________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૌલુક્ય વંશના લેખો
નં. ૧૩૭ મૂલરાજનું દાનપત્ર
વિ. સ. ૧૦૪૩ માઘ વ. ૧૫ અણહિલવાડના ચૌલુક્યોનાં અગિયાર દાનપત્ર સંબંધી ઐતિહાસિક નેંધ રેવાકાંઠાના કામચલાઉ પિલિટીકલ એજન્ટ મેજર જે. ડબલ્યુ વોટસને થોડા સમય પહેલાં મને ખબર આપી કે ગાયકવાડના ઉત્તર મહાલના મુખ્ય ગામ કડીની ગાયકવાડી કચેરીમાં કેટલાંક જૂનાં તામ્રપત્રો ૫ડેલાં છે. ઓનરેબલ સર ઈ. સી. બેઈલીની વિનતિ ઉપરથી ગવર્નમેટ એક ઇંડીયાના ફેરીન સેક્રેટરી ડે શેર્નટને વડોદરાના એજન્ટ મારફત ગાયકવાડના દીવાન સર. ટી. માધવરાવ ઉપર વગ ચલાવી ૨૦ પતરાં એટલે કે નં.૧ અને નં.૩ થી ૧૧ એમ લેખો પ્રસિદ્ધિ માટે મેળવી આપ્યા. નં. ૨ પાલનપુરના પિ. એ. કર્નલ શોર્ટ રાધનપુરના દરબાર પાસેથી મેળવી આપેલ.
અત્યાર સુધીર અણહિલવાડના ચૌલુક્ય રાજાઓનાં ત્રણ દાનપત્રો પ્રસિદ્ધ થયાં છે?
(૧) કુમારપાલનાં નાડેલનાં પતરાં (૨) ભીમદેવ ૧ લાનાં કચ્છનાં પતરાં (૩) ભીમદેવ બીજાનાં અમદાવાદનાં પતરાં.
આટલાં સામટાં પતરાંની શોધ તેટલા માટે ગુજરાતના ઇતિહાસ માટે બહુ ઉપયોગી છે. બીજી વંશના કરતાં આ વંશની દંતકથાઓ વધુ પ્રમાણમાં જૈન પંચાયત મારફત સુરક્ષિત રહેલ છે. તોપણુ ઘણી ઐતિહાસિક હકીકત ઉપર હજુ વધુ અજવાળું પાડવાની જરૂર છે. આ વંશની ઉત્પ િતથા મૂલરાજ કેવી રીતે ગાદીએ આવ્યું તે પૈકસ થયેલ નથી. રાજાઓની સંખ્યા પણ શંકાસ્પદ છે. ભીમદેવના લેખમાં ૪ થા રાજા વલ્લભને છોડી દીધું છે. મુસલમાન ગ્રંથકારનું ગુજરાત ઉપર મહમુદ ગઝનવીની ચઢાઈનું વર્ણન જૈન ગ્રંથની સાથે બંધ બેસતું નથી. ભીમદેવ ર જાના રાજ્યને સમય અને વાઘેલા વંશની ઉત્પત્તિ સંબંધી પણ વિશેષ અજવાળું પાડવાની જરૂર છે. મી. મીનલોક ફાર્બસની રાસમાળામાં આ બાબત બહુ જ જુજ માહિતી છે. કારમુકે તેને સેમેશ્વરની કીર્તિકૌમુદી, રાજશેખરને પ્રબંધ કેશ અને હસ્તગણિનું વસ્તુ પાલચરિત ઉપલબ્ધ નહોતાં. આટલા માટે અહીં આ લેખોનાં અક્ષરાન્તર વિગેરે ઉપરાંત ઐતિહાસિક નોંધ મૂકવી જરૂરી છે. | ગુજરાતના ઘણાખરા જૈન કથાકાર લખે છે કે ગુજરાતને પહેલો ચૌલુક્ય રાજા, કનોજની રાજધાની કથામાં રાજકર્તા ભુવનાદિત્યના દીકરા રાજથી તથા અણહિલવાડ પાટણના છેલ્લા
૧ ઈ. એ. વ. ૬ ૫. ૧૮૦ છે. મ્યુલર ૨ ઈ. સ. ૧૮૭૭ ૩ ટોડ રાજસ્થાન છે.૧ પા. ૭૦૭ ૪ ફેબસ રાસવાળા વ. ૧ પા.૬ ૫ કચ્છને ઇતિહાસ આત્મારામ કે. ત્રિવેદીકૃત પા. ૧૭. ૬ અત્યાર સુધી નીચેના ગ્રંથ સુરક્ષિત છે—(૧) હેમચંદ્ર અને અભય તિલકને કયામય કોશ. લખે ઈ. સ. ૧૬૦ સુધાર્યો ઈ. સ. ૧૨૫૫-૫૬ ( ૨ ) સોમેશ્વરની કી તૈકૌમુદી ઈ.સ.૧૨૨૦ ૩૫ (૩) કૃષ્ણ ભટ્ટની રત્નમાલા ઈ. સ. ૧૨૭૦, (૪) મેરૂતુંગની પ્રબંધ ચિંતામણિ ઈ. સ.૧૩૨૮. (૫) મેરૂતુંગની વિચારશ્રેણી ઈ. સ. ૧૩૧૦, (૬) રાજશેખરને પ્રબંધકોશ ઈ. સ. ૧૩૪૦ ( ૭) હર્ષગણિનું વસ્તુપાલચરિત ઈ. સ. ૧૪૪૦-૪. (૮) જીનમંડનનું કુમારપાલચરિત ઈ. સ. ૧૪૩૫-૩૬ તથા તેમાંથી ગુજરાતી ઉતારે.
For Private And Personal Use Only