________________
શુષ્કતર્કનો મુમુક્ષુએ ત્યાગ કરવો
દેવાય.
એમ જે આગમગમ્ય પદાર્થો છે - દા.ત. નિગોદમાં જે અનંતા જીવો છે, તે સર્વકાલના સિદ્ધો કરતાં પણ અનંતગુણા છે. આવી વાતને સિદ્ધ કરવા હેતુવાદ કામ ન લાગે, ત્યાં તમારે આગમગમ્યપદાર્થ સમજી શ્રદ્ધા રાખવી જોઇએ. તે જ રીતે આટલા બધા અનંતા જીવો નિગોદમાં હોવાથી સતત ભવ્ય જીવો મોક્ષમાં જતાં હોવા છતાં સંસારમાં કદી ખાલી નથી થવાનો એ વાત આગમગમ્ય છે; હેતુગમ્ય કરવા જાવ, તો સિદ્ધ થઇ શકે નહીં.
તેથી અતીન્દ્રિયપદાર્થો આગમગમ્ય બતાવ્યા છે. અત્યારસુધી અતીન્દ્રિયપદાર્થો અંગે એકમતે નિર્ણય થઇ શક્યો નથી તે જ બતાવે છે, કે આ પદાર્થોઅંગે તર્ક ચાલી શકતો નથી.
શુષ્કતર્કનો મુમુક્ષુએ ત્યાગ કરવો न चैतदेवं यत्तस्माच्छुष्कतर्कग्रहो महान् । મિથ્યામિમાનહેતુત્વાન્ત્યાજ્ય Ç મુમુક્ષુમિ: ।।૪।।
न चैतदेवं यद्-येन कारणेन तस्माच्छुष्कतर्कग्रहो महान्-अतिरौद्रः मिथ्याभिमानहेतुत्वात्याज्य एव मुमुक्षुभिः- मोक्तुमिच्छुभिः ॥ १४७॥
ગાથાર્થ : જેથી આ આમ નથી, તેથી જ મુમુક્ષુઓએ મિથ્યાભિમાનનો હેતુબનતો હોવાથી મોટો શુષ્ક તર્કગ્રહ છોડી દેવો જોઇએ.
ટીકાર્ય : જે કારણથી આમ થતું નથી, તેથી મુક્ત થવાની ઇચ્છાવાળા મુમુક્ષુઓએ મિથ્યાભિમાનમાં હેતુ બનતો હોવાથી અતિરૌદ્ર એવો શુષ્કતÉગ્રહ છોડી દેવો જોઇએ.
વિવેચન : આમ તર્કવાદથી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થયો નથી. છતાં શુષ્ક તર્કનો આગ્રહ રાખવો, એ ડાહ્યાને પાગલ બનાવવાની વાત છે. ગ્રહ કે ભૂત વળગે તો ડાહ્યો પણ પાગલ જેવું વર્તન કરે છે, તેમ શુષ્ક તર્કનો આગ્રહ વળગે
197
એ પણ પાગલ બને છે. ડાહ્યાને દીવાનો બનાવે છે. અતિરૌદ્ર એવો આ ગ્રહ માત્ર મિથ્યાભિમાનનો હેતુ જ બને છે. તેથી મુમુક્ષુએ આવો ગ્રહ છોડી દેવો જોઇએ. મોક્ષની ઇચ્છાવાળો મુમુક્ષુ કહેવાય. અને મોક્ષશાનો ? તો કે આત્માપર અનાદિકાળથી જે અહંત્વ, મોહ, તૃષ્ણાના બંધનો વળગેલા છે, તેનાથી છુટકારો. હવે જો તર્ક પકડવા જાય, તો મિથ્યાભિમાન–અહંકારનું બંધન ઢીલું થવાને બદલે વધુ ગાઢ બને. તો છુટકારો કેવી રીતે થાય ? તેથી ખરો મુમુક્ષુ આવા મિથ્યાભિમાનો લઇને ફરતો હોતો નથી.
જે પદાર્થો સામાન્યતર્કથી પ્રતીત થાય અને લોકવિરુદ્ધ કે પ્રતીતિવિરુદ્ધ ન હોય, તેવા સર્વમાન્ય પદાર્થો ભલે હેતુ-તગમ્ય બને, પણજે ઇન્દ્રિયગમ્યતરીકે સિદ્ધ નથી, તેથી જે પદાર્થો વિશિષ્ટ જ્ઞાન વિના નિર્ણીત થવા શક્યા નથી; તે પદાર્થોને આગમગમ્ય માની શ્રદ્ધેયતરીકે સ્વીકારવા જોઇએ. પણ ખોટા તર્કવગેરેનો ગ્રહ તો જોઇએ જ નહીં. किञ्च-
ग्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।। १४८।। પ્રહઃ સર્વત્ર-વસ્તુનિ તત્ત્વેન-પરમાર્થેન, મુમુક્ષુમન ત:-અયુń:, ત ાદ મુસ્તી ધર્માં સવિ प्रायस्त्यक्तव्याः, प्रायोग्रहणं क्षायिकधर्मव्यवच्छेदाથંમ્, વિમનેન પ્રજ્ઞેળ તત્? નિિશ્ચવિત્યર્થઃ ૫૬૪૮મા વળી,
ગાથાર્થ : તત્ત્વથી તો મુમુક્ષુ માટે સર્વત્ર આગ્રહ અસંગત છે. મુક્તિમાં તો પ્રાયઃ ધર્મો પણ છોડવાના છે, તો આનાથી શું?
ટીકાર્થ : પરમાર્થથી તો બધી વસ્તુમાં આગ્રહ રાખવો અયોગ્ય છે. કેમ ? તે બતાવે છે – મોક્ષમાં તો પ્રાયઃ ધર્મો પણ છોડવાના છે. ‘પ્રાયઃ' એટલામાટેકે ક્ષાયિધર્મોની બાદબાકી કરવી છે –