SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૮ ) આરાધનાના રથનાં બે પૈડાંનિશ્ચય અને વ્યવહાર ઃ www.kobatirth.org નિશ્ચય-વ્યવહાર ता मा ववहार-निच्छए मुयह । एगेण विणा तित्थं न होइ तत्तं परेण विणा || અહીં ધ્યાનમાં રાખવાનું છે કે આ આંતરિક પરિણતિ અર્થાત્ હૃદયના ભાવ ઇચ્છાયોગની ધર્મસાધનાઓની પ્રબળતા અને પ્રચુરતા (વિશાલતા)થી વિકસ્વર થાય છે. બાહ્ય સાધના એ વ્યવહાર છે, તો પરિણતિ એ નિશ્ચય છે. શ્રી જૈન શાસનમાં દ્રવ્ય અને ભાવ, તથા નિશ્ચય અને વ્યવહાર, એ આરાધના-થનાં બે પૈડાં છે. રથ એક પૈડે ન ચાલે, બે પૈડાં ઉપર જ ચાલે. એટલે જ શાસ્ત્ર કહે છે, जई जिणमयं पवज्जह અર્થાત્ જો જિનમતને સ્વીકારતા હો તો વ્યવહાર અને નિશ્ચય બંનેમાંથી એકેયને છોડી દેશો નહિ; કેમ કે વ્યવહાર વિના તીર્થ ન હોય, તીર્થ (શાસન)નો ઉચ્છેદ થાય, અને નિશ્ચય વિના તત્ત્વ ન હોય, તત્ત્વનો ઉચ્છેદ થાય. વ્યવહાર વિના તીર્થવિચ્છેદ : વાત પણ સાચી છે કે વ્યવહાર એટલે બાહ્ય ક્રિયાઓ-આરાધનાઓ, તથા શ્રાવકાચાર-સાધ્વાચાર. એ જો કશા જ પાળવા જરૂરી ન હોય, તો પ્રભુએ ધર્મશાસન અને ચતુર્વિધ સંઘ શા માટે સ્થાપવાનું કર્યું ? અને પછીથી શાસન ચાલે શાના આધાર પર ? મતલબ, વ્યવહારધર્મ યાને આચાર-ક્રિયાઓ વિના Acharya Shri Kailassagarsuri Gyanmandir ( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો શાસનનો ઉચ્છેદ જ આવીને ઊભો રહે ! નિશ્ચય વિના તત્ત્વવિચ્છેદ : તેમજ એકલો વ્યવહારજ પાળવાનો હોય, અને નિશ્ચયનું લક્ષ જ હ્રદયમાં ધરવાનું ન હોય,તો તત્ત્વ ઉડી જાય ! અર્થાત્ મુખ્ય તત્ત્વ જે અત્યંત વિશુદ્ધ આત્મ-તત્ત્વ, આત્માની તદ્દન શુદ્ધ પરિણતિ, એ તત્ત્વનો જ ઉચ્છેદ થઈ જાય; અર્થાત્ આત્માની-વિતરાગતાની અને સિદ્ધતાની પરિણતિ જ શી રીતે કદી ય ઉભી થાય ? કેમકે સંસારાવસ્થા એ અશુદ્ધ-મલિન આત્મપરિણામ છે, મલિન આત્મપરિણતિ છે. એ અંશે અંશે ય શુદ્ધ થતી આવે તો અંતે એ સંપૂર્ણ શુદ્ધ પરિણતિરૂપ બને. જો નિશ્ચયદ્દષ્ટિથી પરિણતિ લક્ષમાં જ લેવાની ન હોય, અને એકલા બાહ્ય આચારના વ્યવહાર પર જીવવાનું હોય, તો અંશે અંશે પણ આંતરિક પરિણતિ શુદ્ધ-શુદ્ધતર કરતા ચાલવાનું તો રહ્યું જ નહિ; પછી અત્યંત શુદ્ધ આત્મતત્ત્વ શી રીતે પ્રગટવાનું ? કહો કે એનો ઉચ્છેદ જ થઇ થયો ! ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું, For Private and Personal Use Only “નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પૂણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર...” · સવાસો ગાથાનું સ્તવન અર્થાત્ પાળવાનો -આચ૨વાનો વ્યવહાર છે, અને વિચારવાનો નિશ્ચય છે. માટે કશું આચર્યા વિના જે માત્ર વિચારવા પર ભાર મૂકે છે અર્થાત્ દ્રવ્યક્રિયા વિના ભાવને જ જરૂરી માને છે, આંતર પરિણતિને જ આવશ્યક માને છે, તે બિચારા ભુલા પડે છે. આ જ મહર્ષિએ શ્રી અધ્યાત્મસાર નામના શાસ્ત્રમાં કહ્યું કે,
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy