________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૪૮
વિવેક વિલાસ.
સુધી સરખે સરખા આખાર અને પ્રતિષ્ઠિત સમાજમાં જ રાખવા જોઇએ.
શિષ્ય—ધનના ઉપાર્જનની સાથે તેના સન્ધ્યય કરવાની આપે સૂચના કરી તે મારા સ્મરણમાં જ છે, તથાપિ તેવા વ્યયના કઇ નિયમ શાસ્ત્રકારોએ માંધ્યા છે ?
સૂરિ-વ્યવસાય કરતાં જે લાભ થાય તેના સામાન્યત: ચાર ભાગ કરવાના કહ્યા છે. તેમાં એક ભાગ ભડારમાં, ખી ધર્મમાં, ત્રીજો ભાગમાં અને ચાથા કુટુંબના પાષણમાં લગાડવા જોઈએ.
શિષ્ય—લક્ષ્મીની પ્રાપ્તિ થવી તેને કેટલાક લેાકેા પ્રારધવશ માની આળસુ પડ્યા રહે છે તે શું વ્યાજબી છે ?
સૂરિ—જેવી રીતે પાણી સીંચવાથી વૃક્ષ ફળ-ફુલવાળુ અને છે તેવી રીતે પૂર્વભવના પુણ્યને મનુષ્યની નિપુણતા અને ઉદ્યોગશીલતા રૂપી જળનુ સીંચન મળવાથી વ્યાપાર વગેરે ફળદાયક અને છે. એકલા પ્રારબ્ધ ઉપર આધાર રાખી બેસી રહેવું એ અનુચિત છે. કેટલાક આળસુ માણસા પુણ્યવતના આંગણે આંટા ખાતા વ્યાપારીઓને જોઇ એવા નિશ્ચય બાંધી લે છે કે લક્ષ્મીના આધાર કેવળ કર્મ ઉપર જ છે, પરંતુ તે વાત એક તરફી છે. પુણ્ય પણ સર્વથા ઉદ્યમ વિના સફળ થતુ હોય એવું આ લેાકમાં કાઇ કાળે દેખાતું નથી.
શિષ્ય—ત્યારે આપ કર્મ કરતાં પુરૂષાર્થ ઉપર વધુ ભાર મુકા છે ?
For Private And Personal