________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख તેણે આખું જીવિત વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ જોઈ, ભૂમિદાન હોવાથી પરમ પુણ્યવાળું આ ધર્મદાન કર્યું છે, અનેjમહાસામન્તને અધિપતિ, સર્વ મહાશબ્દ ધારનાર પ્રભતવર્ષ શ્રીગોવિન્દરાજ પિતાની સાથે કઈ પણ સંબંધવાળા તેના સમરત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને આ શાસન જાહેર કરે છે –
તમને જાહેર થાઓ કે મેં ભરૂકછમાં વસી મારાં માતાપિતા અને મારા આલેક અને પરલોકમાં ફળ પ્રાપ્તિ, અને પુણ્ય યશની વૃદ્ધિ અર્થ, કાપીકામાં આવેલા કોટિપુરમાં આવેલું શ્રીમદ્જ્યાદિત્ય નામવાળા સૂર્ય ભગવાન(ના મંદિર)ને ખંડિત અને ફાટ પડેલા ભાગના સમારકામ માટે, ગબ્ધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યના ખર્ચ માટે થર્ણવિ નામનું ગામ જેની સીમા – પૂર્વે વટપદ્રકઃ દક્ષિણે જદ્વાણગામઃ પશ્ચિમે .. ..મગન અને કાલીયર ગામે ઉત્તરે રહણાડ ગામઃ આ ચાર સીમાવાળું આ ગામ, ... . .. સહિત, ... ... ... સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, દશ અપરાધના દંડના નિર્ણયની સત્તા સહિત, ઉgભવતી વેઠના હક્ક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પૂર્વ દેવો અને બ્રાહ્મણોને કરેલાં દાન વર્જ કરી, ભૂમિછિન્યાય અનુસાર, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણ મુક્ત, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, સાગર, સરિતાઓ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી ... ... . શક નૃપના કાળપછી સંવત્સર ૭૪૯ વૈશાખ શુદ્ધિ ૧૫ ને દિને નર્મદા નદીમાં સ્નાન કરી પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી આપ્યું છે.
આ શ્રી શ્રીગોવિન્દરાજના સ્વદુસ્ત છે. અને આ શ્રીગેવિન્દરાજની આજ્ઞાથી મારાથી સાંધિ વિગ્રહક શ્રી અવેલેકિતના પુત્ર કુલપુત્ર શ્રી યેાગેશ્વરથી લખાયું છે. અહીં દૂતક શ્રીકુમુદ છે.
૧ અનુવાદ કર્યા વગર અધુરે ભાગ, હમેશ મુજબ ભાવિ રાજાઓને સૂચનાઓના છે. અને ભૂમિદાન જપ્ત ન કરવા સંબણ મહાભારતના બક્ષે છે.
For Private And Personal Use Only