________________
નિષ્પન્ન યોગીના લક્ષણો
શ્રાવક હતા. રોજ વ્યાખ્યાનમાં સમયસર હાજર થઇ જ જવાનું ! ગુરુ ભગવંતને શ્રાવકો ભેગા કરવાવ્યાખ્યાન માટે શ્રાવકોની રાહ જોવા ફાંફાં ન મારવા પડે, તેથી પોતે બીજા બે ચારને પણ સાથે લાવે. એકવાર પ્રવચનમાં પા કલાક- અડધો કલાક મોડા પડ્યા. વ્યાખ્યાન પૂરું થયે ગુરુમહારાજે પૂછ્યું આજે કેમ મોડા પડ્યા ? છોટુભાઇએ સહજતાથી કહ્યું - બાપજી, મહેમાનને વળાવવા ગયો હતો.
મહારાજ સમજે કે મોટા શેઠ છે, તેથી કોઇ આડતિયો વેપારમાટે આવ્યો હશે, તે વળાવવા ગયા હશે. તેથી ટકોર કરી. ત્યાં બાજુમાં બેઠેલા માણસે ખુલાસો કર્યો- સાહેબ ! આ મહેમાન એટલે જૂવાનજોધ છોકરો. એમનો જૂવાનજોધ છોકરો ગુજરી ગયો છે, તે વળાવવા એટલે સ્મશાને લઇ ગયેલા.
મહારાજ સાહેબ તો આ સાંભળી સડક થઇ ગયા. છોટુભાઇ શેઠને જોતા રહી ગયા. શેઠના હૈયામાં જરા ય અરેરાટી નહીં, વાણીમાં જરાય દીનતા નહીં, કેમ ? સમજતા હતા, ભાગ્યમાં લખાયા મુજબ થાય, એમાં અકળાવાનું શું? આ હતું, તેથી દીનતા ન હતી. તેથી વાણી સૌમ્ય હતી. આમ આ દષ્ટિમાં તન કાંતિયુક્ત, મન પ્રસન્નતાયુક્ત અને વચન સૌમ્યતાયુક્ત હોય. આ બધા આ યોગદષ્ટિ પામ્યાના પ્રાથમિક ચિહ્નો છે.
(૯) નિષ્પન્ન યોગીના લક્ષણો :- હવે આગળ કહે છે, ચિત્ત મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ્યથી ઉભરાતું હોય.
જગતના જીવોને જોતાં હૈયાના હેત ઉભરાય, નિતરતો સ્નેહ છલકાતો હોય, આ મૈત્રીભાવના છે. દુઃખીને જોઇ હૈયું જે દયાથી ભરાઇ આવે, અને દુઃખ દૂર કરવાની તીવ્ર ઇચ્છા થઇ આવે એ કરુણા.
સામી વ્યક્તિમાં એક પણ ગુણ જોઇને એના પર આનંદ થવો તે પ્રમોદભાવના છે. આ આવે,
237
તો કદી ઇર્ષ્યા ન થાય. દોષો જાહેર કરવાનું મન ન થાય. પ્રમોઠભાવ એટલે માત્ર ગુણ જ જોવાના અને તેમાં જ હૈયાને હરખાવવાનું. જેને જગતમાં જે કંઇ દેખાય, એમાં સારું જ દેખતા આવડે; એ જ આ કરી શકે. કૃષ્ણ મહારાજાને દુનિયાને સડી ગયેલી બિભત્સ દેખાતી કૂતરીમાં પણ સફેદ દૂધ જેવા દાંત દેખાયા. અને એ દાંતની પ્રરાંસા કરવાનું મન થઇ ગયું. આ પ્રમોદભાવ છે.
તમે દેરાસરમાં ચૈત્યવંદન કરો છો, ને કોઇ આવી ગભારાપાસે ભગવાનના તમને દર્શન ન થાય એમ આડો ઊભો રહી ગયો. ત્યારે પ્રમોદભાવ હોય, તો વિચાર ઉઠે - અહો, આ સંસારથી બળેલો-ઝળેલો અહીં પ્રભુદર્શનથી પોતાની જાતને કેવી ઠારે છે ! વાહ ! આ વિચાર ઉઠે, તો એનાપર ગુસ્સો ન આવે. આ સારું જોવાની વૃત્તિ ઘડી હોય, તો નરસું જોવાની વૃત્તિ નાબૂદ થાય. અને તો બીજાના દોષો જોવાને બદલે ઉપેક્ષિત કરવાનું મન થાય. આથી આવે માધ્યસ્થ્ય ભાવના. આ ભાવના તો સાચી ઠરે, જો મગજમાં બીજાના દોષ લઇએ નહીં. આ ધર્મના પાયાની વાત છે. બીજાની નરસી વાત જોવા-સાંભળવાની તો નહીં, પણ વિચારવાની ય નહીં.
(૧૦) આચાર ભાવનાથી વાસિત થયેલું ચિત્ત પછી વિષયોમાં જતું નથી. જેને અંદરનું જોતા આવડી ગયું છે તેને બહાર ગમતું જ નથી. અંખડ પરિવ્રાજકે રાજગૃહીના ચાર દ્વારપર ક્રમરાઃ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને તીર્થંકરના રૂપની માયાજાળ રચી. આખું નગર એ જોવા ઉભરાયું. પણ સુલસા ગઇ નહીં. એક જ વિચાર ‘મારે મારા ભગવાનનું ઘણું જોવાનું છે. તેમાં ફૂરસદ નથી મળતી, તો ક્યાં બીજું જોવા જાઉં ?' આ છે વિષયોમાં અપ્રવૃત્ત ચિત્ત.
(૧૧) વળી આ યોગમાં પ્રવૃત્ત થયેલો