________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति એમ ધારવાને એક વધુ પ્રમાણ મળે છે કે પહેલા ચૌલુકયે જિત મેળવીને ગુજરાત લીધું હતું અને પ્રબંધમાં કહ્યું છે તેમ પિતાના નજીકના સંબંધી છેલ્લા ચાત્કટને દગાથી મારીને નહિ. ૬ ટ્રા
શ્લોકમાં ચામુંડે સિંધના રાજાને લડાઈમાં હરાવ્યાનું કહ્યું છે. આ બાબત બીજા કેઈ લેખમાં આપી નથી, પણ અસંભવિત નથી. કારણ કે ચૌલુક્યના રાજયની પશ્ચિમની સીમા ઉપર સિંધ આવ્યું હતું, તથા ત્યાર બાદ ભીમદેવ અને તેનો પુત્ર કર્ણ બને ત્યાંના રાજાઓ સાથે તકરાર હતી. વલ્લભરાજ વિષે લેખમાં (શ્લેક ૭) કહ્યું છે કે તેણે માળવે ઉપર ચઢાઈ કરી હતી. આ હકીકત “ કીર્તિ કૌમુદી, ” “સુકતસંકીર્તન” તથા ત્યાર પછીના “પ્રબંધ 'માં પણ આપી છે, જ્યારે હેમચંદ્રનું આ વિષે મૌન છે. જ્યાં સુધી સોમેશ્વર અને અરિસિંહની સાક્ષીને તેની પહેલાંને પુરાવાનો ટેકો નહોતો મળે ત્યાં સુધી આ હકીકતમાં સંશય રહેતા હતા. હવે આ દંતકથાની સચ્ચાઈ ઉપર દોષારોપણ થઈ શકે તેમ નથી, દુર્લભરાજે લાટ જિત્યે એમ કહ્યું છે. પણ આ પરાક્રમનું વર્ણન બીજે કયાંઈ આપ્યું નથી. સાધારણ રીતે મધ્ય ગુજરાતને ચૌલુકયોના રાજય સાથે મૂલરાજે છેડયું, એમ ગણાય છે. આપણી પ્રશસ્તિમાં ભીમદેવે ધારા જિતવાનું લખ્યું છે તે પણ તેટલીજ જાણવા જેવી હકીકત છે. આ હકીકત પણ “કીર્તિકૌમુદી, સુકૃતસંકીર્તન” અને ત્યાર પછીના “પ્રબંધ' ની હકીકતને મળતી આવે છે. તેમાં લખ્યું છે કે ભીમે ભેજનો નાશ કરાવ્યા. આ બાબત હેમચંદ્ર લક્ષમાં લીધી નથી, તે વાત હવે નિરૂપાગી છે.
- દુર્ભાગ્યે જસંહ-સિદ્ધરાજ સંબંધી (૧૧-૧૩) ભૂંસાઈ ગયા છે. ફક્ત એક જ શ્લેક આખે છે. તેમાં કહ્યું છે કે તેણે માળવાના રાજા યશોવર્માને બંદિવાન કર્યું હતું, તથા તેને પારસમણિ અગર અર્ક મળ્યું હતું તે વડે પોતાની સર્વ પ્રજાનું ફરજ આપ્યું હતું. ૧૨ માં સૅક ઉપરથી જણાય છે કે ભૂતપ્રેત ઉપર તેની સત્તા હતી. આથી જણાય છે કે, હેમચંદ્રના દ્વયાશ્રય કાવ્યમાં છે તેમ, શ્રીપાલને પણ પોતાના સ્વામીને અલોકિક સત્તા આપવાની જરૂર જણાઈ હતી. કુમારપાલ સંબંધી પાંચ ઢેકે, ૧૪થી૧૮, તેણે મેળવેલી બે પ્રખ્યાત જિતની બહુ પ્રશંસા આપે છે. તેમાંની એક, ઉત્તરના, એટલે રાજપૂતાનામાં શાકંભરીસાંભરના રાજા અર્ણોરાજ ઉપર મેળવેલી, તથા બીજી પૂર્વમાં માળવાના રાજા ઉપર મેળવેલી હતી. માળવાના રાજાએ સ્વદેશનું રક્ષણ કરતાં પોતાની જીંદગી ગુમાવી હોય એમ લાગે છે, કારણ કે ૧૫ મા શ્લેકમાં કહ્યું છે કે, તેનું મસ્તક કુમારપાલના મહેલના દ્વાર ઉપર લટકાવ્યું હતું, તથા ૧૭ મા શ્લોકમાં પણ ફરીથી તેનાં છેટાયેલા મસ્તક વિષે લખ્યું છે.
આ બન્ને લડાઈએ બીજાં ઘણાં સ્થળે આપેલી છે. તેમ છતાં આપણી પ્રશસ્તિમાંથી જાણવું જરૂરનું છે કે, તે લડાઈએ વિક્રમ સંવત ૧૨૦૮ પહેલાં બંધ થઈ હતી. અત્યાર સુધી, માંડલના દાનપત્રના આધારે ફક્ત એટલું જ કહી શકાતું હતું કે, અરાજને વિકમ સંવત્ ૧૨૧૩ પહેલાં જિવવામાં આવ્યે હતો. હવે આપણે જાણીએ છીએ કે જયસિંહે અગાઉ ગુજરાત સાથે જેડી દીધેલા માળવામાં થયેલે બળ પણ પાંચ વર્ષ વહેલો દાબી દીધું હતું.
ક ૧૯ થી ર૯ માં બ્રાહ્મણોનાં પ્રાચીન રહેઠાણ નગર અથવા આનંદપુર તથા તેને ફરતા કુમારપાલે બંધાવેલા કિલ્લાનાં વખાણ, તથા તેના લાંબા આયુષ્ય માટેની ઈચ્છા દર્શાવેલ છે. આ નિંદપુર જેને હાલ સાધારણ રીતે વડનગર અથવા સંસ્કૃતમાં વૃદ્ધિનગર કહેવામાં આવે છે તે વડેદરા રાજ્યના કઈ ડિસ્ટિકટના ખેરાળુ મહાલમાં આવ્યું છે. હ્યુએન સીઆંગના પ્રવાસ (સી-યુકેિ, ૨. પા. ૨૬૮)માં તેના અસ્તિત્વની વહેલામાં વહેલી નેધ છે. ત્યાર બાદ થોડા સમય પછી તેનું નામ વલભીનાં જમીનનાં દાનપત્રોમાં આવે છે. અને જ્યાં શીલાદિત્ય ૬ ઠ્ઠા ધ્રુભટે તેનું (ગુપ્ત). સંવત ૪૪૭૪નું શાસન કાઢયું હતું તે કદાચ આજ આનંદપુર હેય.
x ઇ. એ. પી. , એ ૮૧ અને કે, ઈ ઈ. વ. ૩ પા. 1ણ વોર
For Private And Personal Use Only