________________
જૈનમતે ત્રણ પ્રકારના શ્રોતા
સંક્લિષ્ટતા ઊભી કરે છે. તેના પ્રભાવે યોગદૃષ્ટિમાં પ્રવેશ મળતો નથી. માટે યોગદષ્ટિના વિકાસના ઇચ્છુક યોગમાર્ગીએ દ્વેષમુક્ત સૌમ્યદય રાખવું જરૂરી છે. અને અંદર ઊઠતા દ્વેષને કાઢવા જરૂરી છે.
આ હેતુથી સૂરિપુરંદરે ચોથી દૃષ્ટિમાં રહેલા જીવની ભૂમિકાને નજરમાં રાખી કપિલગૌતમબુદ્ધ વગેરેને ન્યાય આપવા અને જૈન અનેકાંતદૃષ્ટિને જ પુષ્ટ કરવાં બંનેની દેશનાપદ્ધતિના ફરકનું તાત્પર્ય શોધવાનો પ્રયત્નર્યો છે. અને તાત્પર્ય બતાવ્યું કે એક પાસે વિનાશ વગેરેના ભયવાળો આવેલો હતો, માટે એની કક્ષા જોઇ નિત્યતાની દેશના આપવામાં આવી. બીજાપાસે ભોગાસક્ત જીવ આવેલો, માટે તેની કક્ષા જોઇ અનિત્યતાની દેશના આપવામાં આવી.
જૈનમતે ત્રણ પ્રકારના શ્રોતા માર્ગજિજ્ઞાસુ શિષ્યનું હિત થાય, એ રીતે એ શિષ્યની કક્ષા જોઇ દેશના આપવામાં દોષ નથી. કક્ષાભેદે દેશનાભેદ જૈનમત-સંમત વાત છે. સૂરિપુરંદરે ષોડશકમાં ધર્માર્થી શ્રોતાના ત્રણ વર્ગ પાડ્યા છે. (૧) બાલ (૨) મધ્યમ (૩) તત્ત્વજ્ઞ-તત્ત્વદર્શી. આ શ્રોતાઓ જેવા હોય, તેવા પ્રકારની દેશના આપવાની વાત કરી છે.
(૧) બાલ શ્રોતા : આ પ્રકારનો શ્રોતા બાહ્ય ક્રિયા– વેરા ને જુએ છે. અને આકર્ષાય છે. એને કેવો ઉપદેશ અપાય ? બહારનું જુએ છે માટે એને સમ્યક્પ્રકારની કષ્ટમયક્રિયા વગેરેનો ઉપદેશ આપી શકાય. વિવેકપૂર્વકની કષ્ટમયક્રિયા બતાવવાથી એ શ્રોતા તે માટે પ્રેરણા પામે છે. જેમકે એવા શ્રોતાને સાધુધર્મના લોચ-વિહાર વગેરે કો ભરેલી ક્રિયા બતાવી પ્રેરણા કરાય, કે તમે પણ મનોરથ કરો કે ક્યારે હું આવા કષ્ટ સહન કરીશ ક્યારે લોચ કરાવીશ! ક્યારે પાદવિહાર કરીશ ! (૨) મધ્યમશ્રોતા : વિવેકપૂર્વકના
?
183
આચારને જુએ છે. અત્યંતર ગણાતા આચારધર્મ તરફ આકર્ષાય છે. તેથી એની આગળ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, જ્ઞાનાચાર વગેરે આચારોનું સૂક્ષ્મ નિરૂપણ કરી એ માટે પ્રેરણા આપવી જોઇએ. આ ઉપદેશથી એ
આવા આચારસંપન્ન થવા ઉદ્યત થાય છે. પોતે આચારપાલનમાં ભૂલતો હોય, તો ભૂલ સુધારે છે.
(૩) તત્ત્વજ્ઞ: પંડિત શ્રોતા - આ તત્ત્વજિજ્ઞાસુ છે. તે વેશ-કષ્ટ કે આચારમાત્રથી આકર્ષાતો નથી, તે-તે આચાર પાછળ રહેલા સૂક્ષ્મ તત્ત્વરહસ્યને જાણવા ઇચ્છે છે. તેથી એની આગળ આચારપાલન પાછળ રહેલા તત્ત્વનું નિરૂપણકરવું જોઇએ. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના રહસ્યાર્થો, અનેકાંતવાદનું મહત્ત્વ, આચારપાલનથી આત્મશુદ્ધિ કેવી રીતે સંભવે? નિત્યઅનિત્ય કેવા પ્રકારનો આત્મા માનવાથી ધર્મઅધર્મ, બંધ- મોક્ષ વગેરે વાતો ઘટી શકે? ઇત્યાદિ નિરૂપણ કરવાથી આ જીવ તત્ત્વ અને ધર્મતરફ આકર્ષાય છે. આની આગળ માત્ર આચાર સારા પાળવા જોઇએ એમ કહેવાથી ન ચાલે. પણ મૂળસ્વરૂપથી નિત્ય અને શુદ્ધ આત્માને ઉપાધિથી વળગેલા કર્મો અને ચાર ગતિવગેરેમાં જન્મમરણાદિ અવસ્થાઓથી ઊભી થતી અનિત્યતાવગેરેપર આ ચારા પાલનની શી અસર હોઇ શકે છે ? એ પણ બતાવવું જરુરી પડે છે.
બાળજીવો કષ્ટમયક્રિયાઓ જોઇ ને આકર્ષાય છે, મુગ્ધ થાય છે, તેથી તેઓ પાસે કષ્ટ સહેવાના લાભની દેશના કરવાની છે. તેઓ આગળ તત્ત્વની વાત કરવી નકામી છે. તો કષ્ટ- સહિષ્ણુ અને આચારસંપન્ન થયેલા તત્ત્વ- જિજ્ઞાસુઓ આગળ તત્ત્વની-પરિણતિની દેશના આપવી જરુરી છે. ‘આચારથી જો પરિણતિ ન ઘડાય, તો આચાર શું કામનો ?’ ઇત્યાદિદ્વારા તત્ત્વની વાત