત્યારે તે ગધેડી મોટા શબ્દથી અવાજ કરે છે. શત્રુસૈન્યમાં રહેલો જે પણ તિર્યંચ કે મનુષ્ય તેના શબ્દને સાંભળે, તે સર્વ લોહી વમતો, ભયથી વિહ્વળ થઈને, નષ્ટ થયેલ સૈન્યવાળો ધરતીતળ પર પડે. આર્ય કાલકાચાર્ય સર્વવિધાનમાં નિપુણ એવા એકસો આઠ યોદ્ધાઓને અઠ્ઠમ તપ કરનાર ગદભિલ્લનું સ્વરૂપ કહે છે. અને જણાવે છે, કે જ્યારે આ ગધેડી મોઢુ ખોલે અને જ્યાં સુધી હજી શબ્દ ન કરે, ત્યાં સુધીમાં એક સાથે