________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख થયેલા પદધિના પણ સમાન વેત... ... ... ..વડે દિશાઓ પ્રકાશિત કરે છે તે સમયે, પર્વતની ગુફાઓમાં આશ્રય લીધો હતો તે શત્રુઓનાં મુખ શ્યામ કરી નાંખ્યાં. લેકથી તે સત્યતા માટે યુધિષ્ઠિર, મતિમાં વિદુર, દાનમાં ( રાયને પુત્ર ) કર્ણ, સ્થિરતામાં સુમેરૂ, બળમાં વાસુદેવ અને રૂપમાં કામદેવ સમાન ગણ હતું
(પંક્તિ ૨ ) જેનું અંગ, શત્રુના ગજેની ઘટા ભેદવામાં પ્રબળ, દઢ સમાન કરથી ભૂષિત છે, જેણે શિવના શિર પરની કળા સમાન શ્વેત વશના પ્રવાથી સકળ દિશાએ વેત કરી દીધી છે, જેના ચરણની સેવા આશ્રિત નૃપમંડળથી થાય છે, જે પંચમહાશબ્દના ઉપગ કરે છે તે ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રીકક્કરાજ તેને સમસ્ત મહાસામના, સેનાપતિ, બાલાધિકૃત, ચેરદ્ધરણિક, ભાગિક, રાજસ્થાનીય આદિને તેમના અધિકાર પ્રમાણે શાસન કરે છે –
(પંક્તિ ૨૪) તમને જાહેર થાઓ કે, મારાં માતાપિતા અને મારા પુણ્ય યશ માટે કાશકુલ વિષયમાં આવેલું ઐરાડની પશ્ચિમે, પિંપલાચલની ઉત્તરે. કાષ્ટ પુરી અને વારની પૂર્વ અને ઐરાડની મધ્ય સીમાની દક્ષિણે આવેલું સ્થાવરપતિલકા ગામ, આ ચાર સીમાવાળું, જામ્બુસરવાસી, રેવિસર (રવીશ્વર) ભટ્ટના પુત્ર, ચાર વેદમાં નિપુણ, વત્સ ગેત્રના, અને કવ શાખાના કુકકેશ્વર દીક્ષિતને, બલિ. ચક્ષ, વિશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિ અનુષ્ઠાન અર્થે, ચંદ્ર, સર્ય, સાગર, સરિતાઓ, પર્વત, અને પૃથ્વીના અસ્તિત્વ કાળસુધી, પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપગ માટે અભ્યન્ત સિદ્ધિ અને ભૂમિછિદ્ર” ના ન્યાય અનુસાર પાણીના અધ્યેથી શરવિષુવકાળમાં, મેં આપ્યું છે.
(પંક્તિ ૩૦) આથી ભાવ ભદ્ર નૃપોએ અને મારા વિશજોએ ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનારને) સામાન્ય છે અને જગત પ્રબળ પવનથી હંકારાતા, સાગરના તરંગો સમાન ચંચળ અને લક્ષમી અનિત્ય છે, એમ માનીને આ દાનને અનુમતિ આપવી અને રક્ષવું.
(પંક્તિ ૩૬ ) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે, નૃપમાં શ્રેષ્ઠ છે યુધિષ્ઠિર ! હારાથી અથવા અન્યથી દેવાયેલી ભૂમિનું તું સંભાળથી રક્ષ કર દાનનું રક્ષણું દાન કરવા કરતાં અધિક છે ! ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે પણ ( ભૂમિદાન) જત કરનાર અને જમિમાં અનુમતિ આપનાર તેટલાજ વર્ષ નરકમાં વાસ કરશે. શંખ, બિહાસન, છત્ર, અ, ગજે, અને લલનાઓ ભૂમિ દાનના મહાન ફળની સરખામણીમાં ચેષ્ટા સમાન છે. ખરેખર, દ્વિજોને દેવાયેલાં ભૂમિ દ્વાન હરનાર, વિંધ્યાચલના નિર્જળ વનનાં, શુષ્ક વૃક્ષના કેટરમાં વસતા કાળા સર્પ જન્મે છે. સગર આદિ બહ એ ભૂમિ ભેગવી છે, જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે દાનનું ફળ છે.
(પંક્તિ ૩૬) શક નપના કાળ પછી સંવત છ ગણ્યાએંસી, અશ્વગુજ, શુદિમ અથવા સંખ્યામાં ૬૭૯-. દિને.
(પંક્તિ ૩૭) આ દાન જેના દૂતક અપ આદિત્યમાં છે, તે મારાથી, બલાધિકૃત શ્રી તત્તના પુત્ર શ્રી ભદલથી લખાયું છે.
૧ વિષાકા કાને છે. હું આ છે આ દt *
એ
ભૂમિ કો ને કાં
તેહિ' એ એ છે
કે,
For Private And Personal Use Only