________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र
રાજાઓની હકીકત પણ આ દાનપત્રમાં બહુ ઉપયોગી છે. શક સંવત ૭૪૯ અને ૩૮૯ વચ્ચેના ટૂંકા સમયમાં જુદા જુદા વંશના પાંચ રાજાઓએ રાજ્ય કર્યું હતું. આ હકીકત એકલી જ એ બતાવવાને પૂરતી છે કે તે સમય વિપત્તિ અને લડાઈઓને હતો, અને કર્ક ૩ જે ઉત્તરાવસ્થાએ ગાદીએ આવ્યા હશે અને તેના પુત્ર અને પૌત્ર મોટા થયા કે તરત જ મૃત્યુ પામ્યો અગર મારી નાંખવામાં આવ્યું હશે. તે સિવાય અધી સદીમાં પાંચ વંશજો ગાદીએ આવી ગયા, એ અસંભવિત લાગે છે. ચાર નવીન રાજાઓની જે થડી હકીકત આપી છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેઓને બહુ મુશ્કેલીઓ નડી હશે. આપણુ દાનપત્રના દાતા ધ્રુવ ૩ જાને તેના શત્રુ વલભ અને બળવાખોર સંબંધીઓ સાથે લડાઈ થઈ હતી. ધ્રુવ ૩ જે પણ એક ખડીઓ રાજા હતો. રાઠોડનાં તામ્રપત્રો તથા સિલાહારના કાનેરના લેખો ઉપરથી અનુમાન થાય છે કે અમેઘવર્ષનું રાજ્ય આ સમય સુધી ચાલ્યું હતું. ત્રીજે શત્રુ, “ બલવાન ચૂર્જરો' એ અણહિલવાડના ચાવડા અગર ચાપોત્કટ હશે, કારણ કે ૯ મી સદીમાં ગુર્જર કહી શકાય તેવું બીજું કઈ રાજય ન હતું. કુણાજીની
રત્નમાલા ” મુજબ ઈ. સ. ૮૪૧ થી ૮૬૫ સુધી ખેમરાજ અગર ક્ષેમરાજે અણહિલવાડમાં રાજ્ય કર્યું હતું. અને ભરૂચ મેળવવા માટે ધ્રુવના અનુજની સહાયથી ઘણું કરી આજ ગુર્જરે મેહનત કરી હતી.
દાનમાં કર્માતપુર સાથે જોડેલાં ૧૧૬ ગામોનું પારહિણક ગામ જે જીભા નામના અધ્વર્યુ અગર યજુવંદના શિષ્ય તથા લાક્ષાયણ ગોત્રના બ્રાહ્મણને આપ્યું હતું. તેને હેતુ એક સત્ર અથવા સદાવ્રત ચલાવવાનો તથા ધાર્મિક ક્રિયાઓનું ખર્ચ કરવાનો હતો. તે મેળવનારના પિતાનું નામ નેન્નપ્ય (કદાચ નેન્નપ) અને તેના દાદાનું નામ દોદિધ હતું. પારાણક ગામની સીમામાં “ બ્રાહ્મણકુલનું નિવાસસ્થાન’ મટ્ટક આપ્યું છે. આ સુરતથી બારડેલીના રસ્તા ઉપર આવેલું અને મોટાલા બ્રાહ્મણોનાં અસલ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયેલું મેટા ગામ છે. આપણુ દાનમાં તાપી નદીની દક્ષિણ તરફના એક ગામનો નિર્દેશ કરેલો છે. તે ઉપરથી પુરવાર થાય છે કે ભરૂચના રાઠેડાના રાજ્યમાં દક્ષિણ ગુજરાતને સમાવેશ થતો હતો. આ હકીકત કાવી અને ગુજરાતનાં પતરાંએ અચોક્કસ રાખી હતી. હાલના સમયમાં પણ તાપી નદીની દક્ષિણમાં ઠડ કૃષિકારો મળી આવે છે.
આપણું દાનપત્રમાં સૂર્યગ્રહણનો ઉલ્લેખ આપેલ હોવાથી દાન આપવાનો દિવસ ચિક્કસ થઈ શકે છે. પ્રોફેસર જેકોબી અને ડો. બગેસ ખાત્રી પૂર્વક કહે છે કે તે તારીખ ઈ. સ. ૮૬૭ ના જીનની ૬ ઠી હતી, અને આ દિવસે સૂર્યગ્રહણ થયું હતું. આ શાસનને દૂતક શ્રી ગોવિંદ હતા.
For Private And Personal Use Only