________________
९२
दुःषमगण्डिका एहि वच्चामो हिंदुगदेसं । ते छन्नओ पि सुरटुमागया, कालो य णवपाउसो वट्टइ । तारिसे काले न तीरइ गंतुं । तत्थ मंडलाइं कया वि विभत्तीऊणं जं कालगज्जो समल्लीणो सो तत्थ अधिवो राया ठवितो । ताहे सगवंसो उप्पण्णो ।
वत्ते य वरिसाकाले कालगज्जेण भणिओ - गद्दभिल्लं रायाणं रोहेमो, ताहे लाडा रायाणो जे गद्दभिल्लेण अवमाणिता, ते मेलिआ अण्णे य । ततो उज्जेणी रोहिता ।
પહેલાથી જ દૂતો મોકલીને જણાવ્યું કે, “આપઘાત ના કરો. આવો, હિંદુકદેશમાં જઈએ.” તે છ— રાજાઓ સૌરાષ્ટ્રમાં આવ્યા. નવા વરસાદનો સમય હતો. તેવા કાલે જવું શક્ય ન હતું. ત્યાં માંડલાઓ કરીને વિભાગો પાડીને રહ્યા. જે રાજાને આશ્રીને આર્ય કાલકાચાર્ય રહ્યા હતા, તે રાજાને બધાના સ્વામી તરીકે સ્થાપ્યો. ત્યારે શકવંશ ઉત્પન્ન થયો.
જ્યારે વર્ષાકાળ સમાપ્ત થયો, ત્યારે આર્ય કાલકાચાર્યે કહ્યું. “ગર્દભિલ્લ રાજાને ઘેરીએ. ત્યારે ગર્દભિલ્લ રાજાએ જેમનું અપમાન કર્યું હતું તેવા લાટ રાજાઓને અને અન્ય રાજાઓને પણ ભેગા કર્યા. પછી ઉજ્જયિનીને ઘેરો ઘાલ્યો.