________________
અસત્ પરિણતિ ક્યાં ક્યાં ઊભી થાય છે?
તપને પણ ટપી જાય એવો તપ છે. એમાં કેટલો બધો સત્ત્વવિકાસ અને કેટલી બધી અદ્ભુત કર્મ નિર્જરા છે !’ સાંભળી ને હસી પડ્યા.
વાત આ છે, આશ્રવસ્થાનને સંવર સ્થાનમાં ફેરવી નાખતા આવડે, તો સમ્યપરિણતિ આવે. ગુરુએ ઠપકો આપ્યો, ત્યાં મનને ખોટું લાગે, તો એ આશ્રવસ્થાન બનાવ્યું. પરંતુ મનને જો એમ લાગે, મારા હિતનામાટે ઠપકો ગુરુ નહિ આપે, તો બીજું કોણ આપવાનું હતું ? એ કહે છે એ મારા હિતને માટે કહે છે, ને તેથી મારે જાગૃતિ રહે છે, ભૂલ સુધારવાની તક મળે છે,’ તો એ સંવરસ્થાન થયું.
આશ્રવમાં અસત્ પરિણતિ; સંવરમાં સત્ પરિણતિ. અસત્ પરિણતિ ભવનો વિસ્તાર કરે. સત્ પરિણતિ ભવનો સંકોચ કરે. જેમ મવાલીના સંબંધથી સારો માણસ પણ ખરાબમાં ખપે, એમ અસત્પરિણતિ સાથેનો બોધ ખરાબ.
પ્ર. - અસત્પરિણતિ હોય, તો એવું ન બને કે થોડો બોધ ખરાબ ને બાકીનો સારો હોય ? ઉ. ના, દૂધપાકના એક ખૂણામાં પણ ઝેર, આખા દૂધપાકને ઝેરી તરીકે ઓળખાવે છે. ત્યાં એમ નથી કહેવાતું કે ‘આટલા ખૂણામાંનો જ દૂધપાક ઝેરી છે, બાકીનો નહિ’ એ તો સમગ્ર દૂધપાક ઝેરી જ ગણાય છે. એમ અસત્ પરિણતિના સંબંધથી સમગ્ર બોધ અસુંદર ગણાય, પણ નહિ કે થોડો બોધ સારો, ને થોડો ખરાબ એટલે જ જમાલીએ જ્યાં ભગવાનનું માત્ર એક જ વચન ઉત્થાપ્યું, ને એનામાં અસત્ પરિણતિ ઊભી થઈ, ત્યાં હવે એનો માત્ર એ વચનનો જ બોધ બગડ્યો એમ નહિ, પણ એનો બાકીનો સમગ્ર બોધ બગડ્યો.
-
સારાંશ - હૈયામાં અસત્ પરિણતિ ઊભી થાય એ ઝેર છે, એ હૈયામાં સમગ્ર બોધને
79
અસમ્યક્ કરી નાખે છે.
અસત્ પરિણતિ ક્યાં ક્યાં ઊભી થાય છે? (૧) પહેલી તો સર્વજ્ઞ ભગવાનના એકાદ પણ વચનની ઉપેક્ષા-આવગણના કરવામાં અસત્ પરિણતિ ઊભી થાય, પછી સમગ્ર સર્વજ્ઞ શાસનની ઉપેક્ષા કરે, એને અમાન્યકરે, ત્યાં તો પૂછવાનું જ શું ?
(૨) સર્વજ્ઞશાસન-જિનશાસનને માન્ય કરવા છતાં, જો કામ, ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા, રાગ, દ્વેષ વગેરે કષાયની પરિણતિ ઊભી કરે, તો પણ પરિણતિ બગડી, અસત્ થઇ. આ કષાયોથી બહુ જ સાવધ રહેવા જેવું છે. એ કામ-ક્રોધાદિના સૂક્ષ્મ રૂપે આવે, તો પણ પરિણતિ બગડી ગણાય. દા.ત. બ્રહ્મચારી રુક્મીસ્ત્રીરાજાએ પરદેશી રૂપાળા રાજકુમારપર સહેજ રાગની દષ્ટિથી ક્ષણવાર પણ જોયું, તો ત્યાં સૂક્ષ્મ કામ આવ્યો. એની પરિણતિ બગડી.
એમ ક્ષમાશીલ માણસને કોઈ પૂછે, ભાઈ ! તમને પેલો બહુ બોલી ગયો છતાં તમને કેમ સહેજ પણ ગુસ્સો ન આવ્યો ? અને ત્યાં આ જો કહે કે ભાઈ ! આપણે તો ક્ષમાનું જ જીવન સૂત્ર રાખ્યું છે,’ તો આમાં સૂક્ષ્મ અભિમાન આવ્યું, ને એમાં અસત્પરિણતિ થઈ.
એમ ધર્મ કરવાની શક્તિ છતાં જો પોતે માને કે મારી શક્તિનથી. તો એમાં સૂક્ષ્મ માયાનું સ્વરૂપ આવ્યું, ને ત્યાં પરિણતિ બગડી. જીવને અસત્ પરિણતિઓ- અસત્ પરિણામો હિસાબ વિનાના થાય છે.
આમાં મોટો અસત્ પરિણામ મિથ્યાત્વનો છે, રાગ-દ્વેષની ગ્રન્થિનો છે. ત્યાં સર્વજ્ઞવચનની શ્રદ્ધા નથી, એટલે વેદ્યસંવેદ્યપદ નથી. સર્વજ્ઞ વચનની શ્રદ્ધા હોય, તો ખરેખરા વેદ્યનું સંવેદન થાય ને ? ગ્રન્થિ ભેઠે નહિ, ત્યાં સુધી આ આવતું નથી,