________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ ખાસ નજરમાં રાખજો.''
એટલે એ જ પૃષ્ઠમાં ‘‘એમ આધ્યાત્મિક જીવનમાં દયા-દાનાદિ આચાર પાળે એ શા માટે ? તો કે સમ્યક્ત્વરૂપી ફળ માટે. સમ્યક્ત્વ આવ્યું, હવે એના ૬૭ આચાર શા માટે આરાધે ? તો કે બાર વ્રતની સાધના માટે. એ શા માટે કરે ? તો કે અંતરાત્મામાં દેશવિરતિ ભાવ પ્રગટાવવા, ને પંચમ ગુણસ્થાનકરૂપી ફળ માટે. એ ફળ પણ, એક દિવસ સંસાર-ત્યાગ કરી સાધુજીવન લઇ એની સાધના કરાય એ ફળ માટે, એ પણ અંતરાત્મામાં સર્વવિરતિ ભાવરૂપી ફળની પ્રાપ્તિ માટે અને એના સંવર્ધન માટે કરાય. એ પણ ઉત્તરોત્તર અપ્રમત્તભાવ, અપૂર્વકરણ વગેરે ફળ માટે, ને એ પણ અનાસંગયોગ અને વિતરાગભાવરૂપી ફળ માટે કરાય. એ પણ કેવળજ્ઞાન માટે, ને એ પણ અંતે અયોગ અને શૈલેશી રૂપ ફળ માટે છે. તેમજ એ પણ સર્વ કર્મક્ષય કરવા માટે છે. અને એ પણ સર્વથા શુદ્ધ અનંત – જ્ઞાન સુખાદિમય -આત્મતત્ત્વ-આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે કરાય છે.’'
-
(પૃ. ૨૩ કોલમ ૧ ) ‘‘જીવનમાં આ ચરમ અને પરમ ફળસ્વરૂપ તત્ત્વકાય-અવસ્થાનું જો લક્ષ્ય બંધાઈ જાય તો એની પૂર્વના-પૂર્વે કહ્યા એ આત્મવિકાસનાં જ ફળ નિપજાવવાની લાલસા રહે, પણ તુચ્છ દુન્યવી સુખ-સન્માન વગેરેની લાલસા ન ૨હે. શુદ્ધ આત્મસ્વરૂપ સુધીના ફળની લાલસામાં દુન્યવી ફળની લાલસા મરી પરવારે.''
(પૃ. ૩૦ કોલમ ૨) ‘પ્ર- તો શું રાગદ્વેષ ન ટળે ત્યાં સુધી સમ્યજ્ઞાન નહિ ભણવાનું ? ધર્મક્રિયા નહિ કરવાની ?
ઉ– સમ્યજ્ઞાન જરૂર ભણવાનું, અને ધર્મક્રિયા પણ જરૂર કરવાની, પરંતુ તે રાગદ્વેષ ટાળવાના ઉદ્દેશથી કરવાની.
(પૃ. ૪૭ કોલમ ૧) ‘‘શુદ્ધ ધર્મ કરવાની જ ધગશ હોય, તો જ ઇચ્છાયોગની સાધનામાં આવી શકાય. નહિતર નહિ. જગતમાં સંમૂર્ણિમ ક્રિયા કરનારા હોય છે, વિષક્રિયા કરનારા હોય છે, પણ એ
૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇચ્છાયોગમાં નહિ ગણાય, કેમકે એ શુદ્ધ ધર્મની સાચી ઇચ્છા નથી.''
આ બધા પ્રતિપાદનથી એક વાત નિશ્ચિત જ છે } પૂજય ગુદેવશ્રી એવું જરાય ઇચ્છતા નથી કે ‘લોકો ભલે સંસારમાં જ રહે અને ધર્મક્રિયા કરતાં રહે.‘ તથા એવું પણ ઇચ્છતા નથી કે ‘મલીન આશયથી ધર્મક્રિયા કરીને સંસારમાં ભલે રખડયા કરે.' તેમ એવું પણ ઇચ્છતા નથી કે પાપક્રિયાને બદલે માત્ર ધર્મક્રિયા કર્યા કરે, પછી ભલેને મોક્ષે ન જાય' ત્યારે પાપક્રિયાને બદલે જીવ ધર્મક્રિયાઓ જ કરતા રહે' એવું તો જરૂર ઇચ્છે છે કે જેથી એ ધર્મક્રિયાથી પરંપરાએ તેમાં યોગ્યતા પ્રગટ થવા સાથે મોક્ષ માટે પ્રગતિ કરતા થાય.
કેવલિભાષિત શુભ ધર્મ-સાધનાઓનું જૈન શાસનમાં ઘણું ઘણું મહત્વ છે. એના જેવી બીજી કોઇ શ્રેષ્ઠ સાધના નથી, શ્રેષ્ઠ ક્રિયા નથી. એમાં એવી શકિત પડેલી છે કે જે ચરમાવર્ત્તવત્ત્વ જીવોમાં યોગ્યતાદિના આધાન દ્વારા ભાવને પણ ખેંચી લાવનારી થાય છે. એટલે કે ક્રિયાનયની દૃષ્ટિએ શુભક્રિયાઓનો સ્વતંત્ર મહિમા છે. એટલે જ જયારે જયારે એમ કહેવાય છે કે ભાવપૂર્વકની જ ક્રિયા મોક્ષ હેતુ છે ત્યારે એનો અર્થ એ કરાય છે કે ભાવસંપાદન દ્વારા ક્રિયા મોક્ષહેતુ બને છે. નહિ કે ભાવપૂર્વકત્વરૂપે ક્રિયા મોક્ષમાં હેતુ છે. - જો ભાવપૂર્વકત્વરૂપે ક્રિયાને મોક્ષ હેતુ માનીએ તો ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે તેમ - ભાવ અન્યથાસિદ્ધ (અર્થાત્ અહેતુ) થઇ જાય. માટે મોક્ષ પ્રત્યે ક્રિયાની કારણતા ભાવપૂર્વકત્વરૂપે નહિ પણ સ્વતંત્ર શક્તિવિશેષરૂપે કહી છે. ( જુઓ યોગલક્ષણ બત્રીસી ૧૦ મી શ્લોક ૨૭ ટીકા - વારાતા ચ તસ્યાઃ શવિત્તવિશેષે ન તુ માવપૂર્વ`દૈવ, માવસ્યાઽયાસિદ્ધિપ્રસંશાત્) આ રીતે ચરમાવર્ત્તવર્તી જીવોને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવનારી હોવાથી ધર્મક્રિયાઓ ખૂબ જ મહત્વની છે, અને તેથી જ શાસ્ત્રકાર ભગવંતોએ મોક્ષના આશય વિના પણ યથાકથંચિત્ તે લાયક જીવો દ્વારા કરાતી
For Private and Personal Use Only