________________
सिद्धप्राभूत : सटीकः किमादीनामनुयोगद्वाराणामिदं पश्चाधू यथासंख्येन संबन्धयन्ति - किं सिद्धः ? इति प्रश्नस्योत्तरं जीवः, कस्यात्मपरीणामाः ? सिद्धस्येत्यादि, एवं तु न सुष्ठ प्रतीमः । यतः कस्य संदेहः सिद्धो जीवः अजीव इति वा, एतावता च संदर्भेण किं फलमनुयोगद्वारोपन्यासस्येत्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥ ८ ॥ सांप्रतं यदुक्तं 'कइ व सिं भेदा' इत्येषां गणनाप्रमाणोपलक्षणार्थं स्वत एव ग्रन्थकार आह
(અનુ) પ્ર. છ અનુયોગદ્વારોથી સિદ્ધોના ભેદો વર્ણવ્યા છે એવો ઉપન્યાસ શા માટે કર્યો છે?
જ. વિપ્રતિપત્તિ - વિપરિત પતિનો સંભવ હોવાથી આ રીતે ઉપન્યાસ કર્યો છે. તે આ રીતે વિપરિતતા સંભવે છે જેમ કે - સાંખ્યદર્શનકારો મુક્તાત્માઓને સુખ-દુ:ખ રહિત અને નિર્ગુણ માને છે. કારણ કે, ગુણવત્ત્વએ પ્રકૃતિનું લક્ષણ છે આત્માનું લક્ષણ નથી તેથી તેઓ “સિદ્ધોને દ્રવ્યમાત્ર જ માને છે. સિદ્ધ દ્રવ્યમાત્ર હોવાથી તેમાં ગુણ-ક્રિયા આદિના ઉપચારની કે સુખ-દુઃખ આદિ આત્માના ગુણોની આવશ્યકતા નથી રહેતી એમ માની સાંખ્યદર્શનકારો આત્માને નિર્ગુણનિષ્ક્રિય માને છે. અને બૌદ્ધો આત્માને મુક્તાત્માસિદ્ધને “ગુણમાત્ર' માને છે, કારણ તે શુદ્ધવિજ્ઞાન માત્ર છે, અને એ જ્ઞાન આત્માનો ગુણ હોવાથી મુક્તાત્મા પણ “ગુણમાત્ર છે એમ તેમનું માનવું છે. અને કેટલાક અન્ય મતવાળાઓ “ક્રિયામાત્ર તરીકે સ્વીકારે છે એટલે મોક્ષ એ અભાવક્રિયારૂપ હોવાથી બુઝાઈ ગયેલા પ્રદીપ સમાન છે. પ્રદીપ જ્યારે જલે છે ત્યારે તેમાં ક્રિયાનો ભાવ હોવાથી તેમાં જલનરૂપ ક્રિયા દેખાય છે જ્યારે બુઝાઈ ગયેલા પ્રદીપમાં જ્વલનક્રિયાનો અભાવ સ્પષ્ટ જણાય છે એમ માની દિપકમાં તેઓ ભાવરૂપક્રિયા ન માની અભાવરૂપ ક્રિયાનો સ્વીકાર કરે છે એજ ઉપચાર આત્મામાં પણ કરે છે. અર્થાત તે સમયે