________________
૩૨૪૦૦૦૦૦૦૦૦ એ આંક ઉપર માંડી હેઠે ૬૨૫૦૦૦૦ આ અંક માંડીએ પછે ભાગ દીજે પા ભાગ દેતાં જે લાભે તે કહીએ છીએ.
लद्धा पंचसहस्सा चउरासीअं सयं च तह एगं । इत्तिअ गिहाणि एअप्पमाणहीणाणि य बहुआणि ॥५५॥
અર્થ - પાંચ હજાર એકસો અને ચોરાસી એટલાં ઘર એક નગરીમાં માય. જેહનું પ્રમાણ ૬૨૫૦૦૦૦ ધનુષ્યનું હોય. એ પ્રમાણથી હીણા પ્રમાણનાં ઘર ઘણાં હોય. પપા હવે એકેક ઘરને વિષે મનુષ્ય કેટલાં માય તે કહે છે.
पुवुत्तेणं मज्झिमभंगेणं माणुसाण जं माणं । तेण सयमेव गेहेसु होइ लोगो ठवेअव्वो ॥५६॥
અર્થ - પૂર્વોક્ત કહ્યું મધ્યમ ભાગે જેમ મનુષ્યનું માન તેણે કરી સ્વયમેવ લોક ઘરને વિષે સ્થાપવું. એક એક મનુષ્ય ૧૨૫૦૦ ધનુષ્યનું છે અને એક એક ઘર ૬૨૫૦૦૦૦ ધનુષ્ય ચાંપી રહ્યાં છે. તો ૬૨૫૦૦૦૦એ આંક ઉપર માંડી અને ૧૨૫૦૦ આ આંક હેઠે માંડીએ પછે પાંચે ભાગ દીજે પાંચસે ઉગરે તો એ એક ઘરને વિષે ૫૦૦ મનુષ્ય માય. પકા
जा पुण चउत्थाभागो नयरधणूणं गिहेसु नो खित्तो ।
सो गिहभित्तीअंगणरत्थानिवमग्गजोग्गत्ति ॥५७॥ ' અર્થ:- પુનઃ વળી પુરના ધનુષ્યનો ચોથો ભાગ ૧૮૦૦૦૦૦૦૦૦ આટલું ઘરના ધનુષ્યમાં હીન ઘાલ્યું તે શું? તે કહે છે. તે ચોથો ભાગ ઘરની ભીત આંગણું, શેરી, રાજમાર્ગ, ને વાતે જોઈએ એટલા માટે ન ઘાલ્યું. I/પા .
बत्तीससहस्सा नाडयाण अंतेउरस्स चउसट्टी। रायवरभवणअंतो भरहेण समं चिय वसंति ॥५८॥ ૧૫
$