________________
248
સાસરે જાય એટલે બધા ગણિત ફરી જાય. બાપનું ઘર પરાયું લાગે, સસરાનું-વરનું ઘર પોતીકું લાગે. એમ આત્મદૃષ્ટિ ખુલે એટલે ગણિત ફરી જાય, કાયાના અત્યારસુધી ચાલતા ગણિતો બંધ થઇ જાય. તેથી એને આધારે ઇંદ્રિયોને ખુશ રાખવા વિષયો અને બાહ્યભાવો તરફ જે દોડાદોડ હતી, અને મળવાપર જે ગળગળિયા હતાં, તે હવે વ્યર્થ, નુકસાનકારી લાગે.
આ બદલાયેલા ગણિત પર પ્રદેશી રાજા ગંભીર બની ગયા છે. હવે સૂર્યકાંતા રાણીને રમાડતાં નથી. પરિણામે સૂર્યકાંતા રાણીને પ્રદેશી રાજાપર અપ્રીતિ થઇ. ‘હવે આ મારા કામના રહ્યા નથી’ એવી લાગણી થઇ. અંતે પોતે જ પ્રદેશીને મારી નાંખ્યા.
આમ પહેલા પહેલા આસ્થિરા દર્શનથી અને તે મુજબના વ્યવહારથી જગતને અપ્રીતિ થાય તેમ બને. જગતને તમારો વ્યવહાર સ્વીકાર્ય ન બને, તે શક્ય છે.
પણ પછી એ દર્શન આગળવધે, એમ તમારા બાહ્ય ભાવો પ્રત્યેના ઉદાસીનતાભરેલા વ્યવહારનો વ્યાપ ફેલાતો જાય, સતત અને સહજ બનતો જાય, ગંભીર મનોવૃત્તિ અકૃત્રિમતાનો નિશ્ચિત બોધ કરાવતી જાય, તેમ તેમ સમજુ સ્નેહીવર્ગ પણ જો તદ્દન અયોગ્ય ન હોય, તો તમારી મનોવૃત્તિને સમજી જાય. ‘ભઇ ! આ છતે વૈભવે એમાં રસ વિનાના થયા છે, તે સાધુવૃત્તિ છે. ખરેખર ઊંચી ભૂમિકાએ પહોચ્યા છે’ પછી સ્વજનો પણ તમને અનુકૂળ થતાં આવે, એટલું જ નહીં, તમે ઉદાસીન ગંભીરભાવવાળા હોવા છતાં, માત્ર એમને રાજી રાખવા કેટલીક પ્રવૃત્તિ આદરો, ત્યારે તેઓ અત્યંત પ્રસન્ન પ્રસન્ન થઇ જાય છે.
વર્ધમાનકુમારને (શ્રી મહાવીરસ્વામીને ત્રિરાલામાતા હીરા-માણેકના હાર પહેરવા આપે એમના ગળે નાંખે, ત્યારે વર્ધમાનકુમારને આહાર
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
ભારરૂપ લાગે છે, એમાં કોઇ રસ જ નથી, છતાં માનું મન રાખવા પહેરે. ત્યારે ત્રિશલામાતા રાજી થાય, ‘મારા લાલને આ હાર પહેરવાની કોઇ રુચિ જ ન હોવા છતાં મને ખુશ રાખવા પહેરે છે.’ આ વિચાર જ ત્રિશલામાતાને આનંદ આનંદ પમાડી દે.
આમ દર્શન-વ્યવહાર બદલાવાપર પ્રથમ અપ્રીતિ-વિરોધ અને પછી પ્રેમપૂર્વક સ્વીકાર, એ
જગતની નીતિ છે.
છઠ્ઠી દષ્ટિને પામેલાનો સમ્યગ્દર્શનના પ્રભાવે વ્યવહાર વ્યાપક રીતે બાહ્યના રસ વિનાનો ને અત્યંતરના રસવાળો હોય છે. આમકાન્તા દૃષ્ટિના પ્રભાવે વ્યાપકરીતે ઉદાસીનભાવ પ્રગટ થાય છે.
તેથી જ આ દૃષ્ટિ લાવવા ઇચ્છનારે પોતાની આ દષ્ટિની વ્યાપક અસર વિચાર, વાણી અને કાયા-વ્યવહારપર લાવવી જરૂરી છે.
તેથી કોઇ પ્રતિકૂળ વ્યવહાર કરવા આવે, ત્યારે આપણા વિચાર પણ આ દૃષ્ટિની અસરવાળા હોય, વાણી-આપણા બોલ પણ એને ઠારનારા હોય, ધર્મભાવનાથી ભિંજાયેલા હોય. આપણે કાયિક વ્યાપાર- ચેષ્ટા પણ એને અનુકૂળ હોય.
આ દૃષ્ટિની અસર હોય, તો સાંભળવા મળે કે ફલાણા માણસે ઢીકણા માણસને આટલા રૂપિયામાં નવડાવી નાંખ્યો. ત્યારે બીજાઓ ભલે એમ કહે, કે એ નાલાયકને તો સીધો દોર કરી નાંખવો જોઇએ, આ દષ્ટિવાળો તો એ જ વિચારે, કે બીચારો કર્મથી પીડિત છે, કે જેથી આવા ઉત્તમ જન્મમાં આવી ડાંડાઇ – હલકાઇનું કામ કરવું પડ્યું! આમ લેશમાત્ર દ્વેષ ન આવે.
લલિતવિસ્તરા ગ્રંથમાં કહ્યું છે, કે ધર્મનો અર્થી કોણ હોય ? જે ધર્મબહુમાનવાળો હોય તે. ધર્મપર બહુમાનવાળો જ ધર્મનો ખરો અર્થી છે, સામાયિક પર બહુમાનન હોય, તે સામાયિકધર્મનો અર્થી નથી.