SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૮) www.kobatirth.org ઘાતી - અઘાતી કર્મ આત્માનું ખરું બગાડનાર આ ઘાતી કર્મો છે; પણ વેદનીય કર્મ નામકર્મ વગેરે અઘાતી કર્મો એવું બગાડનારા નહિ. ‘ઘાતી' એટલે આત્માના પરમાત્મભાવનો વીતરાગ-સર્વજ્ઞભાવનો ઘાત કરે તે. એ જ્ઞાનાવરણાદિચાર. ‘અધાતી' એટલે આત્માના ૫રમાત્મભાવનો વીતરાગ-સર્વજ્ઞભાવનો ઘાત ન કરે તે. એ વેદનીયકર્મ આયુષ્યકર્મ આદિ ચાર છે. ઘાતી ગયા પછી ભલેને આ વેદનીયાદિ ઊભા હોય છતાં પરમાત્મભાવ નષ્ટ ન થાય. પાલક પાપીની ઘાણીમાં પીલાઇ મરતા ૫૦૦ મુનિઓને અશાતા વેદનીય કર્મ એટલે કે અધાતીકર્મ પ્રબળ ઉદયમાં હતાં, છતાં એણે એમના આત્માનું કશું બગાડયું નહિ ! એ વેદનીય વગેરે અઘાતી કર્મોએ વેદના આપવાનું કામ કર્યું, અને મુનિઓએ શુભ ધ્યાનથી ઘાતી કર્મોનો નાશ કરવાનું પોતાનું કામ કર્યું ! શું ? કર્મે એનું કામ કર્યું, આત્માએ પોતાનું કામ કર્યું. તો કેવળજ્ઞાન લીધું ! બાકીના અધાતી કર્મોને તો ભોગવીને નષ્ટ કરી મોક્ષ પામી ગયા ! આત્માનુ બગાડનાર ઘાતી છે, અઘાતી નહિ. માટે ડરવાનું હોય તો ઘાતી કર્મોથી ડરવાનું છે કે હાય ! આ રાગ-દ્વેષ મોહ....વગેરે કરાવનારા ઘાતી કર્મો ભારે જોર કરી રહ્યા છે ! મારું શું થશે ? મારા ભવ વધી જવાથી કેવી દુર્દશા !' એટલે હવે જો પૂછો કે પ્ર - ધાણીમાં જીવતા પીલાવાની ધોર વેદનામાં શી રીતે ઘાતી કર્મોનો નાશ કરી શકાય ? ઉ – એમને ઘાતીનો એવો ડર લાગી ગયો હતો, તેથી હવે મોકો દેખે છે કે ઘાણીમાં પીલાતાં તીવ્ર અશાતા વેદનીય યાને તીવ્ર વેદના ઊભી થઇ, એ અઘાતીનું નિર્ધારિત ફલ છે; અને એમાં કાયા પર રાગ, તથા પીલનાર પર દ્વેષ ઊભો થવા સંભવ છે, એ ધાતીનું ફળ છે; પરંતુ અઘાતી કર્મની વેદના ભલે રહી, પણ ઘાતીકર્મ-જનિત રાગ અને દ્વેષને કચરી Acharya Shri Kailassagarsuri Gyanmandir ( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો શકાય છે, તેથી એને મચક નથી આપવી. રાગ-દ્વેષ કચરવાનો આવો મોકો ફરીથી નહિ મળે, –‘કર્મ ખપાવાનો અવસર એહવો ફરી નહિ મળશે પ્રાણી રે.... ‘ઘાતી રહી જાય તો ?' મોટો ભય લાગ્યો હતો, તેથી ઘાતીને નામશેષ કરવા મક્કમ મનવાળા બની ગયેલા. આપણને ઘાતીનો ભય લાગવાની વાત તો દૂર, ઉલ્ટું આપણે ઘાતીને પંપાળવાનું કરીએ છીએ. નજીવા નજીવા પદાર્થ કે પ્રસંગમાં રાગ-દ્વેષ, હરખ-ખેદ કરી કરી ઘાતી કર્મોને પંપાળવાનું ચાલુ ત્યાં આત્માના પ્રદેશે પ્રદેશે ઘાતી કર્મ પથારી લાંબી કરીને સૂવાનાં ! ઘાતીના ઘરના રાગાદિનું કામ નાના છોકરા જેવું; એને પંપાળો તો માથે ચડી બેસે, લપડાક લગાવો તો ભાગે. ઘાતીને લપડાક આ, - ‘વેરાગ્ય, ક્ષમા, નમ્રતા, તૃપ્તિ, બ્રહ્મચર્ય, વગેરેનો જ આગ્રહ રાખી એને ખૂબ સેવતા રહેવાનું.' આ લપડાક લગાવવાનું જો ચાલુ, તો ધાતી કર્મ કચરાતા રહે. For Private and Personal Use Only ઘાતી કર્મોમાં આ સરળતા કે ક્ષમાદિનો આગ્રહ રાખી એને કચરતા રહો તો એ કચરાય; જયારે કેટલાય અઘાતી હઠિલા, લપડાક નહિ, લાત મારો તો ય ન ખસે. ઘોર તપ કરતાં પણ આયુષ્યકર્મ વગેરે અઘાતી કર્મ ન મરે. મહાવિદેહ ક્ષેત્ર જેવામાં નાની ઉંમરમાં ઘોર તપ કરી કેવળજ્ઞાન પામે, પણ પછી જીવવાનું કેટલું, એ ઊભું રહે. લગભગ ક્રોડપૂર્વ વર્ષ ! એક ‘પૂર્વ’ વર્ષ એટલે કેટલા વર્ષ ? ૭૦૫૬૦ અબજ વર્ષ ! એવા લાખો પૂર્વ વર્ષ જીવવાનું થાય તે આયુષ્ય કર્મ, શરીરાદિના કર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મ, એ ચાર અઘાતી કર્મ ભોગવવા પર જીવવાનું હોય છે. એટલા બધા દીર્ઘકાળ સુધી ચાલે એ અધાતીનો જુમલો કેટલો મોટો ? કેમ એ કેવળજ્ઞાન પમાડનારી ઉગ્ર સાધનાથી કેવળજ્ઞાન પામતાં ઘાતી કર્મો નાશ પામવાની સાથોસાથ નાશ ન પામી ગયા ? કહો, એ -
SR No.020952
Book TitleYogdrushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1993
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy