________________
ધનુષ્ય એક યોજન પ્રતરગુણા કરતાં હોય. હવે આખી નગરીને વિષે કેટલા યોજન હોય તે કહે છે. નગરીના યોજન ૬૭૫ છે તે છ કોટી અને ચાલીસ લાખ ગુણા કીજે આખી નગરીના ધનુષ્યનું પ્રમાણ હોય. ૪૯-| કેટલું થાય તે કહે છે.
सव्वाए नयरीए लद्धं एवं धणुप्पमाणेणं । चउरो कोडिसहस्सा तिन्नि सया वीस कोडीओ ॥५१॥
અર્થ :- આખી નગરીને વિષે ચાર કોટી સહસ્ત્ર ત્રણસો કોટી અને વીસ કોટી ૪૩૨૦૦૦૦૦૦૦૦ એટલા ધનુષ્ય પ્રતર ગુણા કરતાં હોય. પલા "पंचसया पंचगुणा धणुहाणं जेसिं होई गेहाणं । आयामवित्थरेसुं तेसिं गेहाण धणुगणिअं. ॥५२॥
અર્થ :- પાંચસે ધનુષ્યને પાંચગુણા કીજે તો પચીસો ધનુષ્ય થાય. જે ઘર ૨૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોળપણે હોય. આખું ઘર કેટલી ભૂમિકા રોકી રહે છે. તે કહે છે. પચવીસસોને પચવીસસો ગુણા કીજે જેટલા થાય તેટલી પ૨ાા કેટલા થાય તે કહે છે.
बासट्ठी खलु लक्खा पन्नासं चेव तह सहस्साई । एएण रासिणा पुरधणूण चउभागहीणाण ॥५३॥
અર્થ :- બાસઠ લાખ અને પચાસ હજાર ધનુષ્ય થાય એક એક ઘર એટલી ભૂમિકા ચાંપી રહ્યાં છે. જે ઘર ૨૫૦૦ ધનુષ્ય લાંબપણે પહોળપણે છે. જે ઘર ૬૨૫૦૦૦૦ ધનુષ્ય ભૂમિકા ચાંપી રહ્યાં છે તેહવાં એક નગરીમાંહે કેટલાં ઘર છે તે કહે છે. “એએણ” એહજ ૬૨૫૦૦૦૦ ધનુષ્ય પુરના ધનુષ્ય ૪૩૨૦૦૦૦૦૦૦૦ એહ માંહેલો ચોથો ભાગ કાઢીએ પડાાં શું રહે છે તે કહે છે.
इअ तिन्नि कोडिसहसा दो कोडिसया उ कोडिचालीसा । तेसिं पुवुत्तेणं भागंमीरासिणा गहिए ॥५४॥ અર્થ :- ત્રણ સહસ કોટી, બસો કોટી, ચાલીસ કોટી ધનુષ્ય હોય.
૧૪
%