________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
શિષ્ય–કેટલાક માણસે જ્યારે નિર્ધનપણાથી કંટાળી છેવટે જુગાર અને પ્રપંચ કરવા પ્રેરાય છે, ત્યારે તે ખરેખર તેમના પ્રત્યે દયા આવ્યા વિના નથી રહેતી.
સૂરિ–નિર્ધનાવસ્થા એક રીતે પોતાના ઉદ્યમની અથવા પુરૂષાર્થનીજ ખામી સૂચવી આપે છે. શક્તિમાન પુરૂ ધનેપાર્જનના ગ્ય માર્ગો શોધી કાઢવામાં પ્રમાદ કરતા નથી. અશક્ત, પામર અને નિરૂત્સાહી વ્યાપારીઓ જ જુગાર અને પ્રપંચના માગે ઘસડાઈ જાય છે. તેમની અજ્ઞાનતા ખરેખર દયાને પાત્ર છે. ખરું જોતાં જે વ્યવસાયી પુરૂષના મન ઉપર ટાઢ, તડકાની, કામ, મેહ, ક્ષેભ અને ભુખ તરશની પણ અસર થતી નથી અને જેઓ કંટાળીને નિરાશ બની જતાં નથી તેઓ શ્રેષ્ટ વ્યવસાયી તરીકે અમર નામના મેળવી જાય છે. વ્યાપાર ખેડ એ લગભગ ધર્મ સંગ્રામ જેવીજ પ્રવૃત્તિ છે. ધર્મ સંગામમાં જેમ અધર્મ ચાલતું નથી તેમ દ્રવ્યોપાર્જનમાં પણ અધર્મ યુક્ત સાધનો પણ ફત્તેહમંદ નીવડતા નથી. કહ્યું પણ છે કે જેઓ જુગાર અથવા કીમીયાથી ધન મેળવવાની ઈચ્છા કરે છે તેઓ પોતાના ઘરને મસીની પીછીથી સફેદ કરવા જેવું વિપરીત આચરણ દર્શાવી જગતમાં હાસ્યાસ્પદ બને છે. વળી, જેઓ અન્યાયી, પાખંડી અને કૃપણું જીવન ધનથી ધનવાન બનવાનો પ્રયત્ન કરે છે, તેઓ જીવવાની ઈચ્છાથી ઝેર ખાવાજેવું સાહસ કરે છે એમ જ સમજવું જોઈએ.
શિષ્યએ વાત જરા વિસ્તારથી સમજાવશે ?
For Private And Personal