________________
266
વિશ્ર્વ- વળી,
सर्वं परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । તલુ સમાસેન નક્ષળ સુવયુદ્ધોઃ ।।‰રા સર્વ પરવાં દુઃવું-તદ્રુક્ષળયોાત, સર્વમાત્મवशं सुखमत एव हेतोः । एतदुक्तं मुनिना समासेनસંક્ષેપેળ, નક્ષળ-સ્વરૂપ, મુઘલુ: વવોરિતિo૭રા
ગાથાર્થ : ટીકાર્ય : દુઃખના લક્ષણથી યુક્ત હોવાથી પરવરા બધું જ દુઃખરૂપ છે. અને સુખના લક્ષણથી યુક્ત હોવાથી જ આત્મવશ બધું જ સુખરૂપ છે. મુનિએ તે આ જ સુખ-દુઃખનું સંક્ષેપથી લક્ષણ બતાવ્યું છે.
દુઃખની ટૂંકી વ્યાખ્યા પરાધીનતા વિવેચનઃ સુખદુઃખની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા જ આ છે, જ્યાં જ્યાં પરાધીનતા છે, ત્યાંત્યાંદુ:ખ છે. જ્યાં જ્યાં સ્વાધીનતા છે, ત્યાં ત્યાં સુખ છે. વિષયોથી સુખ માનો, તો વિષયોની પરાધીનતા સ્વીકારવી પડે, કેમકે વિષયોની પ્રાપ્તિ જીવની ઇચ્છાને આધીન નથી, જીવના કબજામાં નથી. જ્યાં સુધી પુણ્ય છે, ત્યાં સુધી એ મળે છે. પણ પુણ્ય પણ કાયમ ટકતું નથી. ખલાસ થતું જાય છે. તેથી વિષયો કે વિષયો લાવનાર પુણ્ય, બંને જીવાધીન ન હોવાથી જ જીવ એ બાબતમાં પરાધીન છે. હવે આ પરાધીનમાંથી સુખ મેળવવાની ઇચ્છા થયા પછી પૂરી થાય જ તેવો નિયમ ન રહેવાથી જીવ દુઃખી દુઃખી થઇને જ રહેવાનો. તેથી જ કહ્યું છે કે જગતના તમામ સંયોગો અનિત્ય છે, નાશ- વિયોગથી જોડાયેલા છે. મરણની પોક ત્યાં જ પડે છે, જ્યાં જનમના વાજા વાગેલા. વિશિષ્ટ પુણ્યોદયે જીવનભર સાથે રહેનારા પણ વિષયો અંતે મરણ પછી સાથ છોડી દે છે. તો મરણ વખતે સાથે નહીં આવનારા વિષયો મરતાં જીવને વધુ દુઃખી કરે છે. આમ પરવસ્તુની આકાંક્ષા જ જીવને દુઃખી કરે છે. માત્ર એમ નહીં,
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ દીર્ઘકાલીન-પરંપરા ઊભી થાય એ રીતે દુઃખી કરે છે. કસાઇના બોકડાને મેવા-લીલું ઘાસ ખાવા મળે, પણ એનું પરિણામ શું ? હૃષ્ટ-પુષ્ટ થાય એટલે કરપીણ હત્યા. કેવું દુઃખ ? કેવી વેદના?
અરે ! આ તો સ્થૂલ વાત થઇ. જેમાંથી સુખની કલ્પના કરેલી, તે ન મળે ને દુઃખી થવાની વાત તો પછીની છે, પણ સૂક્ષ્મતત્ત્વના જાણકાર સુજ્ઞપુરુષો તો કહે છે કે તમારે પરાધીન સુખ ભોગવવા માટે તત્કાલમાં-વર્તમાનમાં પણ પર=બીજા તરફ જોવું પડે ! પરતત્ત્વની દાઢીમાં હાથ ઘાલી સુખી થવાની ચેષ્ટા જ તત્ત્વજ્ઞાનીને મહાદુઃખરૂપ લાગે. મહારાજાધિરાજ ભાખરીનો ટૂકડો મેળવવા ભિખારીની દાઢીમાં હાથ ઘાલે, એને મનાવે, એના જેવી આ અપમાનજનક-દુઃખદાયક સ્થિતિ લાગે.
પરાપેક્ષ સુખ મેળવવા જનારાઓની હાલત કેવી છે, શેઠ-શેઠાણી પૈસે ટકે સુખી, મોટરબંગલો બધું છે, પણ યુવાન દીકરો અકસ્માતમાં ગુજરી ગયો. બધું સુખ હવા હવા.... થઇ ગયું. કેમ કે દીકરાના હોવાપર સુખ માનેલું હતું. હવે કરોડો રૂા., બંગલો, મોટરગાડી બધું જ દુઃખરૂપ કષ્ટરૂપ લાગે છે. આ છે પરવશતાની રામકહાની !
મીરાબાઈને રાણાએ ઝેરનો પ્યાલો મોકલાવી કહ્યું – તારા ભગવાને આ મોકલ્યો છે. લો પી જાવ. મીરાએ મહેલાતમાં કે રાજસત્તામાં કે ઝર-ઝવેરાતમાં અરે જીવતાં રહેવામાં પણ સુખની ક્લ્પનાકરીનહતી. કેમકે આ બધું પરકીય છે. પરકીય જો સુખ દેવાની તાકાત નથી ધરાવતું, તો દુઃખ દેવાની તાકાત પણ ક્યાં એનામાં છે ? આ તત્ત્વવિચારણા હતી. માટે જ મીરાબાઈ ઝેરનો કટોરો ગટગટાવી ગયા. જ્યાંથી સુખની કલ્પના નથી, ત્યાંથી દુઃખની પણ સંભાવના નથી રહેતી. પરની અપેક્ષા છોડવાની છે, કેમકે ત્યાં સુખની કલ્પના માનીને અંતે દુઃખી થવાનું છે. તેથી જ