________________
સમદર્શી પૂજ્ય આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિ મહારાજને પ્રણામ કરી, સુગૃહીત ગુરુપરંપરાના ચરણે માથુ ઝુકાવી ‘શાસનદેવો રક્ષતુ મે યશઃ” ની પ્રાર્થના કરી ને કલમ મેં નહીં, પૂજ્યપાદ ગુરુદેવે જ પકડી છે, એવી મનોમન કલ્પના કરી અવતરણોના શબ્દો પકડી વિવેચનના માર્ગે ચાલવાનું શરુ કર્યું. પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અદશ્ય સાંનિધ્યે – એમના જ પુણ્યપ્રભાવે લખાણ પૂર્ણ થયું. શ્લોક છપ્પન સુધીનું વિવેચન પ્રથમ બે ભાગમાં પ્રકાશિત થયેલું. તે પછી શ્લોક ૯૦ સુધીનું વ્યવસ્થિત વિવેચનતૈયાર હતું. એ પછીના શ્લોકોમાટે મેંઅવતરણનીનોટોના શબ્દોને મારા શબ્દોમાં ઉતારવા પ્રયત્ન કર્યો. ગુરુદેવે તો પોતે મંથન કરી જે નવનીત તૈયાર કર્યું હતું, તે પીરસ્યું છે, જ્યારે વાચનાના શબ્દોમાં રહેલા ગુરુદેવશ્રીના હૃદયને-ચિંતનને પામવા પ્રયત્નશીલ મેં માત્ર શબ્દોનો જ સહારો લીધો છે. તેથી ઉદ્દભવતો સ્પષ્ટ ફરક વાચકવર્ગ તરત જ નોધી શકશે. ગા. ૧૭૪ પછી તો મને પૂ. ગુરુદેવશ્રીના વાચનામાં નોધાયેલ શબ્દોનો પણ સહારો મળ્યો નહીં, એટલે કે સીધા ચઢાણ ચાલુ થયા પદાર્થો ઉત્તરોત્તર વધુ સૂક્ષ્મ, અનુભવગમ્યને યોગીસહજ આવતા જાય, ને મારી પાસે જ્ઞાન, અભ્યાસને અનુભવની કંગાલિયતતા.... તેથી એસૂક્ષ્મતમ પદાર્થોને વિશેષતલસ્પર્શી અનુભવગમ્ય બનાવી આલેખવાની ક્ષમતા વિનાના મેં માત્ર શાબ્દિક અનુવાદરૂપે જ ઉતારવાની કોશિશ કરી છે. કેટલેક સ્થળેજે થોડો ઘણો વિસ્તારર્યો છે, તે પણ પૂજ્યપાદ ગુરુદેવશ્રીના વાંચેલા કેટલાક પુસ્તકો, સાંભળેલા પદાર્થોની ઝાંખી ઝાંખીયાદના આધારે છે. તેથી ઉત્કૃષ્ટ પદાર્થોનું સાવચીલાચાલુ અર્થમાત્ર અનુવાદન છે, તે સુજ્ઞાવાચકો તરત જ પારખી લેશે. પણ તે માટે ક્ષમા માંગવા સિવાય મારી પાસે બીજો કોઈ બચાવ નથી.
યોગવિષયક ગ્રંથમાં ડહાપણ ડોળવામાં ક્યાંક બકટ તો થઇ ગયો નથીને! એવો ડર સતત રહેતો. તેથી પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીની આજ્ઞાપૂર્વક આ લખાણ વિર્ય, સૂક્ષ્મતત્ત્વઅન્વેષક, યોગ અને યોગગ્રંથોના વિશિષ્ટ અનુભવી પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી જયસુંદર વિજયજી ગણિવર મહારાજ પર સંશોધનાર્થે મોકલ્યું.
તેઓશ્રીએ પણ ઉદારતાથી સમય ફાળવી સૂક્ષ્મસંશોધન કરી, યોગ્યસુધારાઓ સૂચવી અનહદ ઉપકાર ર્યો છે, અને ગ્રંથને આદેયરૂપતા બક્ષી છે.
પુરોવચન લખી આપી ઉપકારના શિખર પર ધજા ફરકાવી છે. તેઓશ્રીનો હું અત્યંત ઋણી
અત્યંત બાહોશ બેંજામીન, ફેંક્ષીને એક ઊંચી પોસ્ટ પરથી નિવૃત્ત થયા. એ પોસ્ટ પર | જેફરસનની નિમણુંક થઈ. એક પત્રકારે જેફરસનને અભિનંદન આપતા કહ્યું – ફ્રેંકલીનના સ્થાને આપ આવ્યા છો તે બદલ અભિનંદન! ત્યારે જેફરસને કહ્યું - દોસ્ત! એમના સ્થાને આવવાની મારી હેસિયત નથી, હું એમના સ્થાને નહીં, એમના અનુગામી તરીકે આવ્યો છું.
બસ, મારે પણ એ જ કહેવાનું છે, યોગના વિવેચનના વિષયમાં પૂજ્યપાદ ગુરુદેવશ્રીનું સ્થાન || અનન્ય હતું, મારું વિવેચન એમના સ્થાને નથી. મારી એ હેસિયત નથી. મેં માત્ર અનુગામી –
VII