________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६६
गुजरातना ऐतिहासिक लेख દાનપત્રમાં તેનું નામ ન હોવાથી પ્રેફેસર બુહરનું અનુમાન ચોક્કસ થાય છે કે, તેણે રાજ્ય પચાવી પાડ્યું હતું અને તેથી કર્ક ૨ જાના સીધા વંશજોએ એની દરકાર કરી ન હતી.
અમોઘવર્ષ, (શ્લેક ૧૦) એ, કર્ક ર જાનું ઉપનામ નથી, પણ તેના પિત્રાઈ અને ખંડીયાઓને રાજા શ(શક ૭૩૬-૯ )નું છે. તે રાષ્ટ્રકૂટને સીધે વંશજ હતે.
“ બળવાખોર રાષ્ટ્રકટો” ને અર્થ હું ગોવિંદ ૪ છે અને તેના અનુયાયીઓ કરું છું, અને કર્ક ૨ જાએ શર્વની મદદથી એ રાજ્ય પચાવી પાડનાર ગોવિન્દ ૪ થાને હરાવીને ફરીવાર શર્વના ખંડીયા તરીકે ગુજરાત ઉપર સત્તા જમાવી, જેવી રીતે તેણે પહેલાં ગોવિંદ ૩ જાના ખંડીયા તરીકે રાજય કર્યું હતું.
આંહિ સુધી, કર્ક ૨ જે ધવ ૨ જાને પિતા હતો, એવું મેં માની લીધેલું છે. લેખ નં. ૩ મુજબ, ઈન્દ્ર ૩ જાને ઉત્તરાધિકારી તેને પુત્ર કર્ક ૨ જે આવ્યું હતું, અને તેને ઉત્તરાધિકારી કર્ક ૩ જો અને ત્યાર પછી તેને પુત્ર ધ્રુવ ૨ જે આવ્યો હતે. લેખ નં. ૧ અને ૪ માં કર્ક ૨ જાનું નામ આપ્યું નથી, પણ કર્ક ૩ જાનું નામ આપ્યું છે. પરંતુ ધ્રુવ ૨ જાના દાનપત્રને લેખક અધિકારી તેના દાદાના નામથી અજાણ્યો હોય એ અસંભવિત છે. એટલે નં. ૩ ના લેખકે કર્ક ૨ જાના વર્ણનના શ્લોકો બે જાદા દાનપત્રના નમુનાઓમાંથી લીધા હશે એમ માનવું પડે છે. આ નમુનાઓમાંથી પહેલ નમુને જે નં. ૧ માં સંપૂર્ણ આપે છે, તે રાજ્ય પચાવી પાડનાર વિદ ૪ થાના સમયમાં લખાયું હતું, અને તે પહેલાંના રાજાઓની જુદી જુદી વંશાવળીઓ ઉપરથી તૈયાર કર્યો હતો. બીજો નમુને, જેના પહેલા અને છેલ્લા કે આ નવીન લેખ તથા લેખ નં. ૪ માં આપ્યા છે, તે ગેવિંદ ૪થાના પરાજય પહેલાં લખાયે હોઈ શકે નહીં. કર્ક ૨ જાને શક છ૩૪ ને વડોદરાનો લેખ આ બન્ને કરતાં જુદો ત્રીજો નમુને આપે છે. અને તે કર્ક ૨ જાનાં રાજયના પ્રથમ ભાગની તારીખને છે. ઉપરનાં કારણેને લીધે, કર્ક ૩ જાનું નામ ગુજરાતના રાષ્ટ્રના લિસ્ટમાંથી કાઢી નાંખવું જોઈએ. | ધવ ૨ એ, તેના પત્ર ધ્રુવ ૩ જાની માફક, ધારાવર્ષનું ઉપનામ ધારણ કર્યું હતું. આ દાનપત્ર તેણે કહ્યું ત્યારે તે શ્રી ખેટક નજીક સર્વમઙ્ગલા સત્તામાં રહેતા હતા. ખેટક એ હાલનું ખેડા છે." આ મુજબ, લાટ પ્રદેશ, જેના ઉપર ગુજરાતના રાષ્ટ્ર રાજ્ય કરતા હતા, અને જે ગેવિંદ ૩ જાએ ગુર્જર પાસેથી લઈ તે પોતાના નાના ભાઈ ઇન્દ્ર ૩ જાને આપ્યો હતો,તે ઉત્તર દિશામાં શેરી નદી સુધી અને દક્ષિણમાં તાપીના દૂરના કિનારા સુધી પ્રસરેલો હતે. મારી પાસેનાં સાહિત્યથી, આ દાનપત્રમાં જણાવેલાં બીજાં સ્થળો એળખાવવા હું સમર્થ નથી.
દાનપત્રની છેલ્લી બે પંક્તિમાં રાજાની સહિ છે તે ધ્યાન દેવા લાયક છે. તે દક્ષિણ હિંદના મૂળાક્ષરોને મળતા ચાલુ હસ્તાક્ષરમાં છે. અને બાકીના લેખમાં વપરાએલા પુરાતન અક્ષરેથી સદંતર જૂદી પડે છે.
૧ જુઓ ઉપરનું છે. ૧૨ પા. ૧૮૦ ૨ જુઓ. . ૧૨ પા. ૨૬ વ. ૧૩ ૫, ૧૩૩ ૩ . ૧૨ ૫, ૧૫૮ ૪ ઈ. એ. વ. ૧૨ પ. ૧૫૬ ૫ જુઓ ઈ. એ. જે. ૧૦ પા. ૨૭૮ ૬ આથી આપણે પડિત ભગવાનલાલ ઇન્દ્રજીની બુદ્ધિશાળી ધારણા પ્રમાણે જેની છેલ્લી તારીખ સંવત ૪૮૬ (ક્યા સમયની તે અજ્ઞાતછે) ઈ. સ. ૭૭૬ ને મળતી છે તે ગુર્જરવ એ વિષે સમજવાનું છે. આ કદાચ કોવિદ ૩ ન પહેલાં ૭૦ જ લગભગ .
For Private And Personal Use Only