________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મક્રિયાઓને અવગણવાને બદલે આવકારી છે. કારણ, મોક્ષપુરુષાર્થની જેમ ધર્મપુરુષાર્થ પણ ઘણો ઘણો વખાણ્યો છે, પણ અર્થ-કામની જેમ એને વખોડયો નથી.
-
અહીં જો એવો પ્રશ્ન કરવામાં આવે કે પ્રશ્ન - કલિકાલસર્વજ્ઞ પૂજયપાદ હેમચંદ્રસૂરિ મહારાજે ત્રિષષ્ટિશલાકાના દશમા પર્વના તેરમાં સર્ગમાં મોક્ષને જ વાસ્તવિક પુરુષાર્થ જણાવીને સંસારના કોઇપણ હેતુથી ધર્મ કરવાનો નિષેધ અને મોક્ષના હેતુથી ધર્મ ક૨વાનું વિધાન કર્યું છે એનું શું ? ઉત્તર- તો આના ઉત્તરમાં પહેલા એ શ્લોકો ધ્યાનમાં લઇએ.
पुमर्था इह चत्वारः कामार्थौ तत्र जन्मिनाम् । अर्थभूतौ नामधेयादनर्थौ परमार्थतः ||१|| अर्थस्तु मोक्ष एवैको धर्मस्तस्य च कारणम् । संयमादिर्दशविधः संसाराभ्भोधितारणः ||२॥ अनन्तदुःखः संसारो मोक्षोऽनन्तसुखः पुनः । તવોસ્યા-રિપ્રાપ્તિòતુર્ધર્મ વિના નહિ રૂ मार्गं श्रितो यथा दूरं क्रमात् पंगुरपि व्रजेत् । धर्मस्थो धनकर्माऽपि तथा मोक्षमवाप्नुयात् ||४||
આ શ્લોકોમાં અર્થ અને કામને જેમ પરમાર્થથી
અનર્થરૂપે જણાવ્યા તેમ ધર્મને અનર્થરૂપે જણાવ્યો નથી. એનાથી એ ફલિત થાય છે કે મોક્ષ જ એક પુરુષાર્થ છે એમ કહેવામાં અર્થ અને કામનો જ વ્યવચ્છેદ ઇષ્ટ છે, નહિ કે ધર્મનો પણ. વળી સંસ્કૃત ભાષાનો જાણકાર કોઇપણ આ ચાર શ્લોક વાંચીને એવું કહેવાની હિંમત નહી કરે કે આ શ્લોકોમાં મોક્ષ સિવાયના કોઇપણ હેતુથી ધર્મ કરવાનો નિષેધ કર્યો છે. ઊલટું ચોથા શ્લોકમાં જે કહ્યું છે
માર્ગ પર રહેલો પાંગળો પણ ક્રમશઃ દૂર પહોંચી શકે છે એ રીતે ભારેકર્મી પણ ધર્મમાં રહ્યો હોય તો મોક્ષને પામી શકે છે”.
..
८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનાથી તો ઊલટું એ ફલિત થાય છે કે મોક્ષનો આશય તત્કાળ ન હોય અને સંસારની વ્યથા નિવારવાનો હેતુ હોય તો પણ ચરમાવર્ત્તવર્તી ભારેકર્મી જીવો ધર્મ માર્ગે ચાલે તો પરંપરાએ તેને પણ મોક્ષ પ્રાપ્તિ થઇ શકે છે. કારણકે ધર્મ એ મોક્ષના માર્ગરૂપ છે.
જો કલિકાસર્વજ્ઞને મોક્ષ જ એક પુરુષાર્થ તરીકે ઇષ્ટ હોત અને ધર્મ ઇષ્ટ ન હોત, તો, વીતરાગ સ્તોત્રમાં ‘મારવાહ મૂવા: પ્રાનોતુ મીપ્રિતમ્’ આ વીતરાગ સ્તવનાથી કુમારપાળ રાજાને વાંછિતફળ પ્રાપ્ત થાઓ – આવો ઐહિક-પાર-લૌકિક ફલપ્રાપ્તિનો આશીર્વાદ આપત ખરા ?*
પ્ર૦ – અહીં કુમારપાળનું વાંછિત ફળ એટલે મોક્ષ જ હોય ને ?
ઉ૦ - પૂજ્યશ્રી પ્રભાચંદ્રસૂરિ મહારાજે આની ટીકામાં ‘ઐહિક-પાર-લૌકિક' એવો જ અર્થ કર્યો છે. એટલે ‘ મોક્ષરૂપી જ વાંછિતફળ' નો આશીર્વાદ આપ્યો છે એવી રજુઆત શાસ્ત્રગર્ભિત કે કદાગ્રહ ગર્ભિત ? તદુપરાંત,
तुल्ये चतुर्णां पौमर्थ्ये पापयोरर्थकामयोः । आत्मा प्रवर्त्तते हन्त, न पुनर्धर्ममोक्षयोः ॥
આ શ્લોક દ્વારા અર્થ-કામને પાપપુરુષાર્થ દર્શાવી, જીવો ધર્મ-મોક્ષ પુરુષાર્થમાં નથી પ્રવર્તતા તેનો ખેદ દર્શાવે છે. વળી સ્વયંબુદ્ધ મંત્રીએ રાજાને કરેલા ઉપદેશમાં તેઓશ્રી
पुंसां शिरोमणीयंते धर्मार्जनपरा नराः । आश्रीयन्ते च संपद्भिर्लताभिरिव पादपाः ।।
અર્થાત્ ધર્મનું ઉપાર્જન કરનારા (ધર્મપુરુષાર્થ આદરનારા) મનુષ્યો પુરુષોમાં શિરોમણિ ભાવને ધારણ કરે છે, અને જેમ વૃક્ષો વેલડીઓથી વિંટાઇ એ રીતે સંપત્તિઓથી વરાય છે.
આમ કહીને ધર્મપુરુષાર્થના શિરોમણિ ભાવને * આ વિષયમાં ઊંડાણથી જાણવા માટે મુનિ શ્રી અભયશેખર વિજયજી આલેખિત તત્ત્વાવલોકન- સમીક્ષા' ગ્રન્થ અવશ્ય વાંચવો
For Private and Personal Use Only