SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦) ઉદય - ઉદીરણા વગેરે કરણોની પ્રક્રિયા ચાલે છે, જીવની અમુક ગતિ, અને ત્યાં અમુક ગુણસ્થાનક, ને એના પર અમુક અમુક બંધ, અમુક અમુક ઉદય, વગેરે વગેરે વિસ્તૃત અને સૂક્ષ્મ વિજ્ઞાન માત્ર જિન-શાસનમાં જ મળે છે, બીજા કોઇ ધર્મમાં નહિ. (૬) ૧૪ ગુણસ્થાનક : જૈનધર્મની જ વિશેષતાઃ ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનકથી માંડી અયોગી ગુણસ્થાનક સુધીના ચૌદ ગુણસ્થાનકની આત્માની ઉત્ક્રાન્તિનો માર્ગ જિનશાસનમાં જોવા મળે છે. એમાં સાતમા અપ્રમત ગુણસ્થાનકથી જે સૂક્ષ્મ આત્મભાવોનું નિરુપણ છે, એની બીજા ધર્મવાળાને ગંધ સરખી નથી. શુદ્ધ વીતરાગ બનનાર પણ જો કર્મોની ઉપશમના કરતો કરતો ચડયો હોય તો ઠેઠ ૧૧ મા ગુણસ્થાનક સુધી ચડયા પછી ઉપશાંત કર્મ ઉદયમાં આવીને જીવને નીચેના ગુણસ્થાનકોમાં ઉતારી દે છે. એ સૂક્ષ્મતા બીજે કયાં જોવા મળે ? (૭) અનેકાંતવાદ આદિ સિદ્ધાન્ત જૈન શાસનમાં જ : ત્યારે અનેકાંતવાદ - નયવાદ - - સાપેક્ષવાદ ભેદાભેદવાદ, એ માત્ર જિનશાસનની વિશિષ્ટ આગવી બક્ષીસ છે. બીજા તમામ દર્શનો એકાંતવાદી છે, અને એકાંતવાદના લીધે એમના જ દર્શનોમાં સામસામા ખંડન-મંડન ચાલે છતાં અનેકાંતવાદ તરફ એમની દ્દષ્ટિ જ નથી પહોંચતી ! આ બધા સર્વશ્રેષ્ઠ જીવવિજ્ઞાન સર્વોત્કૃષ્ટ અહિંસા, વિરતિ-માર્ગ, કર્મ-સિદ્ધાન્ત, ૧૪ ગુણસ્થાનક, અનેકાંતવાદ, વિસ્તૃત ચારિત્રમાર્ગ, એમાં ઉત્સર્ગ-અપવાદમાર્ગ, પ્રાયશ્ચિત.... વગેરેની અતિ સૂક્ષ્મ અને વિસ્તૃત છણાવટ આ અસાધારણ અને અન્યત્ર અલભ્ય તત્ત્વોના વિશ્વને પ્રકાશ આપવાનો ઉપકાર તીર્થંકર ભગવાન કરે છે. (૮) ભગવાન ‘કર્મકાય'-અવસ્થામાં જેમ આ તત્ત્વ-પ્રકાશ આપવાનો ઉપકાર કરે છે, એમ જગતને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આપવાનો અનન્ય ઉપકાર કરે છે. મોક્ષમાર્ગ ( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો વળી એ માર્ગ બરાબર પળે એ માટે વ્યવસ્થિત કાનૂનબદ્ધ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, જેના પ્રતાપે આજસુધી જિનશાસન અણીશુદ્ધ તત્ત્વો સહિત ચાલ્યું આવે છે.. આમાં મુખ્યતા કોની ? અરિહંત પ્રભુની ? કે આ ત્યાગ તપ વગેરે સાધનાની ? કહેવું જ પડે કે સાધનાની નહિ, કેમકે બીજા રાગદ્વેષી મિથ્યા દેવનાં આલંબને આ બધું કરીએ તો એવા ઊંચા ફળ ન મળે, કિન્તુ અરિહંતનું આલંબન લઇ કરીએ તો એવા ઊંચા મોક્ષ સુધીનાં ફળ મળે. માટે મુખ્યતા આલંબનની, આલંબન દાતા અરિહંતની. આ તીર્થંકર ભગવાનનો કર્મ-પીડિત જગતને આલંબનદાનનો ઉચ્ચ કોટિનો ઉપકાર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી તીર્થંકર ભગવાન તત્ત્વજ્ઞાન, માર્ગદર્શન, ઉપરાંત આલંબનનું દાન કરવાનો પણ શ્રેષ્ઠ ઉપકાર કરે છે. આપણે કોઇપણ દેવદર્શન-પૂજન-ગુણગાન – ધ્યાન-પ્રાર્થના-સ્મરણ, સાધુ સેવા, જીવદયા, ત્યાગ, તપ, જપ, સ્વાધ્યાય, દાનશીલ, વ્રત-નિયમ, ક્ષમા-મૃદુતા.... વગેરે ધર્મની સાધનામાં વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર શ્રી અરિહંત ભગવાનનું આલંબન રાખીએ તો આપણને ફળમાં ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય, ઉત્કૃષ્ટ કર્મનિર્જરા... યાવત્ વાસ્તવ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ વિશ્વના કર્મપીડિત જીવોને સત્ય તત્ત્વ, સન્માર્ગ, અને સલંબનનાં હિત સધાવી આપનાર જે કર્મકાય-અવસ્થા, એને શાસ્ત્રકારે અહીં પરંપરાર્થ’ યાને શ્રેષ્ઠ પરાર્થ મોક્ષ પર્યંતના આત્મહિતોની સંપાદની કહી. શ્રી યોગદ્દષ્ટિ-શાસ્ત્રના મંગળ શ્લોકમાં શ્રી વીર ભગવાનને ઇચ્છાયોગથી નમસ્કાર કરતાં એમનું એક વિશેષણ ‘જિનોત્તમ' મૂકયું, એથી ભગવાનની આવી કર્મકાય-અવસ્થા સૂચવી. (૯) અયોગપદથી સૂચવી. For Private and Personal Use Only ‘તત્ત્વકાય-અવસ્થા’ ભગવાનનું બીજું વિશેષણ ‘અયોગ' છે, એનાથી હવે એમની તત્ત્વકાય-અવસ્થા સૂચિત થાય છે, ‘અયોગ' પદમાં યોગ શબ્દ છે. એનો અર્થ
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy