________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
કર
गुजरातना ऐतिहासिक लेख
તમને જાહેર થાએ કેઃ મારાં માતાપિતા અને મારા આ લેક તેમ જ પરલેાકમાં પુણ્ય યશની વૃદ્ધિ માટે, ખેટકમાં નિવાસ કરનાર મારાથી, બદાવીમાં વસતા, ભારદ્વાજ ગોત્રના, તૈત્તિરીય સબ્રહ્મચારી, ખાદદ્ધિ ઉપાધ્યાયના પુત્ર, સર્વ વેદશાસ્ત્રમાં નિપુણ અને ૧૪ વિદ્યામાં નિપુણુતા માટે પૃથ્વીમાં વિખ્યાત, પંડિત વલભરાજ અપર નાવાળા, ગોşિને અલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, અને અતિથિના પંચમહાયજ્ઞની વિધિ અનુષ્ઠાન માટે, મહી અને નર્મદાના વચ્ચેના પ્રદેશમાં આવેલું સમીપક નામનું ગામ જેની પૂર્વે-ગોલિકા ગામ: દક્ષિણે—ચારૂન્દક ગામઃ પશ્ચિમે-ભર્થાક અને ઉત્તર-ધાતુદ્ર ગામ ॥ અંતે માંડનિકા વિષયમાં આવેલું સમ્બન્ધી નામનું ગામ જેની પૂર્વે—સજોડક: દક્ષિણે—બ્રાહ્મણપલ્લિકાઃ પશ્ચિમ—કરાવ સહિકા અને ઉત્તરે-કાષ્ઠમંડપઃ આ બે ગામ તે આઠ સીમા પ્રમાણે ઉદ્રંગ સહિત, ઉપરિકર સહિત, દેશ અપરાધના દંડ સહિત, ભૂતવાતપ્રત્યાય સહિત, મજુરીથી ભૂમિની ઉત્પન્ન સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, સૈનિકાના પ્રવેશમુક્ત, સર્વ રાજપુરૂષોના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપભાગ માટે, પૂર્વે દેવા અને દ્વિજોને કરેલાં દાનવર્જ કરી, શકરૃપના કાળ પછી સંવત ૭૩૮, માઘ શુદ્ધિ ૧૫ ને ચંદ્રગ્રહણ સમયે આજે સ્નાન કરી, અનુîદન સહિત પાણીના અધ્યથી
અપાયાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પંક્તિ ૬૯-૭૫) આથી જ્યારે બ્રહ્મઢાય અનુસાર તે તેના ઉપભોગ કરે, અથવા ઉપભાગ કરાવે, ખેતી કરે, અથવા ખેતી કરાવે, અથવા અન્યને સોંપે ત્યારે કાઇએ તેને પ્રતિબંધ કરવા નહીં. તે જ પ્રમાણે અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ભૂમિદ્યાનનું ફળ ( સર્વ કૃપાને ) સામાન્ય છે અને અસ્થિર (ચલિત ) શ્રી, વિદ્યુત સમાન ચંચળ છે અને જીવિત ઘૃણાથે જળબિંદુ સમાન અસ્થિર છે એમ માની, અમારા દાનને પેાતાના દાન માફ્ક અનુમતિ આપવી અને રક્ષા કરવી. ઘનિતિમિરના અજ્ઞાનથી આવૃત થએલા ચિત્ત વડે જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પંચ મડ઼ાપાતક અને અન્ય અલ્પ પાપનો દોષી થશે. અને માટે વેદવ્યાસે કહ્યું છે કેઃ~~
( પંક્તિ_૭૫–૮૫ ) ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ આનન્દ કરે છે અને તે જસ કરનાર અને તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. જેએ ભૂમિદાન જપ્ત કરે છે તે વિંધ્યાના નિર્જલ વામાં શુષ્ક વૃક્ષેાના કેપ્ટરમાં રહેતા કાળા સૌ જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ માળ છે, પૃથ્વી વિષ્ણુની છે, અને ધેનુ સૂર્યની પુત્રીઓ છે. જે સુવર્ણ, ધેનું અને ભૂમિનું દાન દે છે તે ત્રણ ભુવન આપે છે. સગર આદિ બહુ નૃપાએ પૃથ્વીને ઉપભેાગ કર્યો છે. જે સમયે જે ભૂમિતિ તેને તે સમયે તેનું ફળ છે. આ સર્વ ધર્મ, અર્થ, અને યશ ઉપજાવનારાં પૂર્વના રૃપેએ કરેલાં દાન દેવાતે અર્પણ કરેલામાંથી શેષ સમાન અથ વા વાન્ત અન્ન સમાન છે. કયા સુજન તે પુઃ હરી લેશે ? હું નૃપ ! તારાથી કે અન્યથી દેવાએલી ભૂમિનું તું સંભાળથી રક્ષણુ કરઃ હું શ્રેષ્ઠ નૃપ ! ( દાનની ) રક્ષા દાન કરતાં અધિક છે. પુનઃ પુનઃ રામભદ્ર ભાવિ નૃપાને આમ પ્રાર્થના કરે છે—આ સર્વ નૃપેને સામાન્ય ધર્મસેતુ તમારાથી સદા રક્ષાવે જોઈએ. રાજયશ્રી અને જીવિત કમળપત્ર પરના જળાંબજ્જુ સમાન અસ્થિર છે એમ માનીને પવિત્ર મનના અને સ્વનિગ્રહવાળા જનાથી અન્યના યશનો નાશ ન થવે જોઈ એ.
( લીટી ૮૫–૮૭) આ( દાનપત્ર)ના દૂતક દાણુમ્મ છે. અને મહાસાંધિવિગ્રહિક શ્રીતેમાદિત્યથી આ લખાયું છે. આ મારા શ્રી ઈન્દ્રરાજના પુત્ર શ્રી ક રાજના સ્વસ્ત છે. [ એ જ ઉપર લેખલું સમ્બન્ધી ગામ રાણુહરીથી અપાયું હતું. ]
For Private And Personal Use Only