________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર જેના નાભિકમળમાં વેધસને વાસ થયે છે તે (વિ) અને હર જેનું શિર રમ્ય ઈન્દુકલાથી ભૂષિત છે તે તમને રક્ષે !
( પક્તિ. ૨) સ્વસ્તિ ! નિજ અન્વયને કતાં, વિમળ શ્રી રાષ્ટ્રોના વંશમાં જન્મેલ, દાનમાં શૂર, યુદ્ધમાં વીર ગેવિંદરાજ નૃપ હતો. તે એકલે વિજય કરનાર અને સાહસમાં પ્રીતિવાળે હતું તેને નૃપના વેશના ફળ સમાન સૈન્ય થયું. તે જ્ઞાનસંપન્ન હોવાથી દેવાધિપ શંકર સિવાય અન્ય દેવને પૂજતે નહીં.
( પંક્તિ. ૪) અને જ્યારે તે પુત્રપ્રાપ્તિની અભિલાષ રાખતો હતો ત્યારે–સદ્ગુણસંપન્ન, મહાયશવાળે, શ્રી કર્ક રાજનું ૨૫ અને ઉચ્ચ નામ ( તેના ) મુખ્ય પદ તરીકે અને અન્ય ગૌણ નામને પરિવાર ધારનાર, ભવની પ્રસાદીથી તેને એક પુત્ર જન્મ્ય. સૌરાજ્યની વાર્તા પ્રસંગે સમસ્ત જનેના કલ્યાણ અર્થે ઉન્નતિવાળું બલિનું રાજ્ય ઉદાહરણ તરીકે પૂર્વ અપાતું પણ હવે પૃથ્વીમાં આ નૃપનું રાજ્ય છે. કલિના પ્રસંગથી એક ચરણવાળા બનેલા વૃક્ષને (ધર્મને) હાલ પુનઃ ચાર ચરવાળે અને તેની ગતિમાં વિશ્વ વગરને તેણે બનાવ્યો તે અખિલ મનુષ્ય જાતે અત્યંત અદ્દભુત માન્યું. અને તે નવાઈ જેવું નથી કે તેણે યોગ્ય રીતે નિજ પ્રજાનું પૂર્ણ રક્ષણ કર્યું. કારણ કે વિશ્વને ૨ક્ષવામાં વિખ્યાત વિષ્ણુ તેના ચિત્તમાં વસતે. આ વર્તન તેને ઉચિત હતું. તેનું મન (આમ) એજ ( વિષ્ણુની સાથે એક જ હતું.
| પંક્તિ. ૯ ) તે ધર્માત્મા નૃપને પવિત્ર કૃષ્ણરાજ નામે પુત્ર જન્મ્યા હતા. તેણે વિમાગે પાએલા બધુજનને મૂળથી ઉખેડી નાંખીને નિજ ગોત્રના હિતાર્થે રાજ્ય પિતે લઈ લીધું. તે દ્વિ તરફ મિત્રતા રાખતો તેથી અદ્વિજ પણ દ્વિજ હોય તેમ શ્રેષ્ઠ વિપ્રને ઉચિત દાન ઉત્સુક બની વેદનું ગાન કરનાર જનેથી થતી વિધિઓ કરે છે. વાદળ જ્યારે તેની ઈચ્છાથી અધિક વૃદ્ધિ વરસાવે ત્યારે તેમનાં મન તે બંધ થાય તેમાં આતુર હોય છે તેમ તેના સેવકોને મહાન અભિલાષથી અતિ અધિક ધનવૃષ્ટિથી થતું. યુદ્ધની અભિલાષી અને શોર્યની ઉતાથી દીપ્ત યુએલા મહાવરાહને તે અતિ બળવાન સિંહ સમા નૃપે હરણ સમાન કરી દીધા. એલાપુર પર્વત ઉપરને તેને અદભુત નિવાસ જોઈને વિમાનમાં ગમન કરતા અમરે પણ વિસ્મય પામી અતિ વિચારથી કહે છે:--
! આ સ્વયંભુ શિવને નિવાસ છે, અને કૃત્રિમ સથાન નથી. શ્રી જે દેખાય તે આવી જ હાય.” ખરેખર તેના કૃતિકાર જેણે તે બાંધ્યું તે સિવ (પૂર્ણ) પ્રયત્ન પણ પુનઃ આવી કૃતિમાં નિષ્ફળ થાય! અહે ! તે મારાથી કેમ સિદ્ધ થયું છે ? એમ કહેતાં તે (કૃતિકાર) વિરમય પામતા, (અને તે કારણથી પૃપ તેના નામની સ્તુતિ કરતા, તેનાથી, ગંગાના પ્રવાહ, ઈન્દુનાં કિરણ અને કાલકુટવિપનાં ભૂષણવાળે ભુ જે ત્યાં નિવાસ કરતા તે રન, સુવર્ણ અને સર્વ લહમીથી અધિક મંડિત થતું.
(પંક્તિ. ૧૯) તે નૃપને મહાપ્રતાપી વવરાજ નામને પુત્ર જન્મ્યા હતા. તેના પ્રતાપને અગ્નિ તેના પ્રતાપથી તુણ સરખા થઈ ગએલા શત્રુઓને બાળી નાંખતે. લક્ષમીને પ્રસન્ન કરવા જે ચિન્તવન કરતે તે નિત્ય કૃતાર્થ થતો. અને તેમાં શું આશ્ચર્ય છે ? કારણ કે દરેક પુરૂષ સહાય વગર જ નિજ પત્નીને પિતાને વશ કરે છે.
(પંક્તિ. ૨૨) તેને સાક્ષાત મૂર્તિમાન્ યશ-ગોવિંદરાજ નામે પુત્ર હતા. તેણે પોતાના શત્રુઓ પાસેથી મનહર ગંગા અને યમુના પડાવી લઈને તે નદીઓથી સાક્ષાત્ ચિહ્નથી સ્પષ્ટ થતા ઉત્તમ પદની પ્રાપ્તિ કરી, અને તેના દેવી પ્રતાપવાળા ગુણો જે પ્રતિબંધ ન થાય માટે દેહ વિનાના હતા તે સર્વ પ્રદેશમાં પ્રસર્યા હતા. ખરેખર તે નૃપ જેણે સમસ્ત પ્રતાપી વીક શત્રુ
For Private And Personal Use Only