________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
गुजरातना ऐतिहासिक लेख
અને પૂર્ણસ્વામી, આ ચાર ચરણના બ્રાહ્મણેાને ચતુર્વેદ વર્ગનું પહેલાં પાલન કરી, અલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે, અને મારાં માતાપિતાના અને મારા પુણ્ય યશની વૃદ્ધિ માટે, કાર્તિક પૂર્ણિમાને દિને પુષ્કળ પાણીના અર્ધ્ય સાથે અમે આપ્યું છે.
( પંક્તિ ૪૩) આથી અમારા વંશના કે અન્ય ભાવિ ભગપતિએએ, પ્રળ પવનથી પ્રેરિત ઉદધિના જલતરંગ જેવા ચંચલ જીવલેાક છે, વૈભવ અનિત્ય અને અસાર છે અને ગુણે દીર્ઘ કાળ સુધી ટકી રહે છે.એમ મનમાં રાખીને ભાગ અને ભૂમિદાનના સામાન્ય ફળની અભિલાષવાળા અને શશી જેવા ઉજજવળ ચિરકાળ સુધી રહેતા યશની પ્રાપ્તિની વાંછનાવાળાઓએ (ભાગપતિએએ ) આ અમારા દાનને અનુમતિ આપવી અતે તેનું રક્ષણુ કરવું જોઇએ. અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત ચિત્તવાળા જે આ દાન જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચમહાપાપ અને અન્ય નાનાં પાપને દ્વેષી થશે.
( ૫. ૪૬ ) ભગવાન વેબ્યાસ હ્યુ છે કે-ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વરસ વાસ કરે છે પણ દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વરસ નરકમાં વસે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિધ્યાદ્રિના નિર્જલ વૃક્ષનાં શુષ્ક કેટરમાં વસતા કાળો નાગ જન્મે છે. સગરના સમયથી ભૂમિના બટ નૃપાએ ઉપસેાગ કર્યો છે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અહીં પૂર્વ નૃપાએ કરેલાં ધર્મ, શ્રી, અને યશનાં ફળ દેનારાં દાન, ભેગ કરેલી માલા જેવાં છે. કયા સુજન તે પુનઃ પાછાં લઈ લેશે ?
( પં. ૫૦ ) સંવત્સર વસા અધિક એંસી, કાતક પૂર્ણિમાને દિને અમારી મુખઆજ્ઞાથી સંધિવિગ્નદ્રાધિકરણાધિકૃત ફૈત્રથી લખાયુ સંવત્ ૩૦૦ અને ૮૦. કર્ણાંક શુ. ૧૦ અને પ.
( પંક્તિ પ૨ ) દિનકરના ચરણુની પૂજામાં આનન્દ લેનાર શ્રીવીતરાગના પુત્ર પ્રશાન્તરાગના આ મહુસ્ત છે.
For Private And Personal Use Only