________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૪)
દા. ત. પોતે ચારિત્ર પાળે છે. ત્યા કોઇ ભિખારીને કોઇ દાતાર આગળ કરગરતો જોઇ મનને આવી જાય કે ‘માણસને કર્મવશ કૃપણતા કેવી નડે છે કે આ કૃપણ આ બિચારી ભિખારીને દાન આપતો નથી ?’ આ મનોરોગ છે. ઉચ્ચ સંયમ પાળવામાં દુનિયાની આ ઘડભાંગમાં નથી પડવાનું; નહિતર એમાં પોતાની એકધારી સંયમ-પરિણતિને ધક્કો પહોંચે, ને નહિ દેનારા કૃપણ માણસ ૫૨ દ્વેષ થાય.
(૮) આસંગઃ- પ્રવૃત્તિ સંયમની ઊંચી કક્ષાએ પહોંચતાં ધર્મ-પ્રવૃત્તિ સહજભાવની બનાવવાની છે, એના બદલે અમુક ધર્મ-પ્રવૃત્તિ પર આસકિત રહે, એ આ સંગદોષ છે. એનાથી આત્મામાં અનાસક્તયોગ લાવવો છે તે ન આવે.
ધર્મયોગમાં આસક્તિ કેમ જરૂરી ? :અલબત્ પૂર્વની કક્ષામાં ધર્મયોગ પર આસક્તિ જોઇએ જ; તો જ પાપયોગમાં મન ન જાય, અને ધર્મયોગમાં મન સમર્પિત રહે. દા. ત. નાગકેતુ પ્રભુની-પૂજા કરતા હતા એમાં પુષ્પના કરંડિયામાં છૂપાયેલો નાનો સર્પ હાથે ડસ્યો, શરીરે પીડા ઊભી થઇ, પરંતુ અહીં નાગકેતુનું મન પ્રભુ-ભકિતમાં એવું સમર્પિત હતું, એવું એકતાન હતું, કે શારીરિક પીડાને લક્ષમાં જ લીધી નહિ ! ને ઉલ્ટું ભક્તિ-ભાવોલ્લાસ વધારી દીધો ! જો ધર્મ-યોગમાં મન આવું આસકત ન હોય તો શારીરિક પીડામાં મન જાય, ને એને મહત્ત્વ આપી એનો વિચાર કરે, વેદનાનું આર્તધ્યાન કરે. પરંતુ અહીં શરીરને જરાય મહત્ત્વ જ આપ્યું નહિ, ધર્મયોગને જ મહત્ત્વ આપ્યું છે; તેથી શરીરનો વિચાર શરીરની ૫૨વા જ કોણ કરે છે ? આમ ધર્મયોગને મહત્ત્વ આપી ધર્મયોગમાં જ આસક્તિ રાખવાથી પાપયોગમાં મન જતું અટકી જાય.
ધર્મયોગમાં અનાસક્તિ કયારે કેમ જરૂરી ? ઃ
પરંતુ એ ધર્મયોગમાં મન સ્થિર રાખ્યા પછી તો ભાવ વધા૨વા છે, વીતરાગતાએ પહોંચવું છે, તો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
ત્યાં ધર્મયોગમાં આસક્તિ ન રાખતાં ધર્મયોગ સહજભાવનો બની જવો જોઇએ, તો જ ધર્મયોગનો ય રાગ ન રહેતાં, સંપૂર્ણ રાગ જવાથી અનાસક્ત યોગી અને વીતરાગ બનાય.
૮ ગુણસ્થાન :
(૧) દ્વેષ : દ્વેષ એટલે દ્વેષ નહિ, માત્સર્ય નહિ, અસૂયા નહિ, કોના પર નહિ ? તો કે પોતે જે ધર્મયોગ સાધી રહ્યો છે, એ નહિ સાધનારા બીજાઓ પર અસૂયા નહિ કે ‘આ લોકો કેમ એદી જેવા છે, ને ધર્મયોગ નથી સાધતા ?' આ અસૂયા-અસહિષ્ણુતા આવે તો શો વાંધો ? વાંધો આ, કે આમ મન બીજામાં રોકાઇ ગયું એટલે અદ્વેષ પછી મનને બીજા પગથિએ ‘જિજ્ઞાસા’ ગુણસ્થાન પર જવું છે, તે મન ન જઇ શકે.
અથવા કહો; જીવ યાં સુધી ઓઘદ્દષ્ટિમાં હતો ત્યાં સુધી એને દુનિયાનું બધું ગમતું હતું, માત્ર તત્ત્વ જ નહોતા ગમતા, મોક્ષની વાત જ ગમતી નહોતી. તત્ત્વ પર અરુચિ દ્વેષ હતો, તે હવે ઓધદ્દષ્ટિમાંથી પહેલી યોગદ્દષ્ટિમાં આવવું હોય તો આ તત્ત્વ પ્રત્યેનો દ્વેષ ટાળવો જોઇએ. તત્ત્વ પ્રત્યે અદ્વેષ આવે તો જ પહેલી યોગદ્દષ્ટિમાં અવાય, અને તે પછી 'તત્ત્વ-જિજ્ઞાસા' નામનું બીજું ગુણસ્થાન આવે, ને તેથી બીજી યોગદ્દષ્ટિમાં પ્રવેશ મળે.
(૨) જિજ્ઞાસા ઃ- તત્ત્વ જાણવાની રુચિ થાય, ઇચ્છા થાય, એ ‘જિજ્ઞાસા' છે. એ હોય તો જ બીજી યોગદષ્ટિમાં ગણાઇએ. આ કોને થાય ? સંસારની માયાજાળમાં જેનું મન મુંઝાતું હોય કે ‘શું આવા ઉચ્ચ માનવ જનમને આ નાશવંત અને આત્મહિત વિરોધી માયાજાળમાં જ વેડફી નાખવાનું ?' આવી મુંઝવણ રહેતી હોય એના મનને થાય કે ‘ત્યારે તત્ત્વ શું ? તાત્ત્વિક કર્તવ્ય શું હશે ?’
(૩) શુશ્રુષા :- ‘શુશ્રુષા’ એટલે સાંભળવાની ઇચ્છા. તત્ત્વની જિજ્ઞાસા (જાણવાની ઇચ્છા) તો કરી, પણ મોહમાયામાં પરોવાયેલો જ રહે તો કયાંથી તત્ત્વ જાણી શકાવાનાં ? એટલે જિજ્ઞાસા ઉપરાંત હવે તત્ત્વ
For Private and Personal Use Only