________________
200
પરપીડાનો ત્યાગ વિવેચન : ઝીણામાં ઝીણી સાવધાની કેળવવાથી જ બીજાઓને સૂક્ષ્મ પણ પીડા આપવામાંથી બચી શકાય. પણ એટલાથી ન ચાલે. બીજાના ભલામાટે પણ પ્રયત્ન કરવો. જોઇએ. આપણી શક્તિ કે આપણી વસ્તુ બીજાઓના ઉપયોગમાં આવે, તો પરોપકાર થાય.
જીવમાં અનાદિકાલથી કનિવૃત્તિ પડેલી છે. હું મારું કરી લઉં ! મારું કામ થઇ જાય, પછી મારે બીજા સાથે શી લેવાદેવા ? આ સ્વાર્થાંધવૃત્તિનું કારણ છે હૃદયની સંકુચિતતા. આ વૃત્તિ હૃદયપર મોહરાજે ઢાંકેલું ઢાંકણું છે. જેમ સાંકડા મોવાળો કે ઊધો ઘડો વરસાદમાં પણ પાણીથી ભરાતો નથી, તેમ મોહના આવા ઢાંકણથી સંકુચિત અને આવૃત્ત થયેલા હૃદયમાં જ્ઞાન- વિવેક ક્યાંથી આવવાના ?
આ સંકુચિતતા હોવાથી હૃદયમાં ગુણો આવતા નથી. ગુણોને આવવા, ટકવા અને વધવા માટે વિશાળ હૃદયની જરૂર છે, વિશાળદયવાળી વ્યક્તિ જ વિચારી શકે, કે જેમ હાથી અને ઉંદરને પણ કાયા મળી છે, પણ એ કોઇના કામમાં આવતી નથી, તો એ કાયા શીકામની? એમ મારી કાયા જો બીજા માટે ઘસાઇ છૂટે નહીં, તો એ મારી કાયા શી કામની ?
જચવીયરાય સૂત્રમાં પરાર્થકરણનો ગુણ પ્રાપ્ત કરવામાટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે મોક્ષમાર્ગના સાધક માટે પરાર્થકરણ કેટલું બધું આવશ્યક છે? અલબત્ત, જયવીયરાયમાં પરપીડાત્યાગ અલગ બતાવ્યો નથી, પણ ત્યાં એનો સમાવેશ પરાર્થકરણમાં કર્યો છે, કેમકે પોતાના તરફથી બીજાને પીડા ન પહોંચે, એ પાયો છે. એના આધારે જ પરાર્યકરણ ગુણ ઊભો થાય છે. નહીંતર તો પરપીડા ઊભી રાખી, પરાર્યકરણગુણ તો સોટી મારી મલમ લગાડવા જેવો બની
ન
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
રહે. તેથી પરપીડાત્યાગ તો જોઇશે જ. પરાર્થકરણ
મુમુક્ષુએ ન્યાયપૂર્વક મહાપુરુષોના જે માર્ગે આગળ વધવાનું છે, તે માર્ગનું પ્રથમ પગથિયું પરપીડાત્યાગ અને બીજું પગથિયું પરાર્થકરણ છે, આના દ્વારા નક્કી થાય છે કે મહાપુરુષ થવા અને મોક્ષમાર્ગે આગળ વધવા હૃદયની વિશાળતા પાયાની જરૂરિયાત છે. પણ એમાં ય પડ-ગ્રહ ત્યાગ જરૂરી છે. કારણ કે પકડ હોય ત્યાં હૃદયની વિશાળતા ન હોય. અને તો પરપીડાત્યાગ વગેરે ગુણો પણ આવે નહીં.
મેઘકુમારનું કલ્યાણ કેવી રીતે થયું ? રાતે દુર્ધ્યાનમાં ચઢી ગયા હતા. આવતા-જતા સાધુઓના પગ લાગવા- ધૂળ પડવી વગેરેના કારણે દીક્ષાની પ્રથમ રાતે જ ઉધ ન આવી, લાગ્યું કે સંયમજીવન નહીં પાળી શકાય. સવારે ભગવાનને ઓઘો આપી ઘરભેગો થઇ જઇશ.
પણ બીજે દિવસે સવારે ભગવાને મેઘકુમારને પૂર્વનો હાથીનો ભવ યાદ કરાવી કહ્યું- મેઘકુમાર, તમે હાથીના ભવમાં સસલાની દયા કરી અને એમાટે કષ્ટ સહ્યું. હવે આ ભવમાં સાધુ મહાત્માઓની રજથી હેરાન થઇ ગયા ? એટલું સહન નથી થતું ?
ત્યારે જો મેઘકુમારે પક્ડ રાખી હોત, તો તરત હેત - તે વખતે- હાથીના ભવમાં તો હું અબૂઝ હાથી હતો. ત્યારની વાત જૂદી હતી. હવે આ ભવમાં તો હું રાજકુમાર – ફૂલની શય્યામાં ઉછરેલો છું. આ બે પરિસ્થિતિવચ્ચે ફરક ખરો કે નહીં ? વળી એ ભવમાં તો કો’કનો જીવ બચાવવાનો હતો, આ ભવમાં આ ધૂળ સહેવાથી કોનો જીવ બચવાનો છે?
પણ મેઘકુમારે પક્ડ રાખી નહીં. ભગવાનના જ્ઞાન અને ભગવાનના વચનપર વિશ્વાસ રાખ્યો. પરિણામે ફરીથી સાધનામાં સ્થિર થઇ ગયા, એટલું જ નહીં વધુ જોશભેર સાધના ઉપાડી. આત્મનિરીક્ષણ