________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક
गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સંક્ષિપ્ત
એ” જેડી એ વાસુદેવને નમરકાર–વરાહ અવતારની સ્તુતિ. મૂલરાજના ચરણ સેવનાર દુર્લભરાજ અને તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર રાજા કર્ણદેવ રાજ્ય કરતો હતો તે વખતે લાટ દેશમાં નાગસારિકામાં દુર્લભરાજ સૂબે હતો. તે દુર્લભરાજ ચન્દ્રરાજને દીકરે અને ગાંગેય પૌત્ર હતા. ગાંગેય તે ચાલુક્યના વંશમાં નાના ભાઈને વંશજ હતા.
આ દુર્લભરાજે સ્નાન, પૂજા, સ્મરણ ઈત્યાદિ કરીને શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુ. ૧૧ વાર મંગળના રોજ તલભદ્રિકા છત્રીશીમાં આવેલું ધામલાચ્છા ગામ પંડિત મહિધરને દાનમાં આપ્યું. મહિધર બ્રાહ્મણ રુદ્રાદિત્યને ઢીકરો હતા અને તે વેદશાઅપારંગત હતા અને મધ્યદેશમાંથી આવેલો હતે. તેનું ગોત્ર માંડવ્ય હતું અને માંડવ્ય, ભાર્ગવ, અંગિરા ઉર્મ અને જામદગ્નિ, એ પાંચ પ્રવર હતાં.
તે ગામની પર્વે કાલા ગ્રામ, દક્ષિણે તેરણ ગ્રામ પશ્ચિમે આસ્વલસાઢિ અને ઉત્તર કછાવલી, એ ગામે આવેલાં હતાં.
બી” જોડી
વંશાવલિ પહેલાંની માફક મૂલરાજના ચરણ સેવનાર ચામુંડરાજ તેનાં ચરણું સેવનાર દુર્લભરાજ તેનાં ચરણ સેવનાર ભીમદેવ અને તેનાં ચરણ સેવનાર કર્ણદેવ બધા અમલદારો વગેરેને તેમ જ નાગાસારિકામાં તલભદ્રિકા છત્રીશીમાં રહેતા બધા બ્રાહ્મણે તેમ જ અન્ય વર્ગને જણાવે છે કે–વિ. સ. ૧૧૩૧ ના કાર્તિક સુ. ૧૧ ને દિવસે, ધામણુછા નામનું ગામડું, મધ્ય દેશમાંથી આવેલા વેદશાસપારંગત અને માંડવ્ય ગોત્રના મધુસૂદનના પૌત્ર અને રૂદ્રાદિત્યના દીકરા પંડિત મહીધરને દાનમાં આપેલું છે. તેની પૂર્વમાં ... ... ... દક્ષિણે તેરણગ્રામ, પશ્ચિમે આવલસાઢી અને ઉત્તરે છાવલી આવેલાં છે. આ દાન ચતુઃસીમા ચેકસ કરીને મેં આપ્યું છે, અને બધાંએ કબુલ રાખવાનું છે. કાયસ્થ વટેશ્વરના દીકરા કેક- ... ... આ દાન લખ્યું. દૂતક સન્ધિવિગ્રહના અધિકારી શ્રીમાનું ... . ગાદિત્ય હતે.
For Private And Personal Use Only