SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra નિશ્ચય વ્યવહાર ) “અધ્યાત્મસાર શાસ્ત્ર શું કહે છે ? (૧) ગતો માર્ગ-પ્રવેશાય વ્રતં મિથ્યાશામત્તિ । द्रव्यसम्यक्त्वमारोप्य ददते धीरबुद्धयः ।। www.kobatirth.org (२) यो बुद्धवा भवनैर्गुण्यं धीरः स्याद् व्रतपालने । स योग्यो, भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ।। અર્થાત્ - (૧) માર્ગ-પ્રવેશ માટે મિથ્યાદ્દષ્ટિઓને (સમ્યક્ત્વ-પરિણતિ રહિતને) પણ ધીર બુદ્ધિવાળા મહર્ષિઓ દ્રવ્ય-સમ્યક્ત્વનો આરોપ કરીને ચારિત્ર આપે છે. (૨) જેનામાં સંસારની નિર્ગુણતા જાણી વૈરાગ્ય થયો દેખાય, અને જે વ્રત (ચારિત્ર) પાલનમાં ધીર-સ્થિર જણાય, તે દીક્ષા માટે યોગ્ય છે. બાકી સમ્યક્ત્વ-મિથ્યાત્વ કે ચારિત્ર-અચારિત્રના આંતરિક ભાવવિશેષ યાને પરિણતિ-વિશેષ એ છદ્મસ્થ માટે દુર્લક્ષ્ય છે, અર્થાત્ આવા આત્મામાં આંતરિક રીતે સમ્યક્ત્વની પરિણતિ અને સર્વવિરતિના પરિણામ જાગ્યા છે કે કેમ ? એ પ્રત્યક્ષ દેખી શકાવા મુશ્કેલ છે. અહીં એકાંતે ભાવવાદી-નિશ્રયવાદી પ્રશ્ન કરે છે, - અહીં બે શ્લોકમાં એ બતાવ્યું કે સાધુ પાસે આવનાર આત્માને ચારિત્ર-ધર્મમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે પહેલાં સમ્યક્ત્વ ઉચ્ચરાવે છે, અને પછી વ્રત સર્વવિરતિ-સામાયિક વ્રત ઉચ્ચરાવે છે. અહીં એના અંતરાત્મામાં સમ્યક્ત્વ પરિણામ અને સામાયિક પરિણામ ઊભો થયો છે કે નહીં એ પ્રત્યક્ષ નિહાળવું છદ્મસ્થ ગુરુનું ગજું નથી. હવે જો એ પરિણામ સામાના અંતરાત્મામાં ન થયો હોય તો વ્રત આપી જ ન શકાય' આવો કાયદો હોય તો તો આંતર પરિણામ તો છદ્મસ્થ ગુરુને દેખાવાના નથી એટલે પછી વ્રત આપી જ ન શકે, અને એ જો ન અપાય તો એ ધરવાસના પાપો કરતો રહી ધર્મમાર્ગમાં આવે જ શી રીતે ? એટલે જ એનો ઉદ્ધાર કરવા એને ધર્મમાર્ગમાં પ્રવેશ કરાવવા સુજ્ઞ ગુરુઓ એનામાં દ્રવ્ય-સમ્યક્ત્વનો વ્યવહાર-સમ્યક્ત્વનો આરોપ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને વ્યવહારથી સર્વવિરતિ-વ્રતોચ્ચારણ કરાવે છે. માત્ર બે વાત જુએ કે (૧) સામાને સંસાર નિર્ગુણ લાગ્યો છે ને ? અને (૨) લીધેલ વ્રતમાં દૃઢ રહેશે ને? પૂછો, - 20) પ્ર૦ – એ ભાવ પણ આંતરિક હોઇ એને છદ્મસ્થ ગુરુ શી રીતે જોઇ શકવાના હતા ? ઉ - અલબત્ પ્રત્યક્ષ ન જોઇ શકે, પરંતુ સામાને વિવિધ પ્રશ્ન કરી તોલ કાઢી શકે કે ‘સામાના હૈયામાં સંસારની નિર્ગુણતા સમજાઇ છે, અને વ્રતની દ્દઢતા રહેશે.' આને પ્રશ્નશુદ્ધિ કહે છે, પ્રશ્નો કરીને યોગ્ય ઉત્તરો મળે તો ત્યાં પ્રશ્નશુદ્ધિ થઇ, પ્રશ્નપરીક્ષામાં ઉત્તીર્ણ થયો. અહીં એકાંત નિશ્ચયવાદી પ્રશ્ન ઉઠાવે છે, – એકાંત નિશ્ચયનયનું ખંડન એકલા હૃદયના ભાવ પર ચાલનારને મતે શાસનનો વિચ્છેદ. પ્ર-સર્વવિરતિના પરિણામ (આંતરભાવ) નહીં હોય તો સાધુવેશ આપીને શું કરશો ? દીક્ષા નકામી જશે ! ભાવ વિનાના ગુણસ્થાનક હોય નહીં. માટે ભાવ પર આધાર કેમ ન રાખવો ? For Private and Personal Use Only ઉપૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ‘પણ જો એવું જોવા જઇએ, તો શાસનનો ઉચ્છેદ થઈ જાય ! કેમકે હ્રદયના ભાવ જોવાનું છદ્મસ્થનું ગજું નથી, અને તમારા મતે વેશ તો વ્યવહાર છે તેથી વેશ નકામો ? એમ છતાય અમે તમને પૂછીએ કે જેનામાં સર્વવિરતિના પરિણામ હોય, તેને પછી દીક્ષા-વેશ આપીએ તો જ ક્ષપકશ્રેણિ માંડે, શું એવું તમે માનો છો ? ના, વેશ વિના જ ભાવથી ભરત ચક્રી વગેરેને ક્ષપકશ્રેણિ અને કેવળજ્ઞાન મળેલું છે, તેથી તમારા મતે તો ભાવની પહેલા કે પછી, વેશની જરૂર જ ન રહી ! ને પછી તો ભગવાન જેવાએ પણ તમારા એકાંત ભાવવાદમાં રહી ગૌતમસ્વામીને દીક્ષા અને બાહ્ય આચારપદ્ધતિ નહોતી આપવી જોઇતી ! કેમકે
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy