________________
198
અર્થાત્ મોક્ષમાં ક્ષાયિક ધર્મો છોડવાના નથી. તેથી આ તુચ્છ આગ્રહથી શું ? અર્થાત્ કશું સરતું નથી.
વિવેચન : મુમુક્ષુએ બંધનોથી મુક્ત થવાનું છે. ગ્રહ એ સૌથી મોટું બંધન છે. પક્ડ જ બંધન છે. માટે મુમુક્ષુએ બંધનરૂપ ગ્રહ-પકડ છોડવા
જોઇએ.
સાંગલીમાં એક મુનિરાજને સંગ્રહણિ થઇ. વૈઘપાસે દવા લેવા ગયા. વૈઘે દવા આપી. સાથે કહ્યું, અશક્તિ છે, માટે આ દવા લેજો. તરત પેલા સાધુએ વિચાર્યું, અશક્તિ છે તો દૂર કરવા દૂધ તો લેવાનું જ હોય ને ! તેથી વૈદ્યને પૂછ્યું – દૂધ કેટલું લેવાનું ? અને વૈદ્યરાજ બગડ્યા – મહારાજ ! કુછ સમજતે હો યા નહીં? પેટ ઇતના બિગડા હુઆ હૈ, ઔર આપ દૂધ લેને કી બાત કરતે હો, દૂધમે ઘી ભરા હુઆ હૈ, આપકે લિયે અચ્છા નહીંહૈ, આપ દૂધ કા નામ ભૂલ જાઇએ !
વાત આ છે, દૂધમાં શક્તિ છે, એ પણ પડ છે. જેમ એ પકડ છોડવાની છે, તેમ દરેક ઠેકાણે પકડ છોડવાની છે.
એજ રીતે પૂર્વગ્રહ પણ ન જોઇએ. પહેલેથી જ અમુક વ્યક્તિ કે વિષયમાટે ખરાબ તરીકેની ધારણા બાંધી દેવી, એ પૂર્વગ્રહ છે. આ પૂર્વગ્રહ એ વ્યક્તિ કે વિષયમાં સારી વાતને પણ જોવા જ ન દે. અને સતત કષાય કરાવ્યા કરે.
યુગ્રહ : કોકના ઉપદેશથી કે અનુભવના નામે કાંક ખોટું પક્ડાઇ ગયું. ખોટો સિદ્ધાંત બંધાઇ ગયો. પછી ગમે તે થઇ જાય, ગમે તેટલું સમજાવવામાં આવે, છતાં એ પકડ ઢીલી કરવાને બદલે સમજાવનાર જ ખોટો લાગવો એ વ્યુહનું કાર્ય છે.
આવા તો કંઇ કેટલાય ગ્રહો જીવોને વળગેલા છે. મોક્ષાર્થીએ એ બધા ગ્રહો છોડવાના છે.
શાસ્ત્રકારો તો કહે છે, કે મોક્ષમાં તો પ્રાયઃ
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
બધા ધર્મો પણ છોડી દેવાના છે, તો આવા તુચ્છ ગ્રહોની તો વાત જ ક્યાં રહી ! અહીં પ્રાયઃ શબ્દ પ્રયોગ એટલા માટે છે, કે ક્ષાયિકભાવના ધર્મો મોક્ષમાં પણ છે, તે છોડવાના નથી. તેથી ક્ષાયિક – ધર્મોને છોડી બાકીના ધર્મો છોડવાના છે તે બતાવવા પ્રાયઃ શબ્દપ્રયોગ છે. આમ મુમુક્ષુ માટે પરમાર્થથી જોતાં કોઇ પણ પ્રકારનો ગ્રહ અયોગ્ય જ છે.
ગ્રહો આપણને વાણી–વ્યવહાર–વર્તાવ વગેરે અંગે ખોટી કલ્પનાઓના ખીલે બાંધી દે છે. પછી મિયા ઠેર કા ઠેર.... ધર્મ કરવા છતાં જીવ આગળ વધી જ ન શકે.
તેથી જ્ઞાનીઓ પોક્ટર કરીને કહે છે, કે દિલને સરળ બનાવી મહાપુરુષોના માર્ગે ચાલ્યા કરો. માયાવી કોઇને અનુસરી શકતો નથી. માટે સાધનાના માર્ગે પહેલી શરત છે, કે કોઇ માયા ન જોઇએ. માયા એ પોતાના કો’ક ગ્રહ – પકડનું જ વિકૃતરૂપ છે. અરે ભગવાન માટે પણ આચારાંગ વગેરે સૂત્રોમાં વિશેષણ છે, કે ભગવાન નિર્માયી હતા. માયારહિત હતા.
ભગવાને જો માયા કરી હોત, તો ઉપદ્રવો વખતે માયાના કારણે છટકી શકત. પણ ભગવાને ઉપસર્ગ સહેવામાં પણ ‘શક્તિ નથી, શરીર નહીં ખમે' ઇત્યાદિ બહાનાઓ કાઢી માયા કરી ઉપસર્ગથી છટકવાનું રાખ્યું નહીં, તો કેવળજ્ઞાન પામ્યા.
તેથી માયામુક્ત-સરળ બનવું જરૂરી છે. અને સરળવ્યક્તિ જ પૂર્વના મહાપુરુષોના દૃષ્ટાંતને નજરમાં રાખી શકે છે. જેમકે સનતકુમાર ચક્રવર્તીને સોળ મહારોગ ઉત્પન્ન થયા, તો છ ખંડના માલિક હોવા છતાં; બધું જ એસાથે છોડીને નીકળી ગયા. એ વખતે એ જ હિસાબ રાખ્યો - કે દવાવગેરે કરવાથી કદાચ રોગો દખાશે, પણ જશે નહીં, કેમકે જ્યાં સુધી એવા કર્મો હશે, ત્યાં સુધી રોગો તો રહેવાના જ. અને રોગ સમભાવે ભોગવીશ, તો જ