________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૬૮
આબુગિરિના જૈન લેખે લેખ નં. ૨
વિક્રમ સંવત્ ૧૨૮૭ ફાલ્ગન વદિ ૩ રવિવાર
લેખ નં ૦૨ ની ફક્ત થોડી હકીકતએચ. એચ. વિલ્સને એશિયાટિક રિસર્ચ . ૧૬ પા. ૩૦૯ માં પ્રસિદ્ધ કરી હતી. પ્રેફેસર અબાજી વિષ્ણુ કાથવટેએ પિતાની “કીર્તિકેમુદી” ની આવૃત્તિમાં એપેન્ડિકસ “બી” માં તે સંપૂર્ણ પ્રસિદ્ધ કર્યો હતે. આશરે ૨૧૧” પહોળીx૧૦” ઉંચી જગ્યામાં લખાણ છે. અક્ષરનું કદ ” છે. ૧-૨ પંક્તિઓની શરૂવાતમાં તથા અંતમાં તથા ૩-૪ પંક્તિઓને અંતે, પત્થર કાપી નાંખવાથી અથવા ભાંગી જવાથી, લેખ નાશ પામ્યો છે. લિોપ નં. ૧ ના લેખના જેવી જ છે.
લેખ સંસ્કૃત ભાષામાં છે. અને પતિ ૩૦ માં એક લેક સિવાય આખે ગદ્યમાં છે.
લેખમાં નેમિનાથનું મંદિર બંધાવવાની સત્તાવાર હકીક્ત આપી છે. તેના સંબંધના ઉત્સ તથા તેના સંરક્ષણ વિગેરે માટે નિયમે પણ તેમાં છે.
૧-૫ પંક્તિઓમાં કહ્યું છે કે, આજે રવિવારે [ વિકમ] સંવત ૧૨૮૭ ના સામાન્ય ફાગુનનાં કૃષ્ણ પક્ષ ૩ અને દિને જ્યારે સમૃદ્ધિવાળા અણહિલપાટકમાં મહારાજાધિરાજ
(ઈમદેવ) ચૌલુકય વંશના કમલન રાજહંસ, અને સમસ્ત રાજાવલીથી અલંકૃત, રાજ્ય કરે છે, . . . .. જ્યારે મહામડલેશ્વર રાજકુલ, શ્રી મસિહદેવ, શ્રી વસિષ્ઠના કુંડમાંથી જન્મેલા શ્રી ધમરાજદેવના કુટુંબમાં જન્મેલો, રાજ્ય કરે છે ત્યારે તેજપાલે દેઉલવાલ ગામમાં પવિત્ર અબુ પર્વત ઉપર લૂણસિંહવસહિકા નામનું, પવિત્ર નેમિનાથ મંદિર બંધાવ્યું. તેને દેવકુલિકાઓથી શણગાર્યું, અને એક મહાન હસ્તિશાલાથી શોભાવ્યું હતું. તે મંદિર તેણે પિતાની સ્ત્રી અનુપમદેવી અને પુત્ર લણસિહના યશ અને ગુણની વૃદ્ધિ અર્થે બંધાવ્યું હતું. આ લેખમાં પણ ન. ૧ ના લેખ મુજબ તેજપાલની વંશાવલી આપી છે. તે ઉપરાંત અહિં તેનું વર્ણન આ પ્રમાણે આપ્યું છેઃ “મહામંડલેશ્વર રાણક શ્રી વીરધવલદેવનો જે . ...રાત્રા નામના મહલ પ્રાંત )માં ચલકય વંશના શ્રી વિષ્ણુપ્રસાદદેવને પુત્ર હતું, તેને સમસ્ત મદ્રાવ્યાપાર ઉપર કહેલા મહારાજાધિરાજ શ્રી ભીમદેવના અનુગ્રહથી તે (તેજપાલ) કરતે હતે.”
આ વર્ણન ખાસ ઉપયોગી હોવાનું કારણ એ છે કે, તેમાં ભીમદેવ ૨ જા અને વાઘેલા વંશને કેવી જાતને સંબંધ હતા તે દેખાય છે. સોમેશ્વર દેવના વર્ણનમાં આ સંબંધ બરોબર દેખાતું નથી. લેખ ઉપરથી ચોક્કસ થાય છે કે, ભીમદેવ ૨ જે મહારાજાધિરાજ ગણાતું હતું અને લવણપ્રસાદ તથા વરધવલ મહામંડલેશ્વરની પદવી અને રાણકને દત્કાબથી સંતુષ્ટ હતા. દૈવગે વિરધવલ રાજ્ય કરતો હતું તે પ્રાંતનું નામ છેલ્લા બે અક્ષરો- “રાત્રા_સિવાય નાશ પામ્યું છે, અને તે હું અટકળવા અશક્ત છું.
ચન્દ્રાવતીના પરમાર વિષે લેખમાં કહ્યું છે કે, ઈ. સ. ૧૨૩૦ માં સેમસિહ રાજય કરતે હતું, અને નં. ૧ ના લેખ ઉપરથી અનુમાન થાય છે તે મુજબ કૃષ્ણરાજ નહીં. વળી નં. ૧ ના લેખમાં પરમારની ગાથા કહી છે તે અહિ ધુમરાજને લાગુ પાડી છે.
૧ એ. ઈ. વ. ૮ ૫. ૨૦૪૭ છે. એચ. લ્યુડ.
For Private And Personal Use Only