________________
204
ગોઝારી ગણો. બીજાના સારાની માત્ર અનુમોઠનાથી નહીં ચાલે, કેમકે એટલાથી મનના સ્વાર્થને ઘસારો નથી પહોચતો, સક્રિયરીતે મનને બીજાના સારામાં જોડો. (૩) મનની ત્રીજી દુષ્ટતા છે અવૃત્તિ, જે વિનય- કૃતજ્ઞતાને ચુકાવે છે. ઉપકારીઓ અને ઉત્તમપુરુષોપ્રત્યે પણ સદ્ભાવ, સેવા, આજ્ઞાંક્તિતા વગેરે ન આવવા દેનાર આ અહંકાર છે. આના જ કારણે ઉત્તમપુરુષોનો થયેલો યોગ પણ નિષ્ફળ જાય છે. માટે મનને સંસ્કારિત કરવા, અને અહંકાર મુક્તકરવા, ઉત્તમ ઉપકારી ગુરુઓની પરાધીનતામાં રાખવાની જરૂરત છે. તેમાટે આ ત્રીજો ગુરુજનપૂજાનો માર્ગ બતાવ્યો.
આ ત્રણ કર્યા વિના ક્રિયાઓ કરીશું તો તે ઉપરછલ્લી રહેશે, અંતે પરભવમાં શું લઇ જવાનું રહેશે ? એ જ કાઠુ મન... ક્રિયાઓના કારણે પુણ્યના પડીકા મળશે, પણ પરિવર્ત્તન નહીં મળે. આ ભવ મનના પરિવર્તનમાટેનો છે.
મન ઔયિક ધર્મોને પકડીને બેઠું છે. ક્રોધ, સ્વાર્થ આ બધા ઔઠયિક ધર્મો છે. ધર્મો મુખ્યતયા ત્રણ પ્રકારના છે. (૧) ઔદયિક-કર્મોના ઉદયથી આવતા ધર્મો, જેમકે જ્ઞાનાવરણકર્મના ઉદયથી જ્ઞાનાવરણ. દર્શનાવરણના ઉદયથી દર્શનાવરણ વગેરે... એમાં મિથ્યાત્વવગેરે જાતજાતના મોહનીય કર્મોના ઉદયથી મિથ્યાત્વ, ક્રોધવગેરે ધર્મો આવે છે. આ બધા ધર્મો ઘાતિકર્મોના ઉદયથી પ્રાપ્ત થાય છે. (૨) મોહનીયકર્મના ક્ષયોપશમથી ચારિત્ર પ્રાપ્ત થાય, એટલે મોહનીયજન્ય ઔયિક ધર્મો ઘસાતા જાય છે, અને ઉત્તમ ક્ષમાવગેરે ૧૦ યતિ ધર્મો ક્ષયોપરામભાવે પ્રાપ્ત થાય છે. આમ ક્રોધવગેરે ઔયિક ધર્મો જાય અને ક્ષમાવગેરેક્ષાયોપશમિક ધર્મો આવે.
એ ક્ષાયોપરામિક ધર્મોનું વારંવાર સેવનપરિશીલન કરતાં કરતાં વિશિષ્ટ સામર્થ્ય પ્રગટે ત્યારે
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
(૩) ક્ષાયિકધર્મો પ્રાપ્ત થાય છે. ઘાતિકર્મોના ક્ષયથી પ્રગટ થતાં ધર્મો ક્ષાયિક છે જેવા કે વીતરાગતા, વીતદ્વેષતા વગેરે. આપણે આરાધના ક્ષાયોપામિક ધર્મોદ્વારા ક્ષાયિક ધર્મોમાં જવામાટે કરવાની છે.
ક્રોધ નામના ઔયિકધર્મમાંથી ક્ષાયોપશમિક ક્ષમા પામી ક્ષાયિક ઉપરશાન્ત ભાવના ધણી થવાનું છે. આ માટે ભગવાનવગેરે મહાપુરુષો આલંબનભૂત છે. એમને નજર સામે રાખવાના છે. પાલક પાપીની ઘાણીમાં પિલાતા મુનિઓને સ્કન્દકાચાર્યે નિર્યામણા કરાવી. તેઓ ક્ષાયોપામિક ક્ષમામાંથી સ્વભાવભૂત-સહજ બનેલ ક્ષાયિક ઉપશમભાવમાં પહોંચી ગયા. આત્મા અને શરીર વચ્ચેનો ભેદ ઓળખીને અને હાડકા કડકડ તૂટી રહ્યા હતા, ત્યારે ભગવાન મુનિસુવ્રતસ્વામીને- એમના ઉપદેશને નજર સામે લાવીને ક્ષમાને સ્વભાવભૂત બનાવી દીધો.
આ જ વાત નજરમાં રાખો. આપણને કર્મ સાથે કે શરીરસાથે કોઇ લેવા-દેવા નથી, શુદ્ધ આત્મસ્વભાવભૂત ગુણો- ધર્મોસાથે જ લેવા દેવા છે. ને આ ભવમાં એ જ કરવું છે કે કેવી રીતે મારા સ્વરૂપયોગ્ય ગુણો પ્રગટરૂપતાને પામે! આત્મામાં ધરબાયેલા અનંત ગુણો કેવી રીતે બહાર આવી વિકસે ? જે અત્યારસુધી દુષ્ટતા, સ્વાર્થીપણું, અહંકારવગેરે સહજ હતા, વગર ભણ્યું કે અભ્યાસ કર્યો અવસરે હાજર થઇ જતા હતાં, તે બધા કેવી રીતે ભૂલાતા જાય, ઘસાતા જાય અને એના પ્રતિપક્ષીગુણો સહજ થતાં જાય ? બસ આ જ લગની હોવી જોઇએ, તો આપણે ક્ષાયોપરામિક ગુણો આ ભવમાં અને તેના દ્વારા ક્ષાયિક ગુણો પરભવમાં પામી શકીશું.
આ લગની હોય, તો પરભાવમાં– ઔદયિકભાવોમાં મન જાય નહીં. નાની-મોટી કોઇ પણ