SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org યોગના ૮ અંગનો પરિચય ) (૪) પ્રાણાયામ એટલે માત્ર બાહ્ય પ્રાણના રેચક-પૂરક-કુંભકની વ્યવસ્થિતતા નહિ; કેમકે એ તો દ્રવ્ય પ્રાણાયામ છે, એનાથી કોઇ ઉચ્ચ કોટિની ચોથી યોગદૃષ્ટિનો બોધ-પ્રકાશ ન આવે. એ તો ભાવ-પ્રાણાયામથી આવે. દ્રવ્ય-પ્રાણાયામ શરીરને સ્ફુર્તિ આપે છે, ત્યારે ભાવ-પ્રાણાયામ આત્માને સ્ફુર્તિ આપેછે. (૫) પ્રત્યાહાર ઃ- વિષયોના વિકલ્પો તરફ ઈદ્રિયોને ન જોડવી, અર્થાત્ રાજી-નારાજ ન થવા દેવી. એનું નામ પ્રત્યાહાર છે. કહ્યું છે ‘વિષય વિકારે ઇન્દ્રિય ન જોડે તે ઈહા પ્રત્યાહારો રે.' વિષયોના વિકારો એટલે ફેરફારો ઇષ્ટતા-અનિષ્ટતા... વગેરે. એમાં ઇન્દ્રિયો મધ્યસ્થ રહે, ઉદાસીન રહે. એને કશું ઇષ્ટ નહિ, અનિષ્ટ નહિ, વિષયો સાથે જાણે કશી નિસ્બત નહિ. (૬) ધારણા આમાં જે કાંઇ તત્ત્વ સમજાયાં, એને ભૂલી ન જવાય એ રીતે દિલમાં ધારી રાખે. એ એનાં પુનઃ પુનઃ પારાયણથી થાય. (૭) ધ્યાન- એ તત્વ-પારાયણમાં જયાં મન કેન્દ્રિત થાય, એકાગ્ર તન્મય થાય, એ ધ્યાન. વારંવારના એવા અભ્યાસથી ધ્યાનબળ વધતું જાય. (૮) સમાધિ :- એમાં ધ્યાનબળ વધવાથી ધ્યાનના વિષયમાં એકતાનતા એકરસતા એકરૂપતા આવે. ૮ ત્યાજય દોષ : -- (૧) ખેદ ઃ- ખેદ એટલે થાક, માર્ગમાં ચાલતા થાક લાગ્યો, પછી આગળ ચાલવાનું તો છે જ, પણ ખેદ લાવે, અર્થાત્ થાકેલા મનથી ચલાય. એમ અહીં દેવકાર્યાદિ ધર્મ પ્રવૃત્તિ ખેદ સાથે કરાય. ભવાભિનંદીપણાનો આ ખેદ દોષ છે. એ યોગની પહેલી મિત્રાદ્દષ્ટિમાં ન જોઇએ. એ ટાળો, એનો ત્યાગ કરો, એટલે મિત્રા-દૃષ્ટિમાં અવાય. આગળ આગળની દૃષ્ટિમાં આ પ્રમાણે સમજવાનું છે કે, તે તે દૃષ્ટિમાં જે જે દોષનો ત્યાગ છે, તે તે દોષ પૂર્વ પૂર્વ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૩ દૃષ્ટિમાં તજવાની મહેનત કરવાની; ને એ દોષ ટળે એટલે ઉપરની દૃષ્ટિમાં અવાય. (૨) ઉદ્વેગ :- ઉદ્વેગ એટલે મનને સુખ નહિ. ધર્મ-પ્રવૃત્તિ તો ઉત્સાહથી શરુ કરી, પરંતુ પછી ગમે તે કારણે ધર્મ-પ્રવૃત્તિમાં ઉદ્વિગ્નતા આવી, મનને સુખરૂપતા ન લાગી, એ ઉદ્વેગ દોષ. દા.ત. ચૈત્યવંદન તો હોંશથી કરવા બેઠા પણ પછીથી બીજો કોઈ ચૈત્યવંદન કરવા આવ્યો; તે જરા મોટેથી બોલે છે એટલે પોતાને ઉદ્વેગ થઇ આવે. (૩) ક્ષેપ :- ક્ષેણ એટલે જયાં ત્યાં મનને ફેંકવું અર્થાત્ ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં ચિત્તને બીજે ત્રીજે લઇ જવું તે. તાત્પર્ય, બીજાત્રીજા વિચાર કરવા એ આ ક્ષેપ દોષ છે. (૪) ઉત્થાન :- બીજા આડાઅવળા વિચાર તો ન કરે, પરંતુ આ જ ધર્મપ્રવૃત્તિમાં ચાલુ યોગમાંથી ચિત્તને ઉઠાડીને પછીના યોગમાં લઇ જાય તે ઉત્થાન. દા.ત. પ્રભુને પ્રક્ષાલપૂજા કરતી વખતે મનમાં લાવે કે ‘આ પતાવીને સરસ આંગી બનાવવી છે.' આમાં પ્રક્ષાલપૂજામાં ચિત્ત એકાકાર ન થાય, ઇષ્ટ ફળ ન આપે. આ એના જેવું છે કે ડાંગરના રોપાને ૨-૩, ૨-૩ દહાડે મૂળ સાથે ઉપાડી-ઉપાડી બીજે-બીજે રોપ્યા કરે, તો એના પર પાક ન આવે. (૫) બ્રાન્તિ :- ભ્રાન્તિ એટલે ભ્રમણા. ચાલુ ધર્મ-પ્રવૃત્તિમાં ભ્રમ પડી જાય કે ‘આટલું' મેં કર્યું કે નહિ ? દા. ત. કાઉસ્સગ્ગમાં ભ્રમ થાય લોગસ્સ ગણ્યા કે ત્રણ લોગસ્સ ?'' (૬) અન્યમુદ્ :- મુદ્ એટલે આનંદ ચાલુ ધર્મ પ્રવૃત્તિમાં બીજી ધર્મ-પ્રવૃત્તિનો આનંદ લાવે; દા.ત. પ્રક્ષાલપૂજા વખતે મનમાં આંગી પૂજા કરવાનો આનંદ લાવે, કે ‘આંગી રચવાની મજા ઓર!'- એવું મનમાં લાવે, આ અન્યમુદ્ ચાલુ ધર્મયોગમાં એવો જોરદાર આનંદ ન રહેવા દે, (૭) રોગ :- ધર્મ પ્રવૃતિ કરતાં કોઇ માનસિક પીડા ઊઠે, મનોભંગ થાય, એ રોગ દોષ છે. For Private and Personal Use Only
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy