________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં૧૧૯ જયભટ ૩ જાનાં તામ્રપત્રો
ચે. સં. ૨૮૬ આધિન. વ. ૧૫ અપ્રસિદ્ધ
આ તામ્રપત્રો બે બે બ્રેન્ચ રોયલ એશિયાટિક સોસાઇટીના સંગ્રહમાંનાં છે અને હાલ તે પ્રિન્સ ઓફ વેલસ મ્યુઝીયમમાં છે. તેની બાબતમાં બીજી કાંઈ પણ માહિતી નથી. આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૩ ઇંચ ૪૧૦ ઇંચ છે. બન્ને પતરાંના ડાબી બાજુના ઉપરના ખણુના ભાગ કપાઈ ગએલા છે. કડી કે સીલ ઉપલબ્ધ નથી. અમુક અમુક ભાગમાં પતરું કટાઈ ગએલું છે, તેમજ અમુક જગ્યાએ કાણું પણ પડી ગએલાં તેથી લેખ વાંચવામાં મુશ્કેલી પડે તેવું છે. કેતરનારે ઘણી ભૂલો કરેલી છે અને એક જ અક્ષર જૂદી જૂદી ઢબથી કોતરેલો છે, તેથી વાંચનારને વધુ મુશ્કેલી નડે છે.
લિપિ ગુર્જર સમયના જેવી છે અને અક્ષરોનું સરેરાશ કદ ઇંચ જેટલું છે. ભાષા સંસ્કૃત છે અને છેવટના શાપાત્મક પ્લેક શિવાય બધે ભાગ ગદ્યમાં છે.
જયમટ ૩ જાનું એક જ બીજું પતરું જાણવામાં છે અને તે સં. ૪૮૬ આષાઢ સુદિનું છે. કીલહોર્નના લીસ્ટ(એ. ઈ. વો. ૫ એપેન્ડીકસ)માંનાં નં. ૪૦૨ વાળાં તામ્રપત્રો સં. ૪પ૬ નાં ને જયભટ ત્રીજાનાં લખ્યાં છે. પણ તે ખરેખર જયભટ ૨ જાનાં છે, જેથી જયભટ ત્રીજાનાં સંપૂર્ણ તામ્રપત્રો આ પ્રથમ જ જાણવામાં આવેલ છે. તેથી તેમ જ જયભટ ૨ જા પછીના રાજાઓની વંશાવળી મળે છે તેથી આ તામ્રપત્ર ઐતિહાસિક દૃષ્ટિએ બહુજ ઉપયોગી છે. વંશાવળી નીચે મુખ તેમાંથી ઉપજાવી શકાય છે.
પં. ૪ દદ્ ૧ લો ૫. ૭ જયભટ ૧ લો. (૫, ૧૨ ) બાડાય પરમમાહેશ્વરી સમધિગત પંચમહાશ દ . તેને દીકરો
(પં. ૧પ) ધરાધર ૫. મા. સમધિગત પંચ. મ. મહારરામનાધિપતિ શ્રી જયભટ ૨ જે તેને દીકરો
(પં. ૨૧ ) ૫. મા. સમ. ૫. મહા. મહાસા. શ્રીમદ અનિરોલ તેની દીકરી પં ક૩ સમ. પંચ. મહાસામન્તાધિપતિ શ્રી જયભટ ૩ જે. દાન દેનાર
૫. ર૧ માં શ્રીમદ્ અનિરોલના નામવાળી જગ્યાએ જરા અક્ષરે અસ્પષ્ટ છે, છતાં તે નામ નિઃશંક વાંચી શકાય છે. ગુર્જર વંશાવલિમાં આ નામ પ્રથમ જ જાણવામાં આવ્યું છે.
પ. ૩૫-૩૬ દાન જે બ્રાહ્મણને આપવામાં આવેલ છે તેની વિગત નીચે મુજબ છે. તે લેહિકક્ષ પથક આહારમાંથી નીકળી આવેલું હતું. તે કૌડિન્ય વન અને વાજિ માધ્યન્દિન શાખાનો બ્રહ્મચારિ હતા. તે આદિત્યનાગનો દીકરો હતો. તેનું નામ ચકકસ જાણી શકાતું નથી.
૫, ૩૭ બલિ, ચરૂ વિગેરે ક્રિયા કરવા માટે ભરૂચ જીલ્લામાં આવેલું મન્નાથ નામનું ગામ દાનમાં આપવામાં આવેલ છે.
પં. ૪૯-૫૦ દૂતકનું નામ ભટ્ટ શ્રી દેઈય---(પૂરું વચાતું નથી ) છે, સંવત ૪૮૬ આશ્વિન વ. ૧૫ એમ શ તેમ જ અંકમાં આપલ છે. પં. ૫૧ લેખકનું નામ અધૂરું–ગુલેન એમ વંચાય છે. ૫. પર માં સ્વહસ્તે મમ શ્રી જયભટસ્ય એટલા શબ્દો હરતાક્ષર સૂચક છે.
For Private And Personal Use Only