________________
12
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ સત્ત્વ દાખવી નિયમધર્મ સાચવ્યો, પ્રાણ જતા કર્યા, તો મરીને ૧ ૨માં દેવલોકે દેવ થયો.
સુદર્શન રોઠ પૂર્વભવમાં એજ ઘરમાં ઢોર ચારનારો નોકર. એને મહાત્માના મુખેથી ‘‘નમો અરિહંતાણં’’ સાંભળવા મળેલું, તે એની એણે એવી જીવંતરાણા બનાવેલી, કે પછીથી ઊંચી ભેખડપરથી નદીમાં ઝંપો મારતા નઠીની અંદરમાં ચીપકેલો લાકડાનો ખૂંટો પેટ ફાડી અંદર પેઠો, પ્રાણ સંકટ આવ્યું, પણ સત્ત્વથી ‘નમો અરિહંતાણં’ પદની રટણાનો ધર્મ ન છોડ્યો, તો મરીને એ જ ઘરમાં સાત્ત્વિક શિરોમણિ સુદર્શન શેઠ થયા. સત્ત્વનું ખંડલ અહીં કેવુંક લઇ આવ્યા, કે રાજાની રાણી એકાંતમાં પ્રાર્થના કરે છે લોભાવે છે, પરંતુ ‘વિષય સુખ જાઓ, શીલધર્મ ન જાઓ.' એ હિસાબથી અડગ રહ્યા. ત્યાં રાણીએ આળ ચડાવ્યું, રાજા શેઠને પૂછે – બોલો શી હકીકત છે? ‘જો હકીકત કહું, તો રાણીપર મોત જેવી સજા આવે, મારા શબ્દે મારો અહિંસાધર્મ ઘવાય’ એમ વિચારી શેઠ ન બોલ્યા, રાજાએ શૂળીની સજા કરી. શૂળીએ ચડવાનું થયું. પ્રાણસંકટ આવ્યું, છતાં શેઠ ‘મારા પ્રાણ જાઓ, પણ મારો અહિંસાધર્મ ન જાઓ,' એ નિર્ધારથી અડગ રહ્યા. આ શી રીતે બની શકતું હશે ? એમ આપણને લાગે, પરંતુ સુખશીલતાની બહુ પરવા ન રખાય, તેમ જ ધર્મમાટેની લાગણી અપરંપાર ઊભી કરાય, તો આ બનાવવું સહેલું છે. એવી લાગણીવાળો ધર્મનો અર્થી માન-અપમાનને બહુ નહિ ગણે. સુખનહિ’શીલતાને ફગાવી દેશે. ધર્મસામે પૈસાને તુચ્છ ગણરો. બહાર ગામથી મહારાજને વંદન કરવા ચાર સાધર્મિક આવ્યા, તો ભક્તિ કરવા દોડધામ કરે. મહાન સાધર્મિકભક્તિ ધર્મ આગળ પૈસા શી ચીજ છે ?
હજી ગામડાવાળા ધર્મની આવી કિંમત સમજે, પણ શહેરવાળાને કિંમત ઓછી, તે ધર્મ
તલવાર મારા ગળાપર’ રજપૂત ભૂંડાઓને કહે ‘છોડી દો એને, નહિતર એ મરશે,’ ગુંડાઓ જાણે ‘પોતાની પત્નીને આ શેનો મારે ?’ ન છોડી, ને સતીના કપડા ખેંચવા જતા હતા. ત્યાં રજપૂતે પત્નીનું ગળું ઉડાવી દીધું. ભૂંડા જોઇ રહ્યા.
શીલધર્મ સાચવવા ખાતર આમ સતીઓ પ્રાણત્યાગ કરે, એમયોગની ચોથી દૃષ્ટિમાં આવેલો ‘ધર્મઅર્થે પ્રાણ પણ જવા દે છે.’
મહારાજા કુમારપાળ નવરાત્રિમાં એક ખોડાનો ભોગ આપવા તૈયાર નહિ, કંટકેશ્વરીદેવી એમના કપાળમાં ત્રિશૂળ મારી તીવ્ર વેદના અને કોઢના સફેદ સફેદ ચાઠાં ઊભા કરી કહે ‘હજી માન, એક બોકડાનો ભોગ દઈ દે, તો જીવનમાં ઘણા જીવ બચાવી શકીશ, નહિતર આ કોઢિયો થઇ સવારેદુનિયામાં ફજેત થઇશ.' મહારાજકુમારપાળે સાફ ના કહી દીધી અને ઉદયન મંત્રીને બોલાવી કહે ‘ચિતા ખડકાવો, સવાર પડતાં પહેલાં મારા શરીરની રાખ કરીનાખીશ.’ ‘ધર્મઅર્થે ઈહાં પ્રાણને જી છડે, પણ નહિ ધર્મ.’
न धर्मं प्राणसंकटे
ગ્રંથકાર કહે છે દીપ્રાદષ્ટિવાળો જેમ ધર્મ ખાતર પ્રાણ પણ જતા કરે, એમ પ્રાણના સંકટમાં પણ ધર્મ જતો ન કરે, ‘ધર્મ સાચવવા પ્રાણ જાઓ, પણ ધર્મ ન જાઓ,’ આ ટેક હોય છે. જેમ પેલી સતીએ શીલ સાચવવા મોત વધાવી લીધું, શીલ ભંગાવા નદીધું, એમ પ્રાણસંક્ટમાં પ્રાણજતા કરે, પણ ધર્મ ન જતો કરે. ધર્મ સાચવી લે.
વંકચૂલ ચોરને ‘રાણીસાથે દુરાચાર એવી ખાધા, તે રાણીવાસમાં અડગ રહ્યો, તો રાજાનો મંત્રી બન્યો, હવે, ‘કાગડાનું માંસ ન ખપે.’ એવી બાધા હતી ને જીવલેણ પીડા આવી. વૈદ્ય કહે ‘કાગડાના માંસમાં દવા લો, તો બચી જશો, નહિતર મરશો.’ પ્રાણસંકટ આવ્યું, પરંતુ વંકચૂલે