________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आबुपर्वतना लेखो नं. १
१३१ (લે. ૩૪) ધંધુક, પ્રવભટાદિ અરિની ગજસેનાને પરાજય કરનાર ઉત્પન્ન થયા; તેમના કુલમાં કામદેવને જિતનાર મનરમ “રામદેવ” જન્મ્યા હતા. | ( ક. ૩૫ ) પૃથ્વીથી સ્વર્ગ પથત ભરેલા જેના યશઃ સાગરનાં મોજાંથી ચંદ્રનાં કિરણે લેપાઈ જતાં એવા આ નૃપને થશેધવલ નામે પુત્ર જે કામદેવને વશ ન હતું તે પ્રકટ અને માલવાને સ્વામિ બલાલ, ચૌલુકય નૃપ કુમારપાલ તરફ શત્રુભાવ રાખતે થયો છે તેમ જાણી તેણે તેને સત્વર નાશ કર્યો.
(લે. ૩૬) તેને વિશ્વમાં પ્રશંસા પામેલો, શત્રુગણુનાં ગળાં છેદવામાં અપ્રતિહત અસિધારાવાળે ધારાવર્ષ પુત્ર થયો. જ્યારે તે ફ્રધથી પ્રદીપ્ત થઈ રણક્ષેત્ર પર નિશ્ચલ રહેતે ત્યારે કૈંકણનાથની પત્નીએનાં નેત્રકમળમાંથી આંસુ પડતાં હતાં. | (લે. ૩૭ ) ખરેખર તે અવ્યાહત બલવાળે પૃથ્વી પર ફરી અવતરેલ દશરથને પત્ર રામજ હ; જે મારીચ માટે વૈરથી આ સમયમાં પણ મૃગયા ખેલવામાં આસક્ત મતિવાળો હતા.
( . ૩૮) તેને અનુજ પ્રહાદન હતું. તેણે સામંતસિહ સાથે રણભૂમિમાં ક્ષીણ થયેલા બળવાળા શ્રીમાન ગુર્જર નૃપનું દક્ષતાભરેલી તરવારથી રક્ષણ કર્યું હતું; અને દનુવંશના સર્વથી મહાન શત્રુ વિષગુનું ચારિત્ર પુનઃ ભૂમિ પર ઉજજવળ કર્યું. | (લે. ૩) હું નિર્ણય કરી શકતું નથી કે બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલી સરસ્વતી દેવીએ અથવા અભિલાષ પૂર્ણ કરનારી દેવેની કામધેનુએ પ્રહ્નાદનનું રૂપ ધારણ કરી પુનઃ પૃથ્વી પર જન્મ લીધેલ છે.
( . ૪૦) ધારાવર્ષને આ પુત્ર શ્રી મસિહદેવને જય થાઓ ! જેણે પિતાનું શૌર્ય, કાકાની વિદ્યા અને બનેની દાનશક્તિ પ્રાપ્ત કરેલી હતી. | (લે. ૪૧) બ્રાહ્મણના કર માફ કરીને અને શત્રુગણુને વિજય કરીને સેમસિંહ નૃપે ઇન્દુના પ્રકાશ જે યશ પ્રાપ્ત કર્યું, જે થશે પૃથ્વીને અજવાળતે છતાં ઈષથી મોહ પામતા શત્રુઓનાં મુખ પરથી મલીનતાનું હરણ કર્યું નહી.
(લે. ૪૨ ) તેના પુત્ર કૃષ્ણ રાજદેવનો જય હો !; જે કૃષ્ણરાજને પ્રતાપ અમાપ છે, અને જે યશ અને દયાથી આભૂષિત થયે હોવાથી, યશોદાથી અનુરક્ત વસુદેવના પુત્ર અને માતાથી અધિક પ્રતાપ વાળા શ્રીકૃષ્ણના સરખે લાગતા હતા.
(હે. ૪૩) વળી કુળમાં, વિનયમાં વિદ્યામાં, શૌર્યમાં, નિત્યદાનમાં વરતુપાલ જે બીજો કોઈ માણસ કઈ પણ જગ્યાએ મારા દૃષ્ટિપથમાં આવતો નથી.
પ્લે૪૪) આ શ્રેષ્ઠ સચિવથી, તેની પ્રિયતમા લલિતાદેવીને, પુલોમનની પુત્રીને ઈન્દ્રથી જયન્ત પ્રાપ્ત થયો હતો તેમ, વિનયસંપન્ન જયન્તસિંહદેવ પુત્ર થયો.
(લે. ૪૫ ) આ જૈત્રસિંહ, જેનું રૂપ કામદેવને જિતવા તલસે છે, અને જે વિનય અને જ્ઞાનથી વિમુખ બાળપણમાં પણ વિનય અને સદ્ગુણોને આવિર્ભાવ કરે છે, તે કેનું હદય નથી આકર્ષતે ?
(ા . ૪૬) શ્રી વસ્તપાલને પુત્ર જયન્તસહ-જે રૂપમાં કામદેવથી અધિક છે અને જે વાચકોને પ્રાર્થના કરતાં અધિક દાન આપે છે, તે એક કલ્પાયુષી થાઓ !
( . ૪) શ્રીમાન તેજપાલ મંત્રિ જેનાથી ચિતામણિ માફક પ્રજા નિશ્ચિત્ આનન્દ કરે છે તે ચિરકાળ સત્તાનો ઉપભોગ કરે.
For Private And Personal Use Only