________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦)
કયારેક જ ઔદારિક કાયાના સ્વભાવે એક ક્ષણ સહેજ ઝોકું આવી જાય એ સિવાય કોઇ નિદ્રાની વાત નહિ ઋષભદેવ ભગવાનને ૧૦૦૦ વર્ષનાં ચારિત્રમાં કુલ ઝોકાનો કાળ માત્ર એક અહોરાત્ર એટલે ૨૪ કલાક જેટલો ! તો બોલો ૧-૧ વર્ષના ફાળે સરેરાશ કેટલો સમય આવ્યો ? કહો ૨૪ કલાકની ૧૪૪૦ મિનિટ, ૧૫૦૦ મિનિટ પૂરી નહિ ! ૧૦૦૦ વર્ષથી એને ભાગો, દ૨ વર્ષ માટે નિંદ્રાની સરેરાશ ૧૫ મિનિટ પૂરી ન આવી !
મહાવીર ભગવાનને ઉપસર્ગ બહુ આવ્યા, અને બે વાર અનાર્ય દેશમાં વિચરી જાતે ઉપસર્ગને આમંત્ર્યા! એવા ઢગલાબંધ ઉપસર્ગોમાં અને એમાં વળી ૧૨ વર્ષમાં ૧૧૫ વર્ષ જેટલા ઉપવાસની ઘોર તપસ્યામાં શરીર ભારે થાકે, ઝોકાં સહેજે આવી જાય છતાં ૧૨॥ વર્ષમાં કુલ ઝોકાનો કાળ માત્ર એક મુહૂર્ત યાને બે ઘડી એટલે કે ૪૮ મિનિટ ! તો કહો દર વર્ષે સરેરાશ આ પ્રમાદનો સમય કેટલો તો કે માત્ર ચાર જ મિનિટ ! એટલે વર્ષની ૧૪૪૦ × ૩૦ × ૧૨ = ૫૧૮૪૦૦ મિનિટો એટલે કે ૫ લાખ મિનિટોમાં માત્ર ૪ મિનિટ જ પ્રમાદ !! જુલ્મ કરનાર પર પણ ભયંકર દેવતાઇ ઉપસર્ગોમાં પ્રભુની ધર્મકાય અવસ્થા કેટલી બધી કષાય રહિત કે તીર્થંકર ભગવાનની કરુણા ભારોભાર વરસી. દા.ત. મહાવીર ભગવાનને સંગમ દેવતાએ ૬-૬ મહિના સુધી બહુ રંજાડયા છતાં પ્રભુ ચલાયમાન ન થયા. તે પછી હારી થાકીને એના ચાલી જવાના અવસરે ભગવાનના દિલમાં ‘અરે ! આ બિચારો મારું નિમિત્ત પામીને ધોર કર્મ બાંધી ગયો ! ‘એને બિચારાને' દુર્ગતિમાં કેવા ભયંકર દુઃખ સહવા પડશે !' એ વિચારે કરુણા એટલી બધી ઊભરાઇ આવી કે આંખમાં આંસુ આવી ગયા.
આ તો આવી પડેલા ઘોર ઉપસર્ગ સમતાથી સહી લેવા ઉપર કરુણાની વાત; પરંતુ એથી ય અધિક કરુણા-વાત્સલ્ય તો પ્રભુએ ત્યાં ધર્માં કે જયારે એક ગોવાળિયો પ્રભુના કાનમાં ખીલા ઠોકવા માગતો હતો અને ખીલો કાન પર ઠોકવા જાય ત્યારે માથું ટી જવાથી ખીલો શી રીતે કાનમાં ઘૂસે ? ત્યાં પ્રભુએ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગūષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
ગોવાળિયાને પ્રેમ-કરુણાથી જાણે સહાય કરવા માથું થાંભલાની જેમ સ્થિર રાખ્યું ! અને પેલાએ ઠોકી ઠોકીને બંને કાનમાં વાંસના ખીલા ઠેઠ અંદર ઘુસાડી દીધા....
બસ, પ્રભુની આવી વિશિષ્ટ અલૌકિક ચારિત્ર ધર્મની સ્થિતિનો મુકાબલો કોણ કરી શકે ? પ્રભુની આ ધર્મકાય અર્થાત્ ધર્મ સાધવાની અવસ્થા હતી. વિશેષ ખૂબી તો એ, કે પ્રભુની ધર્મકાય અવસ્થા કેટલી બધી ઊંચી કે એવા ઉપસર્ગ-પરીસહના ઘોર કષ્ટ વખતે પણ પ્રભુના મનમાં ‘અરે! આ ભારે કષ્ટ આવ્યું...ઠંડી બહુ પડી... માણસ અનાડી...' એટલો ય વિકલ્પ નહિ ! તો સાધના વખતે બીજા ત્રીજા વિચારો વિકલ્પોની તો વાતે ય શી ? એ તો મનને સાધનામાં તત્ત્વચિંતનમાં ચોંટાડયું તે ચોંટાડયું, અને બીજે લઇ જ જવાનું નહિ! કઠોર ચારિત્ર પાળવું સહેલું, કઠોર તપ સહેલો, કઠોર કષ્ટ સહી લેવા સહેલા, પરંતુ મનમાં એનો કે બીજો એક વિકલ્પ પણ ન ઊઠવા દેવો, એ અતિ મહા કઠીન ! ભારે ઠંડીમાં પણ ‘કામળી હોત તો ઠીક' એટલો ય વિચાર નહિ ! કેમ નહિ ? પ્રભુ સમજતા હતા કે ‘ઠંડીમાં કામળીની ઇચ્છા, એમાં સ્પર્શનેન્દ્રિયની આસકિત છે,' વીતરાગ થવા માટે આસકિત માત્ર તોડવાની છે. તેથી એવી અપેક્ષા જ ન રખાય. એટલા જ માટે ભયંકર ઉપસર્ગ કરનાર માટે પણ ‘આ ખરાબ માણસ છે’ એટલો ય વિચાર નહોતા કરતા; કેમકે એ વિચાર કરાવનાર સ્પર્શનેન્દ્રિયની આસકિત છે. પ્રભુ તો ધર્મકાય અવસ્થામાં ચારિત્ર લે ત્યારથી જ આ બધી આસકિતઓ તોડવાના પ્રબળ પુરુષાર્થમાં લાગી જાય છે એટલે અહીં સમજવાનું છે કે ધર્મકાય અવસ્થા ચારિત્ર ધર્મનો પુરુષાર્થ શરુ કરે ત્યારથી જ ગણાય છે, - પણ નહિ કે ગૃહસ્થપણાની માત્ર મનની વિરકત અવસ્થાથી. નહિતર પ્રભુને ગૃહસ્થપણે અતિ ઉચ્ચ કોટિનો વૈરાગ્ય હોય છે; મન ખૂબ જ સ્વચ્છ પવિત્ર હોય છે; છતાં ત્યાં ધર્મકાય-અવસ્થા નથી માની. એ તો સર્વ સાવદ્ય-ત્યાગની પ્રતિજ્ઞા લઇ એનો અમલ કરવા માંડે ત્યારથી જ ધર્મકાય-અવસ્થા માની છે.
For Private and Personal Use Only